બાર જ્યોર્તિલિંગમાં સૌ પ્રથમ સ્થાન ધરાવતાં સોમનાથ જ્યોર્તિલિંગનો નિર્માણનો ઇતિહાસ જાણીને ચોંકી જશો.

0

સોમનાથ– ભગવાન શિવના 12 પવિત્ર જ્યોર્તિલિંગમાનું સૌથી પહેલું જ્યોતિલિંગ એટલે સોમનાથ મહાદેવ. સૌરાષ્ટ્રના સાગર કાંઠે આવેલું આ ભવ્ય મંદિરનો વૈશાખ સુદ પાંચમના દિવસે એટલે કે આજે પ્રાણ પ્રતિષ્ઠા દિવસ છે. આ દિવસને શ્રીમદ્ આદ્ય શંકરાચાર્ય જયંતિ તરીકે પણ ઉજવવામાં આવે છે.

ઈ.સ આઠમી સદીમાં ભારતમાંથી બૌદ્ધ ધર્મ ધીમે ધીમે લુપ્ત થવા લાગ્યો હતો. તેવા સમયે ભારતના ઉચ્ચ કોટિના દાર્શનિક તત્વચિંતક શ્રીમદ્ શંકરાચાર્યજીએ હિંદુ ધર્મનો પુનરોદ્ધાર કર્યો. માત્ર 32 વર્ષના આયુષ્ય ગાળામાં (ઈ.સ.788 થી 820) સાંસ્કૃતિક વારસામાં ચેતના પ્રગટ કરી. ભારત વર્ષની એકતા માટે ચાર દિશામાં ચાર મઠની સ્થાપના કરી. તેમાં ભારતના સુપ્રસિદ્ધ બાર જ્યોર્તિંલિંગમાં પ્રથમ ક્રમે સ્થાન પામેલાં સોમનાથનો આજે વૈશાખ સુદ પાંચમે પ્રતિષ્ઠા દિન તરીકે ઉજવાય છે.

ભારતીય ભૂગોળ રચના પ્રમાણે સમગ્ર દેશમાં સૌ પ્રથમ ચંદ્રદર્શન સૌરાષ્ટ્રના પ્રભાસ પાટણ સ્થળે થાય છે. સોમ એટલે જ ચંદ્ર. સોમનાથ એટલે શિવ. જૈન સંસ્કૃતિ પણ સોમનાથને ચંદ્ર પ્રભુ સ્વામી તરીકે સ્વીકારે છે.

સોમનાથ મંદિરનો ઈતિહાસ

સોમનાથ મંદિરની ખ્યાતિ અને સોનાથી લલચાઈને લૂંટ અને ધર્માંતરણ કરવાને ઈરાદે આવેલા અનેક વિનાશકારી વિદેશી આક્રમણકારો સામે સોમનાથનું આ મંદિર આજે પણ અડીખમ ઊભુ છે. મંદિરનો જ્યારે જ્યારે વિનાશ કરવાનો પ્રયત્ન થયો છે, ત્યારે ત્યારે તેને ફરીને બાંધવામાં આવ્યું છે. સોમનાથનો ઉલ્લેખ ઋગવેદમાં પણ કરવામાં આવ્યો છે.

સોમનાથનું પહેલું મંદિર ૨૦૦૦ વર્ષ પહેલાં અસ્તિત્વમાં આવ્યું હોવાનું કહેવાય છે. 649ની સાલમાં વલ્લભીના રાજા મૈત્રકે પહેલાં મંદિરનો જીર્ણોદ્ધાર કરી તેના સ્થાને બીજું મંદિર બનાવ્યું. 725ની સાલમાં સિંધના આરબ શાસક જૂનાયદે તેની સેના લઈ મંદિર પર હુમલો કરી મંદિરનો નાશ કર્યો હતો.

પ્રતિહાર રાજા નાગભટ્ટ બીજાએ 815માં ત્રીજી વખત લાલ પથ્થર (રેતીયો પત્થર) વાપરી મંદિરનું નિર્માણ કર્યું. 1026ની સાલમાં મહંમદ ગઝનીએ સોમનાથના મંદિરના કિંમતી ઝવેરાત અને મિલકતની લૂંટ કરી હતી. લૂંટ કર્યા પછી મંદિરના યાત્રાળુઓની કતલ કરી અને મંદિરને સળગાવી તેનો વિનાશ કર્યો. તેનો બદલો લેતા પાટણનાં રાજા ભિમદેવ સોલકીએ સેનાં સાથે મહંમદ ગઝને કચ્છનાં રણમાં દફન કરી દિધો હતો. અને સન 1026માં સોમનાથનાં મંદિરનું નવ નિર્માણ કરવાનું શરૂ કર્યું. જે સન 1042માં પુર્ણ થયુ. ત્યારબાદ ગુજરાતનાં નાથ એવા સિધ્ધરાજ જયસિંહનાં સમયમાં મંદિરની સમૃદ્ધી સોળે કળાએ ખીલી ઉઠી હતી.

1297ની સાલમાં જ્યારે દિલ્લીના સુલતાન અલ્લાઉદ્દીન ખિલજીનાં સેનાપતિ મલેક કાફોરે ગુજરાતનો કબજો કર્યો ત્યારે ફરીથી એકવાર સોમનાથનો વિનાશ કરવામાં આવ્યો. ત્યારબાદ 1706ની સાલમાં મોગલ સાશક ઔરંગઝેબે ફરીથી આ મંદિર તોડી પાડ્યું. હતું. ફરીથી આ મંદિરને બનતા ત્રણ સદી જેટલો સમય લાગ્યો હતો.

આઝાદી બાદ 13 નવેમ્બર 1947માં ભારતના લોખંડી પુરૂષ અને પહેલા નાયબ વડાપ્રધાન સરદાર વલ્લભભાઈ પટેલે જુનાગઢનો પ્રવાસ કર્યો. ત્યારે તેમને જૂનાગઢનો પ્રવાસ અધૂરો લાગ્યો તેથી તેઓ સોમનાથ ગયા જ્યા તેમની તેમની સાથે ગુજરાતના જ્યોતિર્ધર કનૈયાલાલ મુનશી, કેન્દ્રના બાંઘકામના પ્રધાન કાકાસાગહેબ ગાડગીલ, અને જામનગરના રાજા જામસાહેબ પણ હતા. ત્યાં સૌએ દરિયા માંથી પાણીની અંજલી લઈને મંદિરના પુનરોધ્ધારનો સંકલ્પ જાહેર કર્યો. ત્યારે જામ સાહેબે રૂપિયા એક લાખનું દાન આપ્યું હતું.

મંદિરના પુનઃનિર્માણ પ્રતિજ્ઞા બાદ પાંચમી વખત બનાવેલા મંદિરના અવશેષોને દૂર કરીને આજનાં સોમનાથ મંદિરનું તેની મૂળ જગ્યા પર છઠ્ઠી વખત નિર્માણ થયું. 1948માં સોલંકી શૈલીથી બાંધેલું આજનું સોમનાથ – “કૈલાશ મહામેરુ પ્રાસાદ મંદીર” ગુજરાતના સોમપુરા કારીગરોની કલાનું અદભૂત પ્રદર્શન છે. આ મંદિરની ઉંચાઇ 175 ફુટની છે. શિખર પર કળશ અને ધ્વજ એ શિવતત્વની અનુભૂતી કરાવે છે. 1951માં ડો.રાજેન્દ્રપ્રસાદના હસ્તે સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી. 2000 વર્ષોથી શંકરની પૂજાની અતૂટ પરંપરા આ ક્ષેત્રમાં રહી છે.

ચિત્ર:Somnath temple ruins (1869)

ચિત્ર:Somnath temple-View2

ચિત્ર:Somnath Temple.jpg

ચિત્ર:Somnathtempledawn

Source: Internet

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.