પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા 12 જવાનોના પરિવારોએ કહ્યું – ‘અમારા દીકરાઓ શેર હતા, પણ કાયરોએ પાછળથી…’

0

14 ફેબ્રુઆરીનો દિવસ દેશના ઇતિહાસમાં કાળા દિવસ તરીકે લખાશે. જમ્મૂ-કાશ્મીરના પુલવામા જીલ્લામાં દેશનો અત્યાર સુધીનો સૌથી મોટો આતંકી હુમલો થયો છે. આ હુમલાની જવાબદારી જૈશ-એ-મોહમ્મદ આતંકી સંગઠને લીધી છે. આ સંગઠનના એક આતંકીએ આ હુમલાને અંજામ આપ્યો હતો.

પુલવામા આતંકી હુમલામાં દેશના સીઆરપીએફના 42 જવાનો શહીદ થયા છે. જ્યારે 45થી પણ વધારે જવાનો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. આ જવાનો પોતાની રજાઓ પૂરી કરીને પોતાની ફરજ પર પાછા ફરી રહયા હતા.

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા જવણોમાંથી 12 જવાનો ઉત્તરપ્રદેશના હતા. જેમના વિશે નીચે જણાવ્યું છે –

1. રમેશ યાદવ, વારાણસી 

વારાણસીના રમેશ કુમારના શહાદતના સમાચાર મોદી રાતે મળતા તેમનો આખો પરિવાર સંપૂર્ણપણે તૂટી ગયો હતો અને તેમને આઘાત લાગ્યો હતો. તેમના બાળકો છે, તેમને બાળકોને મળવાનું વચન આપ્યું હતું, પણ હવે એવું નહિ થાય.

2. અજિત કુમાર આઝાદ, ઉન્નાવ 

ઉન્નાવ કોટવાલીના લોકનગર મોહલા નિવાસી પ્યારેલાલના 35 વર્ષીય પુત્ર અજિત કુમાર આઝાદ, 115મી બટાલિયનમાં સીઆઈના પદ પર ફરજ બજાવતા હતા. અજિતા કુમારે જલ્દી જ ઘરે આવવાનું વચન આપ્યું હતું, પરંતુ હવે તે ક્યારેય ઘરે નહિ જઇ શકે.

3. કૌશલ કુમાર રાવત, આગ્રા 

કૌશલ કુમાર રાવત આગ્રાના નિવાસી હતા. ચાર દિવસ પહેલા જ તેઓની પોસ્ટિંગ કાશ્મીરમાં થઇ હતી. નોકરી મળવાથી તેમનો પરિવાર ખુશ હતો, પરંતુ હવે બધા શોકમાં ડૂબી ગયા છે.

4. મહેશ કુમાર, પ્રયાગરાજ 

પ્રયાગરાજના મહેશ કુમાર 118મી બટાલિયનમાં હતા. તેઓને બે બાળકો છે, જેઓ હજુ અભ્યાસ કરી રહ્યા છે. પાંચ દિવસ પહેલા જ તેઓ ઘરેથી નીકળયા હતા અને કહ્યું હતું જલ્દી જ આવીશ.

5. પ્રદીપ કુમાર, શામલી 

શામલીના પ્રદિપકુમારની શહાદતના સમાચાર સાંભળ્યા પછી તેમના મોટાભાઇ બોલ્યા કે આતંકવાદીઓને ઘરમાં ઘૂસીને મારી નાખશે. મારો ભાઈ એકલા બધા પર ભારે પડતે, પરંતુ હવે તે રહ્યો નથી.

6. પ્રદીપ સિંહ યાદવ, કન્નોજ

કન્નોજના પ્રદીપ સિંહ યાદવ 115મી બટાલિયનમાં પોસ્ટિંગ હતી. મોડી રાત શહાદતના સમાચાર સાંભળીને, દુ:ખનો પહાડ તેમના કુટુંબ પર તૂટી પડ્યો. તેમની બે દીકરીઓ છે, જે પિતા વગર અનાથ થઇ ગઈ છે.

7. રામ વકીલ, મૈનપુરી 

મૈનપુરી રામ વકીલે તેમના પરિવારને વચન આપ્યું હતું કે તે ટૂંક સમયમાં જ પાછા આવશે, કારણ કે તેમને એક ઘર બનાવવાનું છે, પરંતુ હવે આ વચન તૂટી ગયું છે.

8. અવધેશ યાદવ, મુઘલસરાઈ

અવધેશ યાદવ મુઘલસરાઈના નિવાસી હતા. અવધેશની માતા કેન્સરના દર્દી છે. અવધેશ તેમની સારવાર કરાવી રહયા હતા, પરંતુ હવે એવું નહીં થાય. માતાની રડી રડીને ખૂબ જ ખરાબ હાલત થઇ ગઈ છે.

9. પંકજ ત્રિપાઠી, મહારાજગંજ 

પંકજ ત્રિપાઠીના પરિવારની હાલત ખૂબ જ ખરાબ છે. તેમના પરિવારનું કહેવું છે કે તેમનો પુત્ર શેર હતો અને આતંકવાદીઓએ છુપાઈને હુમલો કર્યો, નહિ તો તેમની ખેર ન હોત.

10. શ્યામ બાબુ, કાનપુર દેહાત 

શ્યામ બાબુ કાનપુર દેહાતના નિવાસી છે. છેલ્લા 12 વર્ષથી શ્યામ બાબુ આર્મીમાં છે. તેઓને બે બાળકો છે. હવે તેમના બાળકો અને તેમની પત્નીની દુનિયા બરબાદ થઈ ગઈ.

11. વિજય મોર્ય, દેવરિયા 

દેવરિયાના વિજય મૌર્યને સીઆરપીએફની 92 મી બટાલિયનમાં તૈનાત કરવામાં આવ્યા હતા. મોડી રાતે તેમની શહાદતના સમાચાર સાંભળીને, તેમના પરિવાર પર દુ:ખનો પહાડ તૂટી પડ્યો છે.

12. અમિત કુમાર, શામલી 

અમિત કુમાર શામલીનો નિવાસી છે. અમિત કુમાર ઘરમાં સૌથી નાનો હતો, જેના કારણે બધા તેને ઘણો પ્રેમ કરતા હતા. અમિત કુમારના શહીદ થવાથી આખો પરિવાર ગમગીન છે.

ભાવુક પરિવારજનોએ કહી આ વાતો 

પુલવામા આતંકી હુમલામાં શહીદ થયેલા યુપીના 12 જવાનોના પરિવારજનોની હાલત રડી-રડીને ખરાબ થઇ ગઈ છે. ત્યારે મીડિયા સાથે વાતચીત દરમ્યાન તેઓએ કહ્યું હતું, અમારા દીકરાઓ શેર હતા, આતંકીઓએ કાયરોની જેમ પાછળથી હુમલો કર્યો. જો સામે આવતે તો અમારા એક-એક દીકરાઓ 15-15 પર ભારે પડતે. આમ કહેતા જ પરિજનો રડવા લાગ્યા. કન્નોજની નાની-નાની દીકરીઓ બોલી કે અમને પિતાની શહાદત પર ગર્વ છે. જો પિતા પાછા આવશે તો હું પણ દેશની સેવા કરીશ. શહીદ થયેલા જવાનોમાંથી કોઈએ ઘર બનાવવાનું વચન આપ્યું હતું તો કોઈએ ઘરે જલ્દી આવવાનું વચન આપ્યું હતું, પરંતુ તેઓ હવે હંમેશા માટે અમર થઇ ગયા છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here