૧૧ જુન,૨૦૧૮નું રાશિફળ..જાણો આજે તમારો દિવસ કેવો રહેશે..

1. મેષ (Aries): નોકરી અને બીઝનેસ માં નવું કામ કરવાનો પ્રયત્ન કરશો તો સફળ થઇ શકો છો. ચંદ્રમાં ની સ્થિતિ આપની રાશિ માટે સારી છે. મેષ રાશિ ના લોકો ઘણી પ્રકાર ના વિચાર થી ડીસ્ટર્બ થઇ શકે છે. દિવસ થોડો પરેશાની વાળો હોઈ શકે છે. આપ કોઈ પ્રેમ સંબંધ માં હોય તો તે આગળ વધી શકે છે. કોઈ ને લવ પ્રેપોઝલ દેવું હોઈ તો આપી દેજો. જોખમ ભર્યા સોદા ન કરવા. થાક અને આળસ રહેશે.
શુભ અંક : ૭
શુભ રંગ  : ગુલાબી 

2.વૃષભ (Taurus): રોજીંદા જીવન માં પરિવર્તન આવે તેવો યોગ જણાય છે. ઘણા લોકો થી મુલાકાત અને વાતચીત થઇ શકે છે. આજે આપને થોડું કષ્ટ લેવું પડશે. બે તરફી વાતો થી બચવું. પ્રેમ સંબંધ માં પહેલે થી સંબંધ શરુ કરવા નું મન થશે. પાર્ટનર થી સહયોગ અને પૈસા મળી શકે છે. દાંપત્યજીવન માં રોનક આવશે. બીઝનેસ માં નવી યોજના બનવાના યોગ છે. લેવડ દેવળ માં સાવધાની રાખજો. ગળા સંબંધી રોગ થવા નો યોગ છે.
શુભ અંક : ૨  
શુભ રંગ  : સોનેરી

3. મિથુન (Gemini): કોઈ મોટી ઓફર પણ આજે આપને મળી શકે છે. આપની ઈચ્છાઓ અને જરૂરતો વધી શકે છે. ધન લાભઃ ના યોગ છે. ખુબ વધુ પૈસા ખર્ચ ન કરવા. પરિવાર માં વિવાદ અને તણાવ ની સ્થિતિ બની શકે છે. પ્રેમી થી પણ આપની અપેક્ષા વધી શકે છે. જીવનસાથી ની સાથે ફરવા જશો. આપના માટે દિવસ શુભ રહેશે. બીઝનેસ માટે સમય સારો છે. નિવેશ થી ફાયદો થઇ શકે છે. આપની તબિયત સામાન્ય રહેશે.
શુભ અંક : ૮
શુભ રંગ  : વાયોલેટ
4. કર્ક (Cancer): કર્ક રાશિ વાળા માટે ચંદ્રમાં શુભ રહેશે. જરૂરી કામ સમય સર પુરા કરી શકશો. સમજદાર લોકો દ્વારા સમ્માન મળવા ના યોગ છે. મન માં કોઈ વ્યક્તિ માટે નેગેટીવ ઈમેજ બની શકે છે. કોઈ સાથે દલીલ કે ઝગડો પણ થઇ શકે છે. માટે સાવધાન રહેવું. પ્રેમી આપ પર મોહિત થઇ શકે છે. પૈસા અને સુખ ના વિષય માં દિવસ આપના માટે અનુકુળ થઇ શકે છે. પિતા ની તબિયત ને લઈને ટેન્શન વધી શકે છે.
શુભ અંક : ૫ 
શુભ રંગ  : ભૂરો
5. સિંહ (Lio): કોઈ ખાસ વિષય પર કિસ્મત નો સાથ મળે. આપના માટે દિવસ સારો રહેશે. કરિયર ના નવા રસ્તા સામે આવશે. કોઈ કામ ને કરવા માટે આપને એક્સ્ટ્રા ખર્ચ કરવો પડે. પ્રેમ સંબંધ માં અનબન થઇ શકે છે. કોઈ નવી પ્રેમગાથા શરુ થઇ શકે છે. પાર્ટનર ને કોઈ સરપ્રાઈઝ આપજો. લવ લાઈફ ના વિષય માં દિવસ સારો રહેશે. આપના કામકાજ ના વખાણ થઇ શકે છે.બાળકો ની તબિયત નું ધ્યાન રાખજો.
શુભ અંક : ૪
શુભ રંગ  : લીલો
6. કન્યા (Virgo): નોકરી અથવા કારોબાર માં કઈક નવું કરવા નો પ્રયત્ન કરશો. કોઈ ખાસ કાર્ય માટે જોખમ પણ લઇ શકો છો. વ્હીકલ માં કામ આવી શકે છે. વાહન ને રીપેર કરવું પડે. કુંવારા લોકો ને વિવાહ નો પ્રસ્તાવ મળી શકે છે. લવ લાઈફ માટે સારો દિવસ હશે. બીઝનેસ કરવા વાળા લોકો એ સાવધાન રહેવું પડશે. વિચારી ને નિવેશ કરવો જોશે. વિધાર્થીઓ ને ઓછી મહેનત માં સારી સફળતા મળવા ના યોગ છે. સમય સર જરૂરી ચેકઅપ કરાવતું રહેવું.
શુભ અંક : ૩
શુભ રંગ  : ગુલાબી 7. તુલા (Libra): તુલા રાશિ માટે તારાઓ ની સ્થિતિ સારી છે. આપના વ્યક્તિત્વ અને જીવનશૈલી માં સારો બદલાવ થવા ની સંભાવના છે. સાસરીયા અથવા માતા પિતા તરફ થી આપને મદદ મળી શકે છે. જયા સુધી બની શકે તણાવ ન લેવો.લવ લાઈફ માટે દિવસ સામાન્ય રહે. પાર્ટનર ની વાત ને લઈને આપ ખુબ સંવેદનશીલ થઇ શકો છો. નોકરિયાત લોકો માટે સમય ઓછો અનુકુળ છે. દલીલ થવા ના યોગ છે. તબિયત માટે દિવસ ઠીક રહેશે.
શુભ અંક : ૯
શુભ રંગ  : પીળો
8. વૃશ્ચિક (Scorpio): ચંદ્રમાં આપના માટે સારા રહેશે. કોર્ટ- કચેરી અને વિવાદ માં સફળતા ના યોગ બની રહ્યા છે. પૈસા ની સ્થિતિ માં સુધાર કરવા માટે થોડા વિસય માં ટેન્શન થઇ શકે છે. જીવનસાથી ની સાથે ફરવા જવાનું થાય. વિધાર્થીઓ માટે દિવસ સારો રહેશે. વિચારેલા કામ પુરા કરવા માં કોઈ રીતની મદદ મળી શકે છે. તબિયત ના વિષય માં આપનો દિવસ સામાન્ય રહેશે. ખાવા- પીવા માં ધ્યાન આપવું.
શુભ અંક : ૬
શુભ રંગ  : જાંબુની
9.ધન (Sagittarius): આર્થિક ફાયદા થવા નો યોગ બની રહ્યો છે. અચાનક ધન લાભ થઇ શકે છે. આપ પર કોઈ પ્રકાર ની જવાબદારી આવી શકે છે. આજ આપને મહેનત વધુ કરવી પડે. દિવસ ની શરૂઆત સારી રહેશે. જીવનસાથી થી પ્રેમ થશે. નિવેશ કરતાં પહેલા અનુભવી લોકો થી સલાહ લેશો તો વધુ ધન લાભ થશે. માતા ની તબિયત ને લઈને સાવધાન રહેવું. આપને ભાગ દોડ કરવી પડે.
શુભ અંક : ૫
શુભ રંગ  : સફેદ 
10. મકર(Capricorn): આજે આપનું કામ ઝડપી હશે. પરિસ્થિતિઓ ધીમે ધીમે આપના ફેવર માં હશે. આજ આપ આપના સાથે રહેતા  અથવા આસપાસ ના લોકો ની મદદ કરશો. આજ આપ કોઈ પણ કામ મન લગાવી અને સાવધાનીપૂર્વક કરવું. પ્રેમીઓ ને ફરવા જવાની તક મળી શકે છે. પ્રેમી ને સમય દેવો પડશે. ધન હાની ની સંભાવના છે માટે સાવધાન રહેવું, કોઈ અજાણ્યા પર ભરોસો કરવા થી બચવું.
શુભ અંક : ૪
શુભ રંગ  : વાદળી
11. કુંભ (Aquarius): કિસ્મત આપની સાથે રહેશે. આમદની વધવા નો નવો આઈડિયા મળી શકે છે. નવી વાતો પણ જાણવા મળે. ઘર- પરિવાર માં થોડી પરેશાની ની સ્થિતિ બની સકે છે. એવું થઇ શકે કે કોઈ આપનો વિરોધ કરે. નાની- મોટી વાતો ને જતું કરો. કુંભ રાશિ વાળા ને લવ લાઈફ માટે સારો સમય કહી શકાય છે. જુના નિવેશ થી ફાયદો મળી શકે છે. કમ્પ્યુટર ફિલ્ડ થી જોડાયેલા લોકો માટે સમય સારો છે.
શુભ અંક : ૯
શુભ રંગ  : લાલ
12. મીન (Pisces): ગોચર કુંડળી ના અનુસાર ચંદ્રમાં ની અસર આપના મુખ પર થશે. મીઠું બોલી ને આપ આપનું કાર્ય પૂરું કરાવી શકે છે. આપ દિવસ ભર વ્યસ્ત રહેશો. ગુસ્સા માં કોઈ ખોટો નિર્ણય ના લેવો. લવ લાઈફ થી જોડાયેલો કોઈ મોટો નિર્ણય ના લેવો. ભાવનાત્મક રીતે સંતુલિત સ્થિતિ હોય, ત્યારે વાત કરવી, આપના માટે સારું રહેશે. આપનો કારોબાર વધી શકે છે. વિધાર્થીઓ ને માનસિક તણાવ થઇ શકે છે.
શુભ અંક : ૧
શુભ રંગ  : કેસરી

Author: વિશાલ શાસ્ત્રી (જ્યોતિષ)
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ ..😊

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!