11 વર્ષના આ ગુજરાતી છોકરો કમાય છે મહિને આટલા, અમિતાભ કહે મને તો ફક્ત 2 જ રૂપિયા મળતા

0

કોન બનેગા કરોડપતિ સીઝન 10 માં બાળ દિવસ પર ખાસ એપિસોડ આવ્યો હતો. બુધવારે આ એપિસોડ પબ્લિશ થયો હતો. ગુજરાતમાં અમદાવાદમાં રહેવા વાળો ગજેન્દ્ર આહીર ફાસ્ટેસ્ટ ફિંગર સ્ટાર્ટ જીતીને હોટ સીટ પર પહોંચ્યો હતો. તમને જણાવી દઈએ કે ગજેન્દ્ર ની ઉમર 11 વર્ષની છે અને 7 મું ભણે છે.હોટ સીટ પર પહોંચ્યા પછી અમિતાભ બચ્ચન ગજેન્દ્ર ને કહે છે કે એમને બધા જુગાડુ કહીને બોલાવે છે. આ વાત પર ગજેન્દ્ર કહે છે કે એની પાસે બધી જ પ્રોબ્લેમ નું સોલ્યુશન છે. બધા દોસ્તો એની જ મદદ લે છે એટલે લોકો જુગાડુ કહે છે. ગજેન્દ્ર કહે છે કે એનો ફેવરિટ સબ્જેક્ટ ગણિત છે.જાણીને અમિતાભ બચ્ચન હેરાન થઇ જાય છે અને કહે છે કે કોઈ પણ વ્યક્તિને ગણિત ફેવરિટ કઈ રીતે હોઈ શકે..

અમિતાભ બચ્ચન કહે છે કે “મેં એવો પહેલો છોકરો જોયો જેને ગણિત ખુબ પસંદ છે. મારા ઘરે જે છોકરાઓ છે એને ગણિત જરા પણ નથી પસંદ” ગજેન્દ્ર કહે છે કે એને સાયન્સ બિલકુલ પસંદ નથી. ગજેન્દ્ર શેતાની કરવામાં ખુબ આગળ છે. સ્કૂલ માં ઘણી વાર શેતાની કરતા પકડાઈ જાય છે.

ગજેન્દ્ર કહે છે કે એ જુગાડ કરીને મહિને 200-300 રૂપિયા કમાઈ લે છે. જેમકે કોઈ પણ ફોન રીપેર કરીને કે પછી કોઈ વસ્તુ રીપેર કરીને પૈસા કમાય છે. આના સિવાય ઘરવાળા એમને રોજ 10-20 રૂપિયા પોકેટ મની આપે છે. અમિતાભ બચ્ચન પોતાનું બાળપણ યાદ કરતા કહે છે કે તેને માત્ર 2 રૂપિયા પોકેટ મની મળતી જેમાં આખો મહિનો કાઢવો પડતો

ગજેન્દ્ર મોટો થઈને સોફ્ટવેર એન્જીન્યર બનવા માંગે છે. ગજેન્દ્ર નો જવાબ સાંભળીને અમિતાભ કહે છે કે નાની ઉમર માં જ પોતાનું ભવિષ્ય નક્કી કરી લેવું મોટી વાત કહેવાય છે. આ ઉંમર માં તો પાયજામા માં નાડું બાંધવું પણ નથી આવડતું હોતું. 11 વર્ષના ગજેન્દ્ર 6.40 લાખ રૂપિયા જીતવામાં સફળ થઇ જાય છે.

ગજેન્દ્ર 12 માં પ્રશ્ન નો જવાબ ન આપી શક્યો કારણકે એની ચારેય લાઈફલાઈન ખતમ થઈ ગઈ હતી.

Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here