11 સપ્ટેમ્બર 2018, રાશિફળ – બધી રાશિઓ માટે, કુંભ અને વૃષભ રાશિના જાતકો ખાસ વાંચો .. …

0

1. મેષ – અ,લ,ઈ (Aries): આજે તમે જેટલું પણ કામ પૂર્ણ કરવાનું વિચાર્યું છે તેમાં બાધા આવશે. ઓફિસમાં કામના વધારાના કારણે માથાનો દુખાવો રહેશે. આજે કોઈપણનું પૈસાનું નુકશાન થાય એવી સલાહ આપતા પહેલા વિચારજો. શેર માર્કેટમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો લાંબાગાળે થતા ફાયદામાં રોકાણ કરો. મહિલા મિત્રો માટે આજનો દિવસ કૈક નવીન કરવાનો દિવસ છે. આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવો.
શુભ અંક : ૧
શુભ રંગ : આસમાની

2.વૃષભ – બ,વ,ઉ (Taurus): પ્રેમીઓ માટે આજનો દિવસ શુભ રહેશે. બંનેને એકબીજા સાથે સમય વિતાવવાની તક મળશે. જયારે જયારે તક મળે તમારા સાથી કર્મચારી અને ઉપરી અધિકારી જેમણે તમને મદદ કરી હોય તેમનો આભાર આજે જરૂર માનજો. આજે ભવિષ્યમાં ફાયદો થાય એવું રોકાણ કરી શકો તમારા માતા પિતા અને અનુભવી મિત્રોને સાથે જરૂર રાખજો. આજે સાંજે કોઈ ખુશખબરી તમને તમારા બાળકો તરફથી મળશે. આજે પૈસા કરતા સંબંધોને વધુ મહત્વ આપજો.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):આજના દિવસની શરૂઆત બાળકો અથવા તમારા મનપસંદ વ્યક્તિના ચહેરાને જોઇને કરો. આજના દિવસની શરૂઆત ધમાકેદાર રહેશે. ઓફિસમાં આજે તમારા દરેક અટકેલા પ્રોજેક્ટ પૂર્ણ થશે. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે બાળકોની અને તમારી જાતની તકેદારી રાખજો. પ્રેમીઓ માટે આજનો દિવસ આમ તો સારો છે પણ ક્યારેક તમારી વધારે પડતી કેર તમારા પ્રિયજન તમને ઇગ્નોર ના કરે. જે પણ મિત્રોને જીવનસાથી સાથે કોઈ અણબનાવ બનેલો છે તેમણે આજે તમારા જીવનસાથીને મનાવી લેવા જોઈએ. આજે કોઈપણ રોકાણ કરવાનું નથી.
શુભ અંક : ૩
શુભ રંગ : નારંગી

4. કર્ક – ડ,હ (Cancer): આજે તમે જો કોઈ કાયદાકીય કે પોલીસના ચક્કરમાં પડવા ના માંગતા હોવ તો કોઈ અજાણ્યાની અને તમને ના ખબર હોય એવી વાતોમાં ના પડતા. આજે તમારા સંતાન તરફથી તમને નિરાશા મળશે. જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે. માતા પિતા તરફથી તમને આજે સપોર્ટ મળશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લીલો

5. સિંહ – મ,ટ (Lio):આજે કોઈપણ અફવા ઉપર તમારે ધ્યાન આપવાનું નથી. આજે શક્ય હોય તો ટ્રાય કરો કે મિત્રોને મદદરૂપ થઇ શકો. આજે તમારો દિવસ થોડો તણાવથી ભરપુર રહેશે જેના લીધે તમને માથાનો દુખાવો થઇ શકે છે. આજે ઓફિસમાં કોઈ ઉપરી અધિકારી તરફથી તમને પરેશાની થઇ શકે છે. વધુ વિચાર ના કરતા તમારું દરેક કામ પરફેક્ટ કરો જેથી કોઈ તમારા કામમાં ત્રુટી બતાવે નહિ. દિવસનો અંતિમ ભાગ તમારા પરિવાર સાથે વિતાવો જે તમને ફ્રેશ કરશે. આવતીકાલ માટે અત્યારથી જ તૈયારી કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : ગુલાબી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo): આજનો દિવસ તમારે ખૂબ સાવધાનીથી પસાર કરવાનો છે કોઈની પણ વાતમાં આવીને તમારાથી ખોટું પગલું ભરાઈ ના જાય તેનું ધ્યાન રાખજો. આજે તમારે કોઈપણ નિર્ણય એકલાહાથે લેવાનો નથી આજે કોઈ નજીકના મિત્ર અથવા તો પરિવારના વડીલોની સલાહ લઈને જ નિર્ણય કરજો. તમારો એક ખોટો નિર્ણય તમારી મુશ્કેલી વધારી દેશે. આજે તમને પૈસાની તંગીનો પણ અનુભવ થશે તો આજે તમારે કોઈપણ જાતના નેગેટીવ વિચાર કરવાના નથી. તમે પૈસા કેવીરીતે કમાવવા તેના અવનવા રસ્તા શોધો. અને ઈશ્વરનું નામ અને વડીલોના આશીર્વાદથી કામ શરુ કરો. પરિવારનો પ્રેમ અને સહકાર તમને આગળ આવવામાં મદદ કરશે.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

7. તુલા – ર,ત (Libra):આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. મુસાફરીના કારણે તમારા જીવનસાથી સાથે દુરી વધી જશે જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. તમે ઘરે પરત ફરતા તમારા પાર્ટનર માટે કોઈ સારી ભેટ લઇ જાવ. આજે ગૃહિણીઓ માટે પણ સારો દિવસ છે આજે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો.
શુભ અંક : ૧
શુભ રંગ : લીલો

8. વૃષિક – ન,ય(Scorpio):આજે નોકરી કરતા મિત્રો માટે ખૂબ સાવધાનીથી દરેક કામ કરવાનો દિવસ છે તમારી એક ભૂલ તમને મોટું નુકશાન પહોચાડી શકે છે. આજે મિત્રશત્રુઓથી સાવધાન રહો તેઓ તમારા કામમાં અડચણ બની શકે છે. ઉંમરલાયક મિત્રો પોતાના સ્વાસ્થ્યનું આજે વિશેષ ધ્યાન રાખે. દવા અને ઉપચાર સમયસર કરાવી લેવા એમાં લાપરવાહી કરશો નહિ. આજે પૈસા બનાવવા માટેની તક સામે ચાલીને આવશે તો એ તકને ઝડપી લેજો. થોડી મુશ્કેલી આવશે પણ મનને એકદમ શાંત રાખીને આગળ વધજો. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius): આજે વાતાવરણના કારણે તમારી તબિયત નરમ ગરમ રહેશે બની શકે તો ટ્રાય કરો કે ઓફિસમાં અને કામની જગ્યાએ આજે રજા રાખો. લાંબા સમયથી ચાલી રહેલી તકલીફમાં આજે રાહત રહેશે. જુના મિત્રો અને દુરના પરિવારજનોનો સંપર્ક કરો. જે પણ મિત્રો આજે કોઈને પ્રપોઝ કરવા માટે તૈયારી કરી રહ્યા છે તેમના માટે આજે થોડી રાહ જોવી પડશે પણ તેનું પરિમાણ તમને જરૂર સારું મળશે. વધુ વિચાર ના કરતા તમારું દરેક કામ પરફેક્ટ કરો જેથી કોઈ તમારા કામમાં ત્રુટી બતાવે નહિ. દિવસનો અંતિમ ભાગ તમારા પરિવાર સાથે વિતાવો જે તમને ફ્રેશ કરશે. આવતીકાલ માટે અત્યારથી જ તૈયારી કરો.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

10. મકર – જ, ખ (Capricorn): .બને એટલું જલ્દી તમારું વજન ઓછું કરવા માટેના પ્રયત્નો શરુ કરો નહિ તો કોઈ મોટી બીમારી તમારા શરીરમાં ઘર કરી જશે અને એ ખુબ ખર્ચાળ પણ રહશે. જો લાંબા સમયગાળાથી તમારા પૈસા ક્યાંક ફસાયેલા છે તો તે આજે પરત આવી શકે છે. આજનો દિવસ આપની માટે ખુબ સુંદર અને પ્રેમ ભર્યો રહેશે. આજે તમારી સાથે કામ કરતા લોકો પણ આજે તમારાથી આકર્ષિત થશે. તમારે આજે કોઈને પણ ઉધાર પર પૈસા આપવાના નથી. તમારા માટે આજે તમારા સંતાનો કોઈ પ્લાન બનાવી રહ્યા હશે. આજે દિવસનો અંત કોઈને કોઈ ધાર્મિક કાર્યથી થશે જેનાથી તમારા મનને શાંતિ મળશે.
શુભ અંક : ૯
શુભ રંગ : આસમાની

11. કુંભ – ગ,શ,સ(Aquarius): આજે કામના સ્થળે દરેક મિત્રો અને તમારા બોસ તમારા નવા આપેલા આઈડિયાથી ખુશ રહેશે. આજે તમારી સફળતાનો દિવસ છે તો તેને સંપૂર્ણ રીતે માણો. તમારા દ્વારા આપવામાં આવેલા નવા વિચારોથી તમારી આવકમાં પણ વધારો થશે. જે મિત્રો પોતાનો પગાર વધારવા માટે એપ્લાય કરવાનું વિચારે છે તેઓની માટે આજે સારો સમય છે. આજે તમે થોડી નવી વસ્તુઓની ખરીદી પણ કરી શકો છો. આજે પરિવારમાં કોઈની તબિયત બગડે તેવા યોગ બની રહ્યા છે તો તેમની તકેદારી વિશેષ રાખજો. આજે તમારે કોઈનું મન દુભાવવાનું નથી. આજનો દિવસ વ્યસ્તતાથી ભરપુર રહેશે. આર્થિક સ્થતિ સધ્ધર બનશે.
શુભ અંક : ૭
શુભ રંગ : સફેદ

12. મીન – દ,ચ,જ,થ(Pisces): આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ :

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધીશુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

૧. આ વર્ષે પૈસા કમાવવા માટે ઘણી બધી તક સામે ચાલી ને આવશે તમારે જરૂરત છે ફક્ત યોગ્ય સાવચેતી રાખીને એ તક જડ્પવાની. તમારે મિત્રો અને વડીલોની સલાહથી અમુક પ્રોજેક્ટ શરુ કરવાના છે. નવા પ્રોજેક્ટ માટે પણ આ વર્ષ તમારી માટે સારો સમય છે.

૨. આ વર્ષે તમને ઘણા લોકો તમારા કામથી તમને ઓળખશે, લોકોની ભીડમાં તમે ઓળખાતા થશો. તમે બહુ પહેલા કરેલું કોઈ રોકાણ આજે તમને ઘણો ફાયદો અપાવશે. આ વર્ષે તમારી આર્થિક સ્થિતિ વધારે મજબુત થશે.

૩. આ વર્ષે દિવાળી પછી પરિવાર સાથે કોઈ લાંબા પ્રવાસે જવાના યોગ બની રહ્યા છે. યાત્રા દરમિયાન વડીલોની તબિયત અને જરૂરી કાગળ સાચવીને રાખો.

૪. વધુ પડતો બિન્દાસ સ્વભાવ તમારી માટે મુશ્કેલી ઉભી કરી શકશે. અમુક લોકો તમારાથી નારાજ થઇ શકે છે. તમારે આ વર્ષે મિત્રો પાછળ થોડો ખર્ચ વધી શકે છે. જુના મિત્રોને મળો અને જુના દિવસો યાદ કરો.

૫. જો લાંબા સમયથી કોઈ સગા વહાલા સાથે તમારે અબોલા ચાલી રહ્યા છે તો તેનો અંત તમારે જ લાવવાનો રહેશે. માફી માંગી રહ્યા છે એ તો માફી આપો અને જો તમારે માફી માંગવી પડે તો પહેલ કરવામાં કાઈ ખોટું નથી.

૬. તમારા ભવિષ્યના જે પ્લાન છે એ લોકોને અત્યારથી જણાવશો નહિ. તમારા વિચારો ચોરી થઇ શકે છે માટે તમારા કાર્યક્ષેત્રમાં પણ સાવધાની રાખો. તમારા મિત્રો તમને સાચી સલાહ આપશે તો કોઈપણ મહત્વનો નિર્ણય કરતા પહેલા તેમની સલાહ લેવાનું રાખો.

૭. આ વર્ષનો અંત તમારી માટે ખુશીઓથી ભરપુર રહેશે. તમારા સંતાનો અને જીવનસાથી તરફથી તમને આ વર્ષે સારા સમાચાર મળશે જેનાથી તમને ખુબ ખુશી મળશે. તમારી સફળતામાં તમારા દરેક પરિવારજનોને અને દુરના મિત્રોને સામેલ કરો.

લેખન : જ્યોતિષ આચાર્ય આનંદ.

ઈશ્વર હમેશા તમારી સાથે જ રહે. અને આપનો આવનારો સમય આજના સમય કરતા પણ સારો રહે તેવી આશા.

આજનો વિચાર :

જયારે તમને એવો વિચાર આવે કે હવે જીવનમાં જીવવા જેવું નથી ત્યારે એક નવી શરૂઆત તમારી રાહ જોઇને ઉભી હશે…

Posted By: GujjuRocks Team
દરરોજ રાશી ભવિષ્ય વાંચવા માટે મુલાકાત લો સવારે આપણા “GujjuRocks – ગુજ્જુરોક્સ” પેજ ની.. લાઈક કરવાનું ભૂલતા નહિ. આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here