11 મુખી હનુમાનજીના સ્વરૂપની પૂજાથી થશે દરેક સમસ્યા દુર, વાંચો કેવા સ્વરૂપના દર્શનથી કેવા લાભ મળશે…

0

હનુમાનજી એકમાત્ર એવા ભગવાન છે જે આજે કલિયુગમાં પણ ધરતી પર વાસ કરે છે. તેઓ એટલા શક્તિશાળી અને પ્રતાપી છે કે એકવાર તેમનું નામ માત્ર લેવાથી ભક્તની દરેક તકલીફો અને સમસ્યા દુર થઇ જાય છે. હનુમાનજીના જે પણ ભક્ત સાચા મનથી તેમની ભક્તિ કરે અને તેમને યાદ કરે તેમની બધી મુશ્કેલીઓ દુર થઇ જાય અને તેમની બધી મનોકામના પૂરી થઇ જાય. હનુમાનજીના ભિન્ન રૂપ હોય છે અને બધાની પૂજા અર્ચનાનું અલગ અલગ મહત્વ હોય છે. આજે અમે તમને હનુમાનજીની ૧૧ મુખવાળી મૂર્તિઓની પૂજા વિષે જણાવીશું, જેનાથી તમારી મનોકામના પૂરી થઇ જશે.

પૂર્વમુખી : પૂર્વ તરફ મુખ કરેલ હનુમાનજીને વાનર કહેવામાં આવે છે. તેમનું તેજ કરોડો સૂર્ય સમાન હોય છે. જો ઘરમાં કે મંદિરમાં ક્યાંયપણ તેમની પૂજા કરવામાં આવે છે તો તમારા શત્રુ તમારાથી ડરીને ભાગી જાય છે. જો તમારા શત્રુઓમાં વધારો થઇ રહ્યો છે તો પૂર્વમુખી હનુમાનજીની પૂજા કરવી જોઈએ. તેનાથી તમને વિજય પ્રાપ્ત થશે.

પશ્ચિમમુખી : પશ્ચિમ મુખવાળા હનુમાનજીને ગરુડ માનવામાં આવે છે. ગરુડ એ વિષ્ણુ ભગવાનનું વાહન છે એટલે તેઓ અજર અમર હોય છે. આવામાં જો આ હનુમાનજીની પૂજા કરીએ છીએ તો તેનાથી તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને હનુમાનજીના આશીર્વાદ તમને મળશે. તમારું શરીર તો સ્વસ્થ રહેશે જ સાથે સાથે તમારી ઉંમર પણ લાંબી થાય છે.

ઉત્તરામુખી : તમારી જે પણ સારી ભાવના છે જે પણ મંગલ કામના છે એ ઉત્તરામુખી હનુમાનજીની પૂજા કરવાથી પૂરી થશે. ઉત્તર તરફ મુખ રાખેલ હનુમાનજીને શુક્ર માનવામાં આવે છે. તેમની પૂજાથી ધનલાભ થાય છે. નીરોગી શરીર રહે છે, ઉમર લાંબી થાય છે અને માન પ્રતિષ્ઠામાં વધારો થાય છે.

દક્ષીણમુખી હનુમાન : ભય, ચિંતા, ગભરામણ જેવી મુશ્કેલીઓ હોય તો દક્ષિણામુખી હનુમાનજીની પૂજા કરવાથી તમને ફાયદો મળશે. આ હનુમાનજીને નરસિંહ માનવામાં આવે છે. દક્ષીણ દિશા એ નકારાત્મક અને ખરાબ શક્તિની દિશા માનવામાં આવે છે. પોતાના ઘરમાં ઉત્તર દિશાની દિવાલ પર દક્ષીણ મુખી હનુમાનજીનો ફોટો લગાવવો. આનાથી બીક લાગવી, ગભરામણ થવી વગેરે જેવી સમસ્યામાંથી છુટકારો મળશે.

ઉધર્વમુખ : આ મુખનો અર્થ છે કે ઘોડા જેવું હોવું. હનુમાનજીનું આ સ્વરૂપ બ્રહ્માજીની પ્રાર્થનાથી પ્રગટ થયેલ છે. હનુમાનજીના આ મુખ સાથે હયગ્રીવદૈત્ય નો સંહાર કરવા માટે પ્રગટ થયા હતા. આ હનુમાનજીના ફોટોને ઘરમાં લગાવીને તમારા બગડેલા કામ બનવા લાગશે.

પંચમુખી હનુમાન : રામાયણમાં પંચમુખી હનુમાનનું વર્ણન જોવા મળે છે. જયારે રામ અને લક્ષ્મણને કૈદ કરી લેવામાં આવે છે ત્યારે તેમને છોડવા માટે હનુમાનજી પંચમુખી સ્વરૂપ ધારણ કરે છે. આવું એટલા માટે કારણ કે અહિરાવણને પાંચ મુખનો દિવો કર્યો હતો જેને એકસાથે ફૂંક મારવાથી જ અહિરાવણનો વધ થઇ શકે એમ હતો. એ સમયે હનુમાનજીએ પાંચ મુખનું રૂપ ધારણ કર્યું હતું અને એકસાથે પાંચ દિવા બુજાવી દીધા હતા. પંચમુખી હનુમાનજીની પૂજા કરવાથી બધી મંગલકામના પૂરી થઇ જાય છે.

એકાદશી હનુમાન : રુદ્ર એટલે કે શિવજીના અગિયારમાં અવતાર છે. એકાદશી હનુમાન કાલકારમુખ નામના ભયાનક રાક્ષસનો અંત કરવા માટે એકાદશ મુખ સ્વરૂપ ધારણ કર્યું હતું. એકાદશી એટલે કે અગિયારસના દિવસે પંચમુખી અને એકાદશી હનુમાનજીની પૂજા કરવામાં આવે છે.

વીર હનુમાન : પરાક્રમી હનુમાનજી વીર અને બળના પ્રતિક છે. તેમના આ રૂપની પૂજા કરવાથી વ્યક્તિને બળ, બુદ્ધિ અને આત્મવિશ્વાસ મળે છે.

ભક્ત હનુમાન : પ્રભુ રામ પોતાને હનુમાન વગર અધૂરા માને છે. તમને હનુમાનજીની આ મૂર્તિ કે ફોટો સરળતાથી મળી રહેશે. આના માટે તમારે ભગવાન રામ, માતા સીતા અને લક્ષમણના ચરણોમાં હનુમાનજી હોય એવો ફોટો પસંદ કરવો.

દાસ હનુમાન : હનુમાનજી પોતાને પ્રભુ રામના ફક્ત ભક્ત જ નહિ પણ દાસ પણ માને છે. તેમના મોટા ભાગની તસ્વીરમાં તેઓ પ્રભુ શ્રીરામના ચરણોમાં બેઠલા દેખાય છે.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here