11, માર્ચ- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો આજે આજે મેષ રાશિના જાતકો મિત્રોને સમય ફાળવશે, જાણો આજે શું સારું થવાનું તમારી સાથે એ પણ !!!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે પૈસા કમાવવા માટે અનેક અદ્ભુત સોર્સ તમને મળશે, પણ તમે વિચાર્યું હશે એટલો ફાયદો નહિ મેળવી શકો. પારિવારિક જીવન માટે આ સમય ઘણો સારો છે. પરિવાર સાથે ખુશીઓ ઉજવી શકશો. સમાજમાં તમારી નામના થશે તમને માન સન્માન મળશે. દાંપત્યજીવનમાં આજે તકેદારી રાખવાની જરૂરત છે. જીવનસાથી સાથે આજે વૈચારિક મતભેદ ઉભા થઇ શકે છે. આજે કોઈ અજાણ્યાના વિવાદમાં પડશો નહિ. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. પરિવાર સાથે મોજ-મસ્તી અને ફરવામાં સમય જશે. નોકરી કરતા મિત્રો આજે તેમના સાથી કર્મચારીથી આગળ નીકળી શકશો. આજે ઈર્ષાળુ મિત્રોથી સાવધાન રહો. વેપારી મિત્રોને લાભ અને નુકશાન બંને થવાની સંભાવના છે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે સવારથી તમારું મન વ્યાકુળ રહેશે અને નાની નાની શારીરિક તકલીફ રહેશે. જેના લીધે આજે કોઈપણ કામમાં તમારું મન લાગશે નહિ. નાના બાળકો આજે તમને ખુશ કરી શકશે તો આજે બાળકો સાથે સમય વિતાવો. આજે કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આજે તમને કોણ તમારી સાચી કેર કરે છે એ તમને ખબર પડશે. જીવનસાથી સાથે ચાલતા અણબનાવનો આજે અંત આવશે.
શુભ અંક : ૨
શુભ રંગ : આસમાની

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
પ્રોપર્ટીના લે-વેચના કામ સાથે જોડાયેલ મિત્રોને ખરીદીના યોગ છે જેમાંથી ભવિષ્યમાં ઘણો ફાયદો મળશે. પારિવારિક જીવન માટે સમય મિશ્રફળદાયી હશે, ભાઈ અને બહેનની તબિયત સાચવવી, ઘરમાં શાંતિ બનાવી રાખવા માટે તમારે મનને કાબુમાં રાખવાની જરૂરત છે. સ્વાસ્થ્ય જો બરાબર ના હોય તો અવગણશો નહિ, વજન વધારે હોય તેવા મિત્રોએ આજથી જ કસરત અને યોગા કરવા જોઈએ. નોકરી કરતા મિત્રો માટે ઓફિસમાં અનુકુળ વાતાવરણ હશે. તમારા કામ અને પ્રોજેક્ટથી તમારા ઉપરી અધિકારી અને બોસ તમારાથી ખુશ હશે, અટકેલું પ્રમોશન અને પગાર વધારો મળશે. પ્રેમી યુગલોએ આજે એકબીજાની વાતનું સન્માન કરવાની જરૂરત છે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

4. કર્ક – ડ,હ (Cancer):
આજે તમારે અલગ પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડશે પણ તમારે એવી પરિસ્થતિમાં ઉગ્ર થવાનું નથી ખૂબ ધીરજ અને સમજદારીથી એ સમસ્યાને સુલાજાવવાની છે. તમારો મિલનસાર સ્વભાવ આજે તમને વધુ તકલીફ આપશે. બધા વ્યક્તિઓ એકસરખા નથી હોતા કોઈપણ વ્યક્તિને તમારી અંગત વાતો જણાવતા પહેલા એ વ્યક્તિ કેવી છે એની તપાસ કરો. કામની ચિંતામાં આજે તમે તમારા જીવનસાથીને યોગ્ય સમય નહિ આપી શકો જેનાથી તમારે તેમની નારાજગીનો સામનો કરવો પડશે. સાંજે ઘરે જતા જીવનસાથી માટે સુંદર ગુલાબ લઈને જાવ. આજે તમારે તમારા દરેક વિચાર ઓફિસમાં જણાવવાની જરૂરત નથી.
શુભ અંક : ૬
શુભ રંગ : નારંગી

5. સિંહ – મ,ટ (Lio):
ખરીદી આજે બજેટ બહાર જઈ શકે છે, પૈસાની કમીને કારણે પરિવારમાં તણાવ થઇ શકે છે. આજે ફાલતું અને વધારાનો ખર્ચ કરવાથી બચવાનું છે. પરણિત મિત્રોનું મન ભટકી શકે છે. આજે જીવનસાથીનો મૂડ સારો હશે. તમારા અટકેલા કામમાં જીવનસાથી તરફથી સપોર્ટ મળશે. ઓફિસમાં વધારે કામ હોવાથી માનસિક અને શારીરિક થાક અનુભવશો. ઓફિસમાં આજે તમારું કામ તમારે એકલાએ જ કરવું પડશે તમે ઈચ્છતા હશો એ વ્યક્તિ તમારી મદદ કરશે નહિ. વિદ્યાર્થી મિત્રો માટે સમય યોગ્ય નથી, કોઈપણ કામમાં બેવાર ચકાસણી કરવી, તમારી એક ભૂલ તમારી મુશ્કેલી વધારી શકે છે. ધનલાભના યોગ છે. સાંજના સમયે સારા સમાચાર મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : સફેદ

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે નોકરી કરતા મિત્રો માટે પણ સારો દિવસ છે. આજે કોઈપણ અગત્યના નિર્ણયમાં તમારા જીવનસાથી અને તમારા વડીલોની સલાહ લેવાનું ચુકતા નહિ. આજે ગૃહિણીઓ માટે પણ યોગ્ય દિવસ છે જેઓ પોતે ઘરેથી કોઈ કામ કરવા માંગે છે તેમની માટે સારી તક આવશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

7. તુલા – ર,ત (Libra):
વધારાના ખર્ચ પર આજે કંટ્રોલ કરવાની જરૂરત છે, કોઈપણ સ્કીમમાં કે પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા કોઈ અનુભવી અને નિષ્ણાત મિત્રની સલાહ જરૂર લેવી. આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. અમુક જૂની સમસ્યા સતત મનમાં ચાલતી હશે જેને તમે આજે સુલજાવી શકશો. પરણિત મિત્રોના જીવનમાં પ્રેમનો વધારો થશે, જીવનસાથી તરફથી સરપ્રાઈઝ મળશે. ઘણા સમયથી ચાલી રહેલ કોઈ શારીરિક તકલીફમાં આજે રાહત થશે. બહારનું ખાવા પીવામાં તકેદારી રાખવી. વિદ્યાર્થી મિત્રોનું ધ્યાન આજે ભણવા પરથી હટી શકે છે. વેપારી મિત્રો કોઈ લોન લેવાનું વિચારી રહ્યા છે તો આજે યોગ્ય વ્યક્તિ સાથે મુલાકાત થશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

8. વૃષિક – ન,ય(Scorpio):
પૈસા કમાવવા માટે આજે તમને અનેક રસ્તા મળશે. લાંબા સમયના રોકાણ માટે પ્લાન કરી રહ્યા છો તો આજે કોઈ નિષ્ણાત અને અનુભવી મિત્રોને મળીને તેમના વિચારો જાણો. આજે સાંજ તમારા લગ્નજીવનની યાદગાર સાંજ બની રહેશે. યોગ્ય રીતે કરેલી મહેનતનું ફળ તમને અચૂક મળશે. આજે કોઈ વારસાઈ મિલકત મળવાના યોગ બની રહ્યા છે. પૈસાને કારણે અટકી પડેલા કામ હવે પૂર્ણ કરી શકશો. જમીન અને પ્રોપર્ટીનું કામ કરી રહેલ મિત્રોને ધનલાભના યોગ છે. નોકરી કરતા મિત્રોને ઓફિસમાં આજે ખાસ કામ મળી શકે છે, ઈમાનદારીથી એ કામ પૂર્ણ કરજો.
શુભ અંક : ૯
શુભ રંગ : કાળો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે કોઈપણ કારણોસર તમને આઘાત લાગી શકે છે તો એનો ગુસ્સો તમારે બાળકો અને પરિવારજનો પર નથી કરવાનો. આજે તમને કોઈ સારી જોબ ઓફર કે પછી વેપાર વધે એની માટેની તક મળે તો તેની સંપૂર્ણ માહિતી પહેલા ભેગી કરજો અને પછી જ યોગ્ય નિર્ણય કરજો. આજે રસ્તો ક્રોસ કરો ત્યારે સાવચેત રહેજો આજે અકસ્માતના યોગ બની રહ્યા છે તો તકેદારીમાં જ સમજદારી છે. આજે તમારા વર્તન અને વ્યવહારથી કોઈ દુખી ના થાય એ ધ્યાન રાખજો. તમારાથી નાના વ્યક્તિઓ ઉંમરમાં હોય કે પૈસાથી એમની ધ્રુણા કરશો નહિ.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

10. મકર – જ, ખ (Capricorn): .
વેપાર વધારવા માટે અને નોકરી બદલવા માંગતા મિત્રોની મુલાકાત આજે ખાસ લોકો સાથે થશે. આજે મિત્રોની સંખ્યામાં સતત વધારો થશે. ઘણા સમય પહેલા કોઈને ઉધાર આપેલ પૈસા આજે પરત મળશે. એક્સ્ટ્રા ઇન્કમમાં પણ વધારો થશે. પૈસાની કમી આજથી દૂર થઇ જશે. પરિવારમાં કોઈ સારો પ્રસંગ બનવાના યોગ છે. જે પ્રેમી મિત્રોના એકબીજા સાથે સંબંધ બગડી ગયા છે તો આજે તમને અવસર મળશે તમારા સંબંધો સુધારવા માટેના. ઓફિસમાં તમારા મહત્વના કામ પૂર્ણ કરવામાં તમારા સાથી કર્મચારીની મદદ મળશે. આજે સાંજના સમયે થોડી આળસ અને થાક અનુભવશો. કોઈ એક કામ પૂર્ણ થાય પછી જ બીજા કામની શરૂઆત કરો. આમ ના કરવાથી તમારા બંને કામ અધૂરા રહી જશે.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે કામનું ભારણ વધારે હશે, નોકરી કરતા મિત્રો માટે અને વેપારી મિત્રો માટે પણ આજનો દિવસ વધારે મહેનત વાળો રહેશે. આજે જે મિત્રો કોઈ સાહસનું નવું કામ કરવા માંગે છે તો આજથી શરૂઆત કરી શકો છો. તમારી બહેન અને દિકરીઓને આજે પૈસા કે વસ્તુ ગીફ્ટ આપો તમારો આવનારો સમય સાનુકુળ થઇ જશે. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ શુભ છે તેઓ જે ફિલ્ડમાં જવા માંગે છે તેનો સાચો રસ્તો આજે તમને મળશે અનુભવી લોકોના સંપર્કમાં આવશો. આજની સાંજ તમને માથાનો દુખાવો રહેશે તો તમારા બાળકો સાથે સમય વિતાવો.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
આર્થિક પરીસ્થિતિ મજબુત થશે, નોકરી કરતા મિત્રોને એક્સ્ટ્રા ઇન્કમ વધારવાના યોગ છે. વેપારી મિત્રોને પણ ધનલાભ થવાના યોગ છે. પારિવારિક જીવન માટે આજનો દિવસ યોગ્ય છે. સંતાનની સફળતાથી ઘરમાં બધા ખુશ હશે. આજે જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકશો. પ્રેમીઓ માટે પણ આજનો દિવસ દરરોજ કરતા સુંદર હશે, એકબીજા સાથે બહાર દૂર ફરવા જઈ શકો છો. આજે સ્વાસ્થ્યની દ્રષ્ટીએ પણ સારો દિવસ છે. શેર માર્કેટ, સટ્ટો કે શરતી સ્કીમમાંથી ધનલાભ થશે. પૈસા કમાવવા માટે આજે થોડી દોડાદોડી થશે, આજે બાળકોના ભવિષ્ય માટે કોઈ પ્લાનમાં પૈસા રોકી શકશો.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – પૈસા રોકાણ માટેની પણ ઘણી તક મળશે પણ તેમાં નફો અને નુકશાન બંને બાબતોની યોગ્ય ચકાસણી કરીને આગળ વધજો. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા વડીલોની અને ઉપરી અધિકારી જેને એ કામનો અનુભવ છે તેની સલાહ જરૂર લેજો. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો.

કૌટુંબિક-પારિવારિક – વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here