11 કોડીઓની મદદથી થશે માતા લક્ષ્મીની કૃપા, ધનની સાથે સાથે મળશે સુખ અને શાંતિ પણ…વાંચો લેખ

0

કોડી તો માતા લક્ષ્મીની મનપસંદ વસ્તુ છે. કોડીને માતા લક્ષ્મી જેટલું જ માન આપવામાં આવે છે જે સમુદ્ર મંથનમાંથી માતા લક્ષ્મી પ્રગટ થયા હતા એ જ સમુદ્ર મંથનમાંથી આ કોડી પણ ઉત્પન્ન થઇ હતી. માતા લક્ષ્મીની કોઈપણ પૂજા હોય તેમાં કોડીનો સમાવેશ જરૂરથી કરવામાં આવે છે. બસ તો આજે અમે પણ તમારી માટે લાવ્યા છીએ કોડી સાથેના અમુક ટોટકા જેને અપનાવવાથી તમે થઇ જશો ધનવાન.

કોડી એ અલગ અલગ રંગની આવે છે તો આવો જાણીએ કેવા ટોટકામાં કેવી કોડીનો ઉપયોગ કરવો. માતા લક્ષ્મીને ખુશ કરવા માટે જયારે પણ તમે લક્ષ્મી માતાની પૂજા કરો ત્યારે તેમની પૂજામાં ૧૧ કોડીઓની પણ પૂજા કરો. માતા લક્ષ્મીની પૂજા એ ફક્ત દિવાળીના દિવસોમાં જ કરવામાં આવે છે એવું નથી માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમનું શુક્રવારનું વ્રત પણ કરવું જોઈએ અને જયારે તેમાં માતા લક્ષ્મીની પૂજા કરો તો આ સાથે ૧૧ કોડીઓની પણ પૂજા જરૂર કરજો.

માતા લક્ષ્મીની પૂજામાં જે ૧૧ કોડીઓ લીધેલ છે તેની પૂજા કરી લીધા પછી તે ૧૧ કોડીઓને એક પીળા રંગના કપડામાં બાંધીને જે તિજોરીમાં પૈસા મુકતા હોવ ત્યાં મૂકી દેવી આમ કરવાથી માતા લક્ષ્મી એ હંમેશા તમારી પર પ્રસન્ન રહેશે અને તમારી તિજોરીમાં પૈસા ક્યારેય ખૂટશે નહિ.

જો ઘરમાં બધા થઈને મહેનત કરો છો પણ પૈસા ભેગા નથી કરી શકતા તો તમારે કોઈપણ ૧૧ કોડીને લાલ કપડામાં બાંધીને તમારા ઘર કે કામના સ્થળના મુખ્ય દરવાજા પર લટકાવી દેવી. આ ઉપાયથી ઘર અને કામના સ્થળે સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધશે આટલું જ નહિ સાથે સાથે તમારા કામના સ્થળે કે પછી ઘરે કોઈપણ પ્રકારની નકારાત્મક ઉર્જા એ પ્રવેશ કરશે નહિ.

જો તમારા બાળકને કે કોઈ વ્યક્તિને વારંવાર નજર લાગતી હોય તો તમારે એક પીળા રંગની કોડીને ગળામાં પહેરવાનું શરુ કરો. આ ઉપાયથી કોઈપણની ખરાબ નજર તમને લાગશે નહિ. તમે ઈચ્છો તો તમારા ઘર અને કામના સ્થળે પણ આ રીતે પીળા રંગની કોડી લટકાવી શકો છો.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી ધાર્મિક વાતો જાણો ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here