11, ફેબ્રુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમને અચૂક ટેગ કરજો !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
પૈસા કમાવવા માટે આજે અનેક મૌકા મળશે પણ તમને વિચાર્યું હશે એટલો ફાયદો તમે નહિ મેળવી શકો. પરિવાર સાથે આજે સારો સમય વિતાવી શકશો. ઘરમાં દરેક સભ્ય વચ્ચે પ્રેમ વધશે. સમાજમાં તમારી નામના થશે, માન સન્માન અને પદમાં વધારો થશે. જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થવાના યોગ છે. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. બહાર ફરવા કે મોજ મસ્તી કરવા માટે મિત્રો સાથે જઈ શકશો. નોકરી કરતા મિત્રોને થોડી ચિંતા વધશે. તમારા જુનિયર તમારાથી આગળ નીકળી જશે. મહેનત કરો અને નિરાશ થશો નહિ. મહાદેવની કૃપા તમારી સાથે જ છે.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે પણ આર્થિક સ્થિતિ સારી રહેશે, ઇન્કમ માટેના નવા રસ્તા તમારી સામે આવશે જેનાથી તમારી આવકમાં વધારો થશે. પત્ની સાથે તમારા સંબંધો વધુ મજબુત થશે. નવા કપડા અને બીજી વસ્તુઓની ખરીદી થઇ શકશે. પ્રેમ જીવન સુંદર બનશે. પ્રિયજન સાથે કોઈ સારી જગ્યાની મુલાકાત કરી શકશો. આજે સ્વાસ્થ્યની ખાસ તકેદારી રાખજો. ડાયાબિટીસના દર્દીઓએ ખાવા પીવામાં ખાસ તકેદારી રાખવી. નોકરી કરતા મિત્રો આજે સારી રીતે પોતાનું કામ પતાવી શકશે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ પ્રગતિશીલ રહેશે. પરીક્ષાનું પરિણામ તેમની તરફેણમાં આવશે.
શુભ અંક : ૨
શુભ રંગ : આસમાની

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે જમીન કે મકાન માં પૈસા રોકવાના ચાન્સ મળશે, અમુક સ્કીમમાં પૈસા રોકવાથી તમને ફાયદા જણાશે. પરિવાર સાથે આજનો દિવસ મિશ્રફળદાયી હશે. ભાઈ અને બહેનના સ્વાસ્થ્યની તકેદારી રાખવી. તમારા પ્રેમીના મનની ભાવનાની કદર કરો. તેમના તરફથી મળેલ સપોર્ટથી તમે પોતાની જાતને વધુ મજબુત ફિલ કરશો. નોકરી કરતા મિત્રો માટે આજનો દિવસ ઘણો સારો છે. તમારા ઉપરી અધિકારી તરફથી તમને સારો સહકાર મળશે. વેપારી મિત્રોને તેમનો વેપાર વિદેશમાં ફેલાવી શકે એવો અવસર મળશે.
શુભ અંક : ૪
શુભ રંગ : લાલ

4. કર્ક – ડ,હ (Cancer):
આજનો દિવસ સૌથી શુભ છે તમારે આજે તમારા પરિવાર અને ઉપરી અધિકારીની મદદથી નવા પ્રોજેક્ટ અને નવા કામ માટે ઝંપલાવાનું છે. આજે કોઈપણ લલચાવતી સ્કીમ કે રોકાણવાળા પ્રોજેક્ટમાં પૈસા રોકતા પહેલા ભવિષ્યમાં થનારા ફાયદા અને નુકશાનનો વિચાર કરી લેજો. આજે તમારા જીવનસાથી તરફથી તમને સારા સમાચાર અથવા સરપ્રાઈઝ ગીફ્ટ મળવાની શક્યતા છે. કોઈપણ બહારના કાર્ય માટે કોઈ બીજા પર ભરોસો કરશો નહિ એ તમને નુકશાન પહોચાડશે માટે પોતાનું કામ જાતે જ કરવાનો આગ્રહ રાખો.
શુભ અંક : ૬
શુભ રંગ : કેસરી

5. સિંહ – મ,ટ (Lio):
વધારાના ખર્ચમાં તમારે કંટ્રોલ કરવાની જરૂરત છે, આર્થિક તંગીને કારણે પરિવારમાં પરેશાની થઇ શકે છે. આજે તમે વિચાર્યું હશે કે કોઈ તમને કામમાં મદદ કરશે પણ આજે કોઈ તમારી મદદ કરશે નહિ. આજે તમે વિચાર્યો છે એવો દિવસ નથી તમે ધારેલ કામ નહિ કરી શકો. તમારા જીવનસાથીનો મુડ સારો હશે તેમનો સપોર્ટ મળશે. જીવનસાથી તમારી વાત અને સમસ્યાને સમજી શકશે. માનસિક અને શારીરિક થાક અનુભવાશે. સાંજના સમયે ધનલાભ થઇ શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આજનો દિવસ બહુ ખાસ નથી. આજે કોઈનું દબાણ તમે અનુભવશો.
શુભ અંક : ૫
શુભ રંગ : સફેદ

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
આજે જીવનસાથી તરફથી તમને પુરતો સપોર્ટ મળશે જેના કારણે તમારો આજનો દિવસ ખુશનુમા વ્યતીત થશે. કોઈ ઉપરી અધિકારી કે પછી સહકર્મચારી સાથે વાત કરો ત્યારે વાણી અને વર્તન પ્રત્યે સભાન રહો, તમારા બોલવાથી કોઈને દુઃખ પહોચી શકે છે. તમારા સ્વાસ્થ્ય પ્રત્યે થોડા સજાગ રહો. આજે પરિવાર સાથે અને ઘરના નાના બાળકો સાથે સમય પસાર કરો માતા અને પિતાના સ્વાસ્થ્યનું પણ વિશેષ ધ્યાન રાખો. આજનો દિવસ રોજ કરતા થોડો વધારે થકવી દેનારો હશે.
શુભ અંક : ૭
શુભ રંગ : લાલ

7. તુલા – ર,ત (Libra):
કોઈપણ જગ્યાએ કે સ્કીમમાં પૈસા રોકતા પહેલા જે પણ અનુભવી કે નિષ્ણાત હોય તેમની સલાહ જરૂર લેજો. લાંબા સમયથી કોઈ બીમારીથી પરેશાન છો તો હવે સ્વાસ્થ્યમાં સુધારો થશે. વિદ્યાર્થીઓનું મન ભણવા સિવાય બીજી પ્રવૃત્તિમાં પણ લાગશે. ધાર્મિક કાર્યમાં મન લાગશે. તમારામાં આત્મવિશ્વાસ વધશે. અમુક જૂની યાદો અને જૂની પરેશાની યાદ કરીને તમે નિરાશ થઇ જશો. વેપારી મિત્રોએ પોતાના ભવિષ્યને લઈને જે પણ પ્લાન કે પ્રોજેક્ટ છે એ કોઈ સાથે શેર કરવાના નથી. તમારા વિચારની ચોરી કરીને કોઈ પોતાનું કામ કરી જશે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો

8. વૃષિક – ન,ય(Scorpio):
આજનો દિવસ તમારો ખુશીઓથી ભરપુર રહેશે. આજે તમારા પરિવાર તરફથી તમને સારા સમાચાર મળશે. આજે તમને મળતી દરેક વ્યક્તિ સાથે હસતા હસતા વાત કરો તમારા દરેક કામ આસાનીથી પાર પડી જશે. આજે તમને બીજા ઘણાં વિચારો આવશે જેને તમે તમારા ભવિષ્ય માટે અમલમાં મૂકી શકો છો. આજે તમે કોઈને પ્રેમનો પ્રસ્તાવ આપવા માંગતા હોવ તો સારો સમય છે તમને રીપ્લાય પોઝીટીવ જ મળશે. જુના મિત્રો સાથે સંપર્ક કરો અને તમારી ખુશીમાં એમને પણ સામેલ કરો. આજે જીવનસાથી સાથે વિતાવેલ સમય તમારા લગ્નના સમયની યાદ અપાવશે.
શુભ અંક : ૯
શુભ રંગ : કાળો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
વધારાના ખર્ચ કરવા એ આજે તમારી માટે યોગ્ય નથી. આજે તમે તમારા વિચારેલા કાર્ય પુરા કરવાનો પ્રયત્ન કરો. આજે પ્રિયજન સાથે સમય પસાર કરી શકશો. આજે વધારે કામ અને ચિંતાને કારણે સાંજના સમયે માથાનો દુખાવો થઇ સહકે છે. આજે વિદ્યાર્થી મિત્રોને એકબીજાની મદદ લઈને બધા પ્રોજેક્ટ પુરા કરવાના રહેશે. વેપારી મિત્રોને પોતાના કામને લીધે કોર્ટ અને કચેરીના થોડા ધક્કા વધશે. આજે તમારી નજીકના કોઈ સ્વજનને તમારી મદદની જરૂર પડશે તેમને મદદ કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : પીળો

10. મકર – જ, ખ (Capricorn): .
કોઈપણ નાણાકીય નિર્ણય ઉતાવળે લેવાના નથી બે થી ત્રણવાર દરેક વિગતો ચકાશો અને પછી જ કોઈ નિર્ણય પર આવો. આજે તમારે ખર્ચ પર કાબુ રાખવાની જરૂરત છે ખરીદી કરવા જાવ ત્યારે વધારાની અને બિનજરૂરી વસ્તુઓ ના લેવાઈ જાય તેનું ધય્ન રાખજો. જો તમે તમારી ઓફીસ કે કાર્યસત્તા પર વિશિષ્ઠ સ્થાન પર છો તો તમારાથી કોઈ ભૂલ ના થઇ જાય એની તકેદારી રાખજો, તમારા હાથ નીચે કામ કરતા વ્યક્તિ સાથે થયેલી નાની વાત બહુ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે. આજે ફ્રેશ થવા અને ચિંતામુક્ત થવા માટે પુરા પરિવાર સાથે ક્યાંક ફરવા જઈ શકો છો. તો બહુ ચિંતા કરશો નહિ અને આગળ વધતા રહો.
શુભ અંક : ૮
શુભ રંગ : પીળો

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
ભવિષ્યમાં જો સારું વળતર મેળવવા માંગો છો તો આજે થોડી સાવધાનીથી પૈસા ઇન્વેસ્ટ કરો. આજનો દિવસ તમારી માટે ખૂબ દોડધામ ભર્યો રહેશે. જુના અને જાણીતા મિત્રોને તમારા પ્લાનમાં સાથે રાખીને કાર્ય કરો. આજનો દિવસ તમે ખૂબ ઉત્સાહથી વીતાવશો. તમારા પ્રિયપાત્ર સાથે આજે લોંગડ્રાઈવ પર જાવ જે તમારા લગ્નજીવનમાં નવો ઉત્સાહ લઈને આવશે. તમારે આજે સફળ થવા માટે બહુ મહેનત નહિ કરવી પડે હા માનસિક તૈયારી રાખો કે કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકો. આજે સંતાનના સ્વાસ્થ્યને લઈને થોડી પરેશાની દિવસના અંતે આવી શકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
તમારી આર્થિક સ્થિતિ મજબુત રહેશે, નોકરી કરતા મિત્રોની આવકમાં વધારો થશે. વેપારી મિત્રોના પણ અટકેલા પૈસા પરત આવશે. પારિવારિક જીવન માટે આજનો દિવસ સૌથી સુંદર છે. સંતાન તરફથી સારા સમાચાર મળશે. તમારી ચિંતાઓમાં ઘટાડો થશે. જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. પ્રેમના પ્રસ્તાવ માટે આજનો દિવસ યોગ્ય નથી. જે પણ મિત્રો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને ફાયદો થશે. જે મિત્રો નોકરીની શોધમાં છે તેમની માટે પણ આજે સારા સમાચાર આવશે. આજે બહુ ઓછી મહેનતે તમને સફળતા મળશે. શેર અને લોટરીથી આજે સારા પૈસા કમાઈ શકશો.
શુભ અંક : ૧
શુભ રંગ : જાંબલી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – કોઈપણ ટેસ્ટી અને તીખું તળેલું ખાતા પહેલા તમારા સ્વાસ્થ્યનો વિચાર કરજો. નાની નાની વાતોને લઈને આજે તમારે ગુસ્સે થવાનું નથી નહીતો માથાનો સખત દુખાવો થઇ શકે છે. આ વર્ષે તબિયત પ્રત્યે બહુ બેદરકાર રહેવાનું નથી.

નોકરી-ધંધો – મહેનત કરવાથી જ યોગ્ય ફળ મળે છે તો યોગ્ય સમયની રાહ જોયા વગર આજથી જ તમારા નવા કામની શરૂઆત કરો. તમારા વડીલો અને ઉપરી અધિકારીની મદદથી તમે સારી રીતે આગળ વધી શકશો.

કૌટુંબિક-પારિવારિક: વર્ષના અંતે જે મિત્રો સંતાન ઈચ્છે છે તેમની માટે સારા સમાચાર આવશે. જેના લીધે પરિવારમાં પણ બધા ખુશ થઇ જશે. તમારા જીવનસાથીને ભરપુર પ્રેમ આપો. તેમની અને પરિવારની ખુશીથી પૈસા વધુ નથી એટલું યાદ રાખશો તો જીવન આનંદથી વ્યતીત થશે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here