11 ઓગસ્ટ એ બને છે મહાસંયોગ, શનિદેવ થી છુટકારો મેળવવા કરો આ ઉપાય વાંચો આર્ટિકલ

11 ઓગસ્ટ શનિવારે સંયોગ બનવા જઈ રહ્યો છે. આ ૧૧ ઓગસ્ટ શનિવારના દિવસે અમાવસ્યા આવે છે. તેની સાથે જ આ દિવસે સૂર્યગ્રહણ પણ આવે છે. એટલા માટે આ દિવસ ને હરિયાળી અમાસ કહેવામાં આવે છે. જ્યોતિષમાં શનિવારના દિવસે અમાસ નું વિશેષ મહત્વ હોય છે. જેને શનિશ્ચરી અમાવસ્યા કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં તેનું વિશેષ મહત્વ છે. જેની કુંડળીમાં શનિ અશુભ હોય અથવા તો પિતૃદોષ હોય તેવા લોકો માટે અમુક ઉપાય ખૂબ જ ફાયદાકારક રહેશે. શાસ્ત્રોમાં શનિની સાડાસાતી ની અસરને ઓછી કરવા માટે શનિ અમાવસ્યા ઉપર શનિના બીજમંત્ર
ઓમ શં શનેશ્ચરાય નમઃ ના જપ ખૂબ જ ફાયદો થાય છે. આ સિવાય અડદની દાળ અને તલના તેલનું દાન કરવું જોઈએ જેથી પિતૃદોષથી છૂટી શકાય.

શનિ દોષ માંથી મુક્તિ મેળવવા માટે શનિ અમાવસ્યા એ બુટ ચપ્પલ નું દાન કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સિવાય સમીના ઝાડની પૂજા કરવાનું પણ વિશેષ મહત્વ છે.

એવી માન્યતા છે કે જે ભક્તો હનુમાનજીની પૂજા કરે છે, તેમને શનિદેવ ક્યારે પણ પીડા આપતા નથી. શનિ અમાવસ્યા ઉપર ભગવાન હનુમાનજીને તેલ ચઢાવવા
થી અને તેમની સામે દીપક પ્રગટાવવાથી શનિ દોષ અને પિતૃદોષ આસાનીથી નિવારી શકાય છે.

શનિ અમાસના દિવસે કાળી ગાયની સેવા કરવાથી શનિ દોષથી મુક્તિ મળે છે. આ દિવસે કાળી ગાયને રોટલી ખવડાવી અને તેની માથે સિંદૂર લગાવવું.
શાસ્ત્રોમાં પીપળનુ પણ નું વિશેષ મહત્વ છે , તેમાં બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નું નિવાસ સ્થાન માનવામાં આવ્યું છે. એટલા માટે શનિદોષમાંથી મુક્તિ મેળવવા માટે પીપળાના ઝાડને જળ ચડાવો અને દીવો પ્રગટાવવો.તેનાથી શનિદોષમાંથી મુક્તિ મળશે.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

આ લેખ વિષે તમારી ટિપ્પણી/કોમેન્ટ્સ જરૂર આપજો...

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!