હવે 100 રૂપિયાની પણ નકલી નોટ આવી બઝારમાં, ઓરિજિનલ કઈ રીતે તપાસવી? ક્લિક કરીને વાંચો માહિતી

0

જયારે 2000 રૂપિયાની નવી નોટો બજારમાં આવવાની શરૂ થઇ હતી ત્યારે લોકો ને અસલી-નકલી નોટ ની ઓળખ ન હતી. આ વાતનો ફાયદો ઉઠાવતા ઘણા લોકો એ 2000 ની નકલી નોટ નો બજારમાં ખુબ ફાયદો ઉઠાવ્યો હતો. હાલમાં જ બેંકે 100 રૂપિયાની નવી નોટ ને બજારમાં ઉતારવાનું શરૂ કરી દીધું છે. જો કે આ નવી નોટ પુરી રીતે ચલણ માં નથી માટે તેની લેણદેણ કરતી વખતે પુરી રીતે સાવધાની રાખવી જોઈએ. ભાઈ-બહેને ચલાવી 3 કરોડ ની નકલી નોટ:

આ મામલો ડિસેમ્બર 2016 નો છે. પંજાબ ના મોહાલી માં પોલીસે બે ભાઈ-બહેનની નકલી નોટ છાપવાના મામલામાં ધરપકડ કરી હતી. જાણકારી અનુસાર 21 વર્ષના અભિનવ વર્મા અને તેની બહેન વિશાખા વર્મા ની પાસે લગભગ 42 લાખ ની કિંમત વાળા 2000 રૂપિયાની નકલી નોટ જપ્ત કરી હતી. પોલીસે જણાવ્યું કે બંને ના ઘરમાંથી લગભગ 3 કરોડ ના નકલી નોટ ની છાપ મળી હતી. તેઓએ નકલી નોટ છાપીને એક મોંઘુ ઘર, નવી ઓડી કાર અને અન્ય કિંમતી ચીજો ખરીદી લીધી હતી.

પોલીસે જણાવ્યું કે આ લોકો નોટબંધી ના દરમિયાન 500 અને 1000 ની જૂની નોટો માં નવી નોટો માં બદલવાનો ધંધો કરતા હતા. આ લોકો 40 ટકા કમિશન પર બ્લેક માની ને વ્હાઇટ કરતા હતા, અને બદલામાં નકલી નોટો આપી દેતા હતા. આવી રીતે ભાઈ-બહેન ને અમુક જ દિવસો માં બજારમાં 3 કરોડ ની કિંમત ની નકલી નોટો પકડાવી દીધી હતી.

બજારમાં આવી શકે છે 100 રૂપિયાની નકલી નોટો:હવે બજારમાં 100 રૂપિયાની નવી નોટ આવવા લાગી છે એવામાં સંભાવના છે કે આ મૌકા નો ફાયદો ઉઠાવીને 100 રૂપિયાની નકલી નોટો પણ બજારમાં ઉતરી શકે છે. માટે ભારતીય રિઝર્વ બેંકે 100 રૂપિયાની નવી નોટો ને ઓળખવા માટે એક ગાઇડલાઇન રિલીઝ કરી છે, જેના આધારે અસલી અને નકલી નોટો ને આસાનીથી ઓળખી શકાય છે.
RBI દ્વારા રિલીઝ કરવામાં આવેલી જાણકારી અનુસાર 100 રૂપિયાના નવા નોટ ની સામે ના હિસ્સા માં દેવનાગરી માં 100 લખેલું છે. નોટ ની વચ્ચે મહાત્મા ગાંધી ની તસ્વીર છે અને નાના અક્ષરો માં RBI, भारत,  India અને 100 લખેલું છે.

તેના પર સિક્યોરિટી થ્રેડ પણ લગાવામાં આવેલું છે. જયારે નોટ ને વાળશો તો થ્રેડ નો રંગ લીલા માંથી નીલો જેવો થઇ જાશે. મૂલ્ય વર્ગ અંક 100 ની સાથે નવા ચિત્ર પણ તેમાં મૌજુદ છે. નોટની પાછળ છાપણી નું વર્ષ, સ્વચ્છ ભારત નો લોગો, ભાષા પૈનલ, રાણી ની વાવ નું ચિત્ર અને દેવનાગરી માં મુલ્યવર્ગ અંક 100 અંકિત છે.
સીધા હાથના તરફ અશોક સ્તંભ નું પ્રતીક છે અને મહાત્મા ગાંધી નું ચિત્ર ઈલેક્ટ્રોટાઈપ(100) વોટરમાર્ક માં નજરમાં આવશે.

આ સિવાય આરબીઆઇ નોટો ની ઓળખ માટે પોતાની વેબસાઈટ પર ‘paisaboltahai.rbi.org.in’ નામથી લિંક પણ આપવામાં આવેલી છે. અહીં જઈને તમે દરેક પ્રકારની નોટો ની જાણકારી મેળવી શકો છો.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here