જો તમને વિદેશમાં સસ્તામાં ફરવું હોય તો એક વખત જઈ આવો આ જગ્યાએ..માત્ર 10,000 માં મોજ થી ફરાઈ જશે…

0

ભૂટાન દુનિયાનો સૌથી ખુશહાલ દેશ છે. અહીંની પ્રાકૃતિક સુંદરતા પર્યટકો ને પોતાના તરફ આકર્ષિત કરે છે. પાડોશી દેશ હોવાને લીધે તમારે ભૂટાન જાવા માટે કઈ ખાસ તૈયારીઓ કરવાની જરૂર નહીં પડે અને ન તો તમારે વિઝા ની જરૂર પડશે. માત્ર 10 હજાર રૂપિયામાં તમે સારી રીતે અહીં ફરી શકો તેમ છો.જરુરી બાબત:
ભારતીય પાસપોર્ટ ધારકો ને ભૂટાન માં પ્રવેશ કરવા મારે વિઝા ની જરૂર નથી રહેતી. ભૂટાન માં હિન્દુસ્તાની પર્યટકો ને ટુરિસ્ટ પરમીટ મળવી જરુરી છે. અહીંથી પર્યટકો ને પારો અને થિમ્પુ માટે 7 દિવસ ની માન્યતા ની ટુરિસ્ટ મંજૂરી જાહેર કરવામાં આવે છે. જો તમેં થિમ્પુ અને પારો થી પણ આગળ જાવા માગો છો તો તમારે થિમ્પુ સ્થિત ભૂટાન અપ્રવાસન કાર્યાલય થી વિશેષ ક્ષેત્ર પરમીટ ની આવશ્યકતા રહેશે. કેવી રીતે જાવું ભૂટાન:
હવાઈ માર્ગ-હવાઈ માર્ગ થી ભૂટાન જનારા પર્યટકો ને પારો હવાઈ મથક થી ફ્રી માં ટુરિસ્ટ પરમીટ જાહેર કરવામાં આવે છે. હવાઈ માર્ગ થી ભૂટાન જાવા માટે 3 મહિના પહેલા ટિકિટ બુક કરવાની રહેશે, જેથી ટિકિટ સસ્તી મળે, આવવા જવાની ટિકિટ તમને માત્ર 4000 રૂપિયા સુધીમાં મળી શકે છે. આ સિવાય તમે સડક માર્ગ  દ્વારા પણ અહીં જઈ શકો છો.
ક્યાં રોકાવું:ભૂટાન માં તમને એક રાત રોકાવા માટે સારી હોટેલ માત્ર 500 થી 700 રૂપિયામાં મળી જાશે. શું ખાવું:ભૂટાન માં જાત જાત ના સ્વાદિષ્ટ વ્યંજનો ફેમસ છે. અહીં તમને ભરપેટ ભોજન માત્ર 80 થી 100 રૂપિયા માં મળી જશે. અહીં તમે સ્ટ્રીટ ફૂડ ની મજા લઇ શકો છો.
ડ્રિન્ક:જો તમે વાઈન ના શોખીન છો તો Takin Wine, Zum Zin Peach Wine અને અહીંની લોકલ Arah Wine ટેસ્ટ કરી શકો છો. અનલિમિટેડ વાઈન અને વ્હસકી માટે તમારે અહીં માત્ર 200 થી 300 જેટલો ખર્ચ આવશે.ક્યાં ક્યાં ફરવું:તમે અહીં પારો, દોચૂલા પાસ, હા વૈલી, પુનાખા જોન્ગ, તખશાંગ-લહલાંગ વગેરે ફરી શકો છો.
પારો:પારો ભૂતાન નું ત્રીજું મોટું શહેર અને પર્યટકો માટે નંબર વન શહેર છે જે નદીના કિનારે વસલુ છે. ભૂટાન નું એકમાત્ર હવાઈ મથક પારો માં જ સ્થિત છે. જો તમે દર્શનીય સ્થળો ની મજા લેવા માગો છો તો આ જગ્યા તમારા માટે બેસ્ટ છે જ્યા તમે 3 દિવસમાં બધું ફરી શકો છો.
દોચુલા પાસ:થિમ્પુ થી પુનાખા ના રસ્તા પર 25 કિમિ દૂર દોચુલા પાસ છે જે સમુદ્રતળ થી સ્થળ ની ઊંચાઈ 3,020 મીટર છે. અહીંનું બૌદ્ધ મંદિર અને 108 સ્તૂપો નો સમૂહ જોવા લાયક છે.
હા વૈલી:હા વૈલી પારો થી 67 કિમિ દૂર છે. હા વૈલી કુદરતના નજારાથી ભરપૂર છે, અહીં પહોંચતા જ ઠંડી હવાના જોંકા પર્યટકો નું સ્વાગત કરે છે. અહીં ની પહાડીઓ ના રંગ બે રંગી નજારાઓ આ સુંદરતા ને અનેક ગણી વધારે છે.
પુનાખા જોંગ:પુનાખા જોંગ ભૂટાન નું સૌથી મોટું અને પ્રમુખ બૌદ્ધ મંદિર છે.
તકશાંગ લહખાંગ:
ટાઇગર નેસ્ટ ના નામથી ફેમસ બૌદ્ધ મઠ ના આ સમૂહ પારો ઘાટી થી લગભગ 900 મીટર ની ઊંચાઈ પર એક દુર્ગમ પહાડી ના છેલલા હિસ્સા માં બનેલું છે. જે ભૂટાન નું રાષ્ટ્રીય સ્મારક છે.
આ સિવાય ભૂતાન માં ફરવા માટે ચેલેલાં પાસ, દંગસે લાહખાંગ, રિપનીંગ જોંગ, લહખાંગ નન્નોરી જેવી ઘણી શાનદાર જગ્યાઓ છે. આ જગ્યાઓને તમે માત્ર 3 થી 4 દિવસોમાં જ ફરી શકશો.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર. “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો. ➡➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here