10,000 માં પણ શરુ કરી શકો છો આ 10 કામ, થશે લાખોમાં કમાણી……ઉદ્યોગસાહસિક બનો આ 10 બીઝનેસ કરીને

0

આજની જનરેશનના યુવાનોને 9 થી 6 ની જોબ ખુબ ઓછી પલ્લે પડતી હોય છે. યુવા રિસ્ક લેવું પસંદ કરતા હોય છે, માટે તેમનો ઝુકાવ બીઝનેસની તરફ રહેવા લાગ્યો છે.  ‘Entrepreneur’  ટર્મ યુવાઓની વચ્ચે નવો ટ્રેન્ડ બનીને ઉભરાયેલું છે. કોલેજ અને હોસ્ટેલ કેમ્પસમાં ક્રશને ડિસ્કસ કરવાની સાથે બીઝનેસ આઈડીયા પર પણ ગરમા-ગરમ ચર્ચા થાય છે.

ક્યારેક આ ચર્ચા હોસ્ટેલ રૂમ સુધી જ રહી જાતી હોય છે. તો ઘરની બહાર નીકળીને એક મોટો બીઝનેસ બની જાય છે. બીઝનેસમાં મોટો ખતરો હોય છે અને લોકો મોટી રકમ લગાવાથી ડરતા હોય છે.

જો તમે પણ કોઈ બીઝનેસ કરવાનું વિચારી રહ્યા છો, અને તમારી પાસે પૈસાની તંગી છે તો આજે અમે તમારા માટે થોડી રાહત લઈને આવ્યા છીએ. અમે તમારા માટે બીઝનેસ આઈડીયા લઈને આવ્યા છીએ. જેને તમે 10,000 કે તેના કરતા પણ ઓછા ખર્ચમાં શરુ કરી શકો છો.

1. ટ્રાવેલ એજન્સી:

ઇન્ડીયામાં ધીરે-ધીરે ટ્રેવલ એજન્સીજનો ક્રેજ વધી રહ્યો છે. તમે ખુદ પણ એક નાની એવી ટ્રાવેલ એજન્સી શરુ કરી શકો છો. તેના માટે પહેલા તમે કોઈ એજન્સીના ટ્રાવેલ એજન્ટ સાથે જોડાઈને કામ કરી શકો છો, જેનાથી તમને ઓછું ઇન્વેસ્ટ કરવું પડશે.

2. મિનરલ વોટર સપ્લાઈ:

દેશમાં મિનરલ વોટરની ડીમાંડ પણ તેજીમાં વધી રહી છે. આ ફિલ્ડમાં ખુબ જ સ્કોપ છે. શરૂઆતમાં તમે કોઈ થર્ડ પાર્ટી સાથે મિનરલ વોટર લઈને ઓફીસ, શોપ્સ, અને મોટી પાર્ટી વગેરેમાં સપ્લાઈ કરી શકો છો. તેના બાદ ખુદનો પ્લાન્ટ લગાવો.

3. ફાસ્ટ ફૂડ શોપ:

ફાસ્ટ ફૂડ શોપ કે કેફે ખોલવું પણ એક સારો બીઝનેસ ઓપ્શન છે. જો કે ખુબ વધુ ઇન્વેસ્ટ કરીને તેને મોટા લેવલ પર સ્ટાર્ટ કરી શકાય છે. પણ સારી વાત એ છે કે તમે ઓછા આઈટમ્સ સાથે નાના સ્કેલ પર કોઈ પોપ્યુલર લોકેશન પર શરુ કરી શકાય છે.

4. ડ્રોપ શીપીંગ બીઝનેસ:

બીઝનેસ અને ઓનલાઈન શોપિંગનો વધતો ટ્રેન્ડને લીધે ડ્રોપ શોપિંગ બીઝનેસમાં સારો સ્કોપ છે. તેના માટે તમારે વિક્રેતા અને ખરીદદારની વચ્ચે નેગોશીએટર અને મિડિલ એજંટ બનાવાનું છે અને બદલામાં તમને કમીશન મળશે.

5. કોચિંગ ક્લાસ:

કોચિંગ ક્લાસ શરુ કરવા એક એવરગ્રીન બીઝનેસ આઈડીયા છે. તેને ઘર પર જ પબ્લીસીટી વગર જ શરુ કરી શકાય છે. પણ મોટું બનવા માટે મીડિયા પર ખુદની પબ્લીસીટી કરવી પણ જરૂરી છે.

6. ફૂડ ડીલીવરી સર્વિસ:

માત્ર રેસ્ટોરંટ કે હોટેલ્સ જ નહિ પણ આજકાલ તો કિરાના શોપ્સ પણ હોમ ડીલીવરી આપવા લાગ્યા છે. એવામાં તેની સાથે જોડાઈને ડીલીવરીનું કામ સંભાળી શકો છો. તમેં કસ્ટમર પાસેથી ડીલીવરી ચાર્જીસ અને શોપ થી કમીશન લઇ શકો છો.

7. વેડિંગ પ્લાનર:

વેડિંગ પ્લાનિંગ પર તો ફિલ્મ પણ બની ગઈ છે. તમે તેના પર ફોકસ કરીને પોતાનું કામ શરુ કરી શો છો. તેમાં શરૂઆતમાં તમને વધુ ઇન્વેસ્ટ કરવાની જરૂર પડશે.

8. યુ ટ્યુબ:

હાલ તો ડીજીટલ વર્લ્ડ પણ ઘણું બધું કરી શકે છે. તેમાંથી એક યુ ટ્યુબ ચેનલ સ્ટાર્ટ કરવાનું છે. તમારે કુકિંગ, પેન્ટિંગ, ડાન્સિંગ, કે અન્ય કોઈ સ્કીલ સારી રીર્તે આવડતી હોય તેની વિડીયો શેર કરીને લોકોને શીખડાવી શકો છો. યુ ટ્યુબ પર ચેનલ તો નહિ પણ તમારે તેને મોનેટાઈજ કરવા માટે અમુક પૈસા ખર્ચ કરવા પડશે.

9. હોમમેડ પ્રોડક્ટ:

આજે પણ ઘણી ગૃહીણીઓ અચાર, પાપડ, ચિપ્સ અને તહેવારો પણ બનતા ખાસ પ્રોડક્ટ વહેંચતા હોય છે. તેમાં તમે તમારી પ્રોડક્ટને ઓનલાઈન વહેંચી શકો છો. કોઈ ને કોઈ પ્લેટફોર્મ તો તમને મળી જ જાશે. બાદમાં ખુદની વેબસાઇટ પણ બનાવી શકો છો.

10. ઓનલાઈન વર્લ્ડમાં બીઝનેસ:

ડીજીટલ વર્લ્ડમાં કામ શરુ કરવા માટે તમને ઘણા એવા બીઝનેસ આઈડીયા મળી જાશે. બ્લોગ લખવું, વેબસાઇટ ડીઝાઈનીંગ, એકીલીએટ માર્કેટિંગ જેવી ઘણી વસ્તુ છે, જેનાં વિશે ડીટેઈલમાં જાણીને તમે તેમાં તમારો હાથ અજમાવી શકો છો.

લેખન સંકલન : આરતી પટોડીયા
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.