100 કરોડની માલકિનને થયો’તો 9 પાસ યુવક સાથે પ્રેમ, મળ્યું આવું દર્દનાક મોત – વાંચો અહેવાલ..

શુભાંગનાએ 9મું ધોરણ પાસ રાજકુમાર સાથે 1997 માં દિલ્હીમાં આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા

શહેરના હાઈ-પ્રોફાઈલ શુભાંગના સુસાઈડ કેસ ફરી એકવાર ચર્ચામાં છે. શુંભાંગનાના પિતાએ દીકરીના પતિ રાજકુમાર પર મિલકત પચાવી પાડવાનો કેસ નોંધાવેલો છે. ઉલ્લેખનીય છે કે રાજકુમાર પર શુભાંગનાને આત્મહત્યા માટે ઉકસાવવાનું કેસ ચાલે છે.

શું છે સમગ્ર ઘટના?

આ હાઈ-પ્રોફાઈલ કેસ અંગે જાણવા મળી રહ્યું છે કે ગ્રેજ્યુએટ શુભાંગનાએ 9મું ધોરણ પાસ રાજકુમાર સાથે 1997 માં દિલ્હીમાં આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા. લગ્ન પહેલા રાજકુમાર ઈંડા વેચતો હતો. ત્યારબાદ તેણે એમઆઈ રોડ પર કેસેટની દુકાન ખોલી હતી. લગ્ન પહેલા શુભાંગનાનું નામ રુચિરા સુરાણા હતું. એમઆઈ રોડ પર શુભાંગનાના પિતાની ઓફિસ હતી. શુભાંગનાને ગીતો સાંભળવાનો ખૂબ શોખ હતો. આ દરમિયાન તે રાજકુમારની દુકાન પર આવતી હતી. આ દરમિયાન રાજકુમાર અને શુભાંગના વચ્ચે પ્રેમ થઈ ગયો હતો. પરિવારના વિરુદ્ધ જઈને શુભાંગનાએ રાજકુમાર સાથે લગ્ન કરી લીધા હતા. તેમને બે બાળકો પણ છે. લગ્ન બાદ શુભાંગનાએ જસોદા દેવી કોલેજ એન્ડ ઈન્સ્ટીટ્યૂટની શરૂઆત કરી હતી અને તેની ચેરપર્સન બની હતી.

શુભાંગનાએ વકીલને જણાવી હતી પીડા

રાજકુમારની હરકતોથી પરેશાન થઈને શુભાંગનાએ મે મહિનામાં તેના વકીલને ઈ-મેઈલ અને વોટ્સએપ મેસેજ મોકલ્યા હતા. મેસેજમાં શુભાંગનાએ લખ્યું હતું કે, તેની મુલાકાત રાજકુમાર સાથે 16 વર્ષની ઉંમરમાં થઈ હતી. ત્યારથી તેના સંબંધ બની ગયા હતા. રાજકુમારે લગ્ન પહેલા 3 વાર અને લગ્ન બાદ 3 વાર ગર્ભપાત કરાવ્યું હતું. શુભાંગનાએ લખ્યું હતું કે, 1996 માં બનીપાર્ક વિસ્તામાં નજીક રહેવાને કારણે રાજકુમાર સાથે તેની ઓળખાણ થઈ હતી. આગલા વર્ષે જ લગ્ન કરી લીધા હતા. બે બાળકો થયા બાદ થોડા વર્ષોથી બંને વચ્ચે વિવાદ થવા લાગ્યો હતો અને રાજકુમાર દારૂ પીવાનો વ્યસની બની ગયો હતો. રાજકુમાર દારૂ પીને મારપીટ કરતો આ વાતથી પરેશાન થઈને શુભાંગનાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસે કાઉન્સલીંગ કરીને બંનેને રાજી કરી લીધા હતા. ત્યારથી બંને અલગ-અલગ રહેતા હતા.

ફાસી ખાઈ રહી આત્મહત્યા

શુભાંગના 26 ઓગસ્ટના રોજ તેના બંગલામાં લટકેલી હાલતમાં મળી હતી. ઘટના બાદ રાજકુમાર ફરાર હતો. લગભગ 25 દિવસ પહેલા જ રાજકુમારની એજમેરની એક હોટલમાંથી ધરપકડ કરવામાં આવી હતી.

શુભાંગનાએ રાજકુમાર સાથે 1997 માં દિલ્હીમાં આર્ય સમાજ મંદિરમાં લગ્ન કર્યા હતા:

સેલિબ્રિટીઓ સાથે શુભાંગના:

100 કરોડની મિલકત હતી શુભાંગના પાસે:

શુભાંગનાની રાજકુમાર સાથે 16 વર્ષની ઉંમરમાં થઈ હતી:

શુભાંગનાને ગીતો સાંભળવાનો ખૂબ શોખ હતો:

પરિવાર સાથે શુભાંગના:

લગ્ન બાદ શુભાંગનાએ જસોદા દેવી કોલેજ એન્ડ ઈન્સ્ટીટ્યૂટની શરૂઆત કરી હતી:

Source: DivyaBhaskar

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!