આ 10 વસ્તુઓ ને તમે ઓળખો છો, પરંતુ તેની ઉપયોગિતા ને તમે આજ સુધી નથી ઓળખ્યા

0

આપણી જિંદગી માં ઘણી સમસ્યાઓ છે, પરંતુ તેને ઉકેલવા માટે આપણી પાસે સમય નથી હોતો. પરંતુ શું તમે જાણો છો, રોજ- બરોજ ની મોટા ભાગની સમસ્યાઓ નુ સમાધાન આપણા ઘર માં જ હાજર હોય છે. જેનો ઉપયોગ આપણે રોજ કરીએ છીએ, પણ તેના બીજા ઉપયોગો વિશે જાણતા પણ નથી. તમે જાણી ને હેરાન થઈ જશો કે ઘર માં હાજર વસ્તુઓ દ્વારા આપણે આપણી ઘણી સમસ્યાઓ નુ સમાધાન કરી શકીએ છીએ. ચાલો તમને પણ એ નુસખા વિશે જણાવીએ, જેનો ઉપયોગ કરીને તમારી જિંદગી થોડી સરળ બનાવી શકશો.

1. વોડકા

અરે! અમે દારૂ પીવાના ફાયદા નથી જણાવી રહ્યા, પણ તેને લગાવવા ના ફાયદા જણાવીએ છીએ. જો તમારા પગ માં થી દુર્ગંધ આવે છે, જેને કારણે તમારે ઘણી વખત શર્મિન્દા થવુ પડયુ હોય, તો એક કપડા ને vodka માં ડુબાડો અને તેનાથી તમારા પગ સાફ કરી લો. તેનાથી તુરંત પગ ની દુર્ગંધ દૂર થઈ જશે. જો તમે આ કામ સતત એક અઠવાડિયા સુધી કરશો, તો પછી ક્યારેય પગ માં થી દુર્ગંધ આવવા નો ચાન્સ જ નહીં રહે.

2. ટૂથપેસ્ટ

અત્યાર સુધી તમે ટૂથપેસ્ટ નો ઉપયોગ દાંતો ને સાફ કરવા માટે કર્યો હશે. પરંતુ હવે તેને ચહેરા પર લગાવી ને જુઓ. તે તમારા ચહેરા ના અનિચ્છનીય ખીલ અને પીમ્પલ્સ ને મૂળ થી ખતમ કરી દેશે. ન તો કોઈ મોંઘી ક્રીમ ની જરૂરત અને ન કોઈ ફેસવોસ ની.

3. લાળ (Saliva)

જો ટૂથપેસ્ટ થી ચહેરા ના પિમ્પલ ન નીકળે, તો હેરાન ના થાઓ, બ્રશ કરવાનુ છોડી દો. અરે! આખા દિવસ માટે નહીં. બસ સવારે ઉઠીને બ્રશ કર્યા વિના લાળ ને પીમ્પલ્સ પર લગાવો. એક જ દિવસ માં ચહેરા થી પીમ્પલસ બાય-બાય કહી ને જતા રહેશે.

4. બેકિંગ સોડા અને લીંબુ

દાંત ગંદા છે, પીળા છે, જે તમને ખુલીને હસવા પણ નથી દેતા. ગભરાશો નહીં, ઘરમાં રાખેલા થોડા બેકિંગ સોડા લો, તેમાં થોડો લીંબુ નો રસ મેળાવો અને આ પેસ્ટ થી બ્રશ કરી લો. પરંતુ ધ્યાન રહે તે રોજ ન કરવુ ફક્ત અઠવાડિયામાં એક વખત કરો. તમારા દાંત મોતી જેવા ચમકવા લાગશે.

5. ક્રોસીન ટેબલેટ

માથા ના દુખાવા ને છોડો, આ ટેબલેટ તમારા વાળ માટે ખુબજ ફાયદાકારક છે. ફક્ત બે ગોળી નો ચૂરો બનાવો, તેને શેમ્પુ માં મેળાવો, તમારા વાળ માં લગાવો અને 5 મિનિટ માટે રાખો, ક્રોસીન માં salicylic acid હોય છે, જે તમારા વાળ માં થી સંપૂર્ણ પણે ડેન્ડ્રફ ને હટાવી દેશે.

6. સરસવ નુ તેલ

આમ તો આપણે સૌ જાણીએ જ છીએ ક સરસવ નુ તેલ સ્વાસ્થ્ય માટે ઘણુ ફાયદાકારક હોય છે. પણ પોતાને ફિટ રાખવા માટે છોકરીઓ તેનો ત્યાગ કરે છે. હવે જે અમે તેનો ઉપયોગ જણાવવા જઈ રહ્યા છીએ તેનાથી છોકરીઓ માટે તે સૌથી મનગમતી વસ્તુ બની જશે. લાંબા નખ રાખવા દરેક છોકરીઓ નો શોખ હોય છે, પરંતુ તેને મોટા કરવા ખૂબ મુશ્કેલ છે. તમારા નખ પર દરરોજ સરસવ ના તેલ ની માલિશ કરો. તેનાથી નખ મજબૂત થશે અને જલ્દી વધશે.

7. ચોકલેટ

ચોકલેટ ખાવાથી ડિપ્રેશન ખતમ થાય છે. આ વાત તો સૌ જાણે છે, પરંતુ જો તમે તેને ચહેરા પર લગાવો છો, તો તમારી સૂકી ત્વચા પાછી મુલાયમ થઈ જશે. બસ તમારે તેમાં એક ચમચી oliv oil નાખવાનુ છે. પછી જુઓ તમારો ચહેરો કેવો ચમકવા લાગશે.

8. ડુંગળી

આ એક એવુ શાકભાજી છે, જે તમને રસોડા માં મળી જશે. પણ તેના ફાયદાઓ બધા ઘર ના લોકો નથી જાણતા. ડુંગળી ને પીસી ને તેના રસ ને વાળ ના મૂળ માં લગાવો. તેનાથી વાળ નુ ખરવુ બંધ થઇ જશે, સાથેજ નવા વાળ પણ આવશે.

9. કોલ્ડ ડ્રિંક્સ

જો તમને ગેસ ની સમસ્યા છે અને તેનાથી પેટ માં પણ દુખે છે, તો થોડા સમય માટે તેનાથી રાહત માટે એક ગ્લાસ કોલ્ડ ડ્રિંક પી લો. તમને તુરંત રાહત મળશે.

10. બ્રેડ અને ઈંડા

હાં, તેને ખાવાના જ છે. આ એક પૌષ્ટિક આહાર પણ છે. પરંતુ આ તેના માટે રામબાણ ઈલાજ ની જેમ છે, જેને હેંગઓવર થયુ હોય. આગલી રાતે વધારે દારૂ ને લીધે જો માથુ દુખતુ હોય, તો બ્રેડ અને ઈંડુ ખાઈ લો. તુરંત હેંગઓવર ગાયબ થઈ જશે.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here