10 વર્ષ થઈ ગયા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં ને ,જાણો આ 15 કલાકારો ની ફી….

0

ભારત ના વધુ પડતા ઘરો માં એક જ ટીવી હોય છે અને પછી જ્યારે આખી ફેમીલી એક સાથે બેસે છે તો એ નથી જોઈ શકતા જે બધા જોવા ઈચ્છે છે કારણકે બધા ની એક જ પસંદ હોય એ તો નામુમકિન વાત છે. એટલા માટે જ સબ ચેનલ એ એક સિરિયલ બનાવી જેને બાળકો થી લઈ અને ઘરડા પણ પસંદ કરે છે અને સિરિયલ નું નામ છે તારક મહેતા કા ઉલટા ચશ્માં. જેમાં મઝેદાર કિસ્સા પણ છે ,સોશ્યલ મેસેજ પણ છે અને મોટાઓ માટે ગંભીર મુદ્દા પણ છે. સાલ 2008 માં શરૂ થયેલ આ સિરિયલ ને પુરા 10 વર્ષ થઈ ગયા છે પણ એની TRP આજ સુધી ઓછી નથી થઈ. આ સિરિયલ હંમેશા થી ટોપ3 માં રહે છે અને એ જ ત્રણ ના ગ્રાફ માં ઉપર નીચે જતી રહે છે. સાલ 2008 માં શરૂ થવા વાળા તારક મહેતા કા ઉલ્ટા ચશ્માં એ તેના 2500 એપિસોડ પુરા કરી લીધા. એની સાથે જ આ શો ભારતીયો નો સૌથી લોકપ્રિય અને સૌથી વધુ જોવા વાળો શો બની ચુક્યો છે. હવે ચાલો જણાવીએ કે આ શો ની સ્ટારકાસ્ટ ની એક દિવસ ની ફી.1. દિલીપ જોશી:આ શો માં દિલીપ જોશી જેઠાલાલ નું કિરદાર નિભાવે છે. કારણકે એ એક બૉલીવુડ સ્ટાર પણ છે એટલા માટે એ સૌથી વધુ ફી ચાર્જ કરે છે. દિલીપ જોશી આ શો ના સૌથી મોંઘા કલાકાર છે જેમને દિવસ ના લગભગ 50,000 રૂપિયા ની ફી આપવા માં આવે છે.

2. દિશા વકાની:આ શો ની બીજી સૌથી મોંઘી અને સુંદર એક્ટ્રેસ દિશા વકાની. એટલે કે દયા ભાભી . એમને 40,000 પ્રતિ દિન ની ફી મળે છે.

3. શૈલેષ લોધા:શૈલેષ આ સિરિયલ નો મહત્વ નો કિરદાર તારક મહેતા નો કિરદાર છે એટલે માટે એ 32,000 રૂપિયા એક દિવસ ના ચાર્જ કરે છે.

4. નેહા મેહતા:આ શો નો બીજો સુંદર ચેહરો નેહા જે મિસિઝ અંજલિ તારક મહેતા નો કિરદાર નિભાવે છે , એ આ શો માં એક દિવસ માટે કામ કરવા ના 25000 રૂપિયા લે છે.

5. તનુજ મહાશબ્દે:તનુજ આ સિરિયલ માં બબીતા ના પતિ એટલે કે અય્યર નો રોલ કરે છે. તાનુજ એક દિવસ ના 23,000 ફી લે છે.

6. મુનમુન દતા:સિરિયલ ની સૌથી ખુબસુરત અભિનેત્રી મુનમુન એટલે કે બબીતા એક દિવસ ના 30,000 ચાર્જ કરે છે.

7. મંદર ચંદવાકર:મંદર શો માં ટીચર આત્મારામ ભીડે નો રોલ નિભાવે છે. એ એક દિવસ ના 30,000 ચાર્જ કરે છે.

8 . સોનાલિકા જોશી:સોનાલિકા આ શો માં માધવી ભીડે નો રોલ નિભાવે છે. તે એક દિવસ ના 25,000 ફી લે છે.

9. આઝાદ કવી:આઝાદ કવિ એટલે કે ડોકટર હાથી નો રોલ નિભવતા આઝાદ એક દિવસ ના 25,000 ચાર્જ લેતા.

10. અંબિકા રંજન્કર:અંબિકા એટલે કે ડો.હાથી ની પત્ની કોમલ એક દિવસ ની 26,000 ફી લે છે.

11. ગુરુચરણ સિંહ:ગુરુચરણ એ સિરિયલ માં રોશન સિંહ સોઢી નો કિરદાર નિભાવે છે. એ એક દિવસ ની 28,000 ફી લે છે.

12. જેનિફર મિસ્ટ્રી બનિસ્વાલ:જેનિફર આ શો માં રોશન સિંહ સોઢી ની પત્ની રોશન નો કિરદાર નિભાવે છે. એ એક દિવસ ની 22,000 ફી લે છે.

13. શ્યામ પાઠક:શ્યામ પાઠક શો માં પોપટલાલ પાંડે નો કિરદાર નિભાવે છે. એ એક દિવસ ના 28,000 ચાર્જ કરે છે.

14. ઘનશ્યામ નાયક:ઘનશ્યામ આ શો માં નટુકાકા નો રોલ કરે છે. તે એક દિવસ ની 30,000 હજાર ફી લે છે.

15. અમિત ભટ્ટ:અમિત ભટ્ટ એટલે કે જેઠાલાલ ના પિતા ,ચંપક લાલ નો કિરદાર નિભાવે છે એ એક દિવસ ના 35,000 રૂપિયા લે છે.

Author: GujjuRocks Team
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.
દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here