10 વર્ષની ઉમરે થયેલું ખીલ બની ગયું મોત નું કારણ, વાંચો આર્ટીકલમાં એવું કેમ થયું? ચોંકી જશો જાણીને

0

આજ કાલ ની યુવતીઓ માટે ખીલ થવા ખુબજ સામન્ય બાબત બની ગઈ છે. યુવતીઓ ની અમુક ઉમર થાતા તેના હોર્મોન્સ માં બદલાવ આવે છે જેને લીધે સવ્ભાવ અને વિચારણા મા પણ બદલાવ આવે છે. જેને લીધે શરીર મા ગરમી નું પ્રમાણ વધવા લાગે છે અને તે ખીલ સ્વરૂપે બહાર આવે છે. જો કે હાલ નાં જમાના પ્રમાણે ખીલ નો ઈલાજ શક્ય બન્યો છે, ઘણા લોકો દાકટરી સારવાર તો ઘણા લોકો ઘરેલું ઉપચાર કરી ને ખીલ ની સમસ્યા થી રાહત મેળવે છે. જો કે ખીલ થવા એ એક સામન્ય બાબત છે જેથી ઘણા લોકો આ સમસ્યા ને ગંભીર લેતા નથી.

આવો જ એક કિસ્સો એક યુવતી સાથે થયો હતો એટલે કે તેને આજ થી 10 વર્ષ પહેલા કાન ની બાજુ મા ખીલ થયું હતું. જે આજ એક ગંભીર સમસ્યા નું કારણ બની ગયું છે. ઇંગ્લેન્ડ ની રહેવાસી જેમ્મા કોટ્ટમ સાથે કાઈક આવી ઘટના બની હતી. હાલ તેની ઉમર માત્ર ૨૬ વર્ષ ની છે. હાલ તે પોલ નામ ના વ્યક્તિ ને પ્રેમ કરે છે અને ટૂંક સમય મા જ બન્ને લગ્ન ગ્રંથી મા જોડાવાના છે. જેમ્મા ના ચહેરા પર ડાબી બાજુ ના કાન પાસે ૧૫ વર્ષ ની ઉમરે ખીલ થયું હતું. દરેક યુવતીઓની જેમ જેમ્મા એ પણ આ ખીલ વિશે કાય ખાસ ધ્યાન આપ્યું ના હતું. પણ તેને શું ખબર હતી કે તેની આ ભૂલ તેમને મોત ના ઘાટ સુધી લઈ જાશે.

બન્યું એવું કે આ ખીલ ધીરે ધીરે તલ મા ફેરવાઈ ગયું. આ ઘટના થી ચિંતિત જેમ્મા એ ડોક્ટર ની સારવાર લેવાનું નક્કી કર્યું પણ એ સમયે આ તલ મા પરીણમેલું ખીલ એક સામન્ય જ હતું જેથી ચિંતા ની કોઈ વાત ન હતી. ડોકટરે એ પણ જણાવ્યું કે આ તલ ને સર્જરી ની મદદ થી દુર કરી શકાય પણ તે સમયે આ એક નોર્મલ સમસ્યા હોવાને લીધે જેમ્મા એ સર્જરી કરાવાનું ટાળ્યું હતું.

૨૫ ની ઉમર થાવાની સાથે જ આ તલ ધીમે ધીમે મોટું થાવા લાગ્યું. તેમના પ્રેમી પોલ ના કહેવાથી અને આ ઘટના થી ગભરાઈ ને જેમ્મા એ ડોક્ટરની મદદ લીધી. અને તપાસ દરમિયાન બન્યું એવું કે જે સપનામાં પણ વિચારેલું ન હતું. સાંભળીને જ પોલ અને જેમ્માં ના હોશ ઉડી ગયા.

જો પોલ ના કહેવા થી જેમ્મા એ ડોકટરી સારવાર ના લીધી હોત તો દુઃખદ ઘટનાં બની શકે તેમ હતી. તપાસ પછી ડોકટરે જણાવ્યું કે આ કોઈ મામુલી ખીલ કે તલ નથી પરંતુ એક બીમારી છે એટલે કે તેને આ ખીલ ને લીધે કેન્સર થયું હતું. જો હજી પણ જેમ્મા એ આ સમસ્યા ના હલ માટે મોડું કર્યું હોત તો તેનું મૃત્યુ થવું શક્ય જ હતું.

પણ આ બીમારી હજી મેલેનોમા સ્ટેજ-2 સુધી પહોચી હતી અને તેમાં પણ 95 ટકા ચાન્સ હતા. માટે મોડું કરવું તેના માટે મુર્ત્યું નું કારણ હતું.

પણ જેમ્માં ના નસીબે, સાથે જ પોલે પણ ઘણો સાથ આપ્યો હતો. ડોકટરે સર્જરી કરી ને આ તલ ને દુર કરી દીધું હતું, ૨૫ મિનીટ ની સર્જરી બાદ આખરે કામયાબી મળી હતી એટલે કે ઓપરેશન સફળ નીવડ્યું હતું. પણ બન્યું એવું કે ડોકટરે 3 સેમી જેટલી જેમ્માં નાં ચહેરા ની સ્કીન દુર કરી નાખી જેથી તે ફેલાઈ નાં શકે અને ભવિષ્ય મા પણ ફરી કેન્સર થાવાના ચાન્સ ના બચે. સ્કીન દુર કરવાને લીધે જેમ્માં ના ચેહરા પર ૨૫ જેટલા ટાકા આવ્યા. સુંદર દેખાતી ઇંગ્લેન્ડ ની આ જેમ્મા નો ચહેરો કદરૂપો બની ગયો. મેન વાત તો એ છે કે જેમ્મા નો જીવ બચી ગયો અને હવે ખતરા ની કોઈ આવશ્યકતા નથી.

જુઓ અહી તેમના ચહેરા ની સર્જરી ના ફોટોસ..

પોલ અને જેમ્મા નવેમ્બર મહિના માં લગ્ન કરવાના હતા પણ આ ઘટના મા ખુબ જ સમય જતો રહ્યો. પોલ અને જેમ્મા એ પોતાના લગ્ન અને આવનારા રંગીન દિવસો માટે ઘણા પૈસા બચાવ્યા હતા, પણ એ બધું સેવિંગ્સ આ ઘટના દરમિયાન વપરાઈ ગયું. સર્જરી બાદ બન્ને ઘરે તો આવી ગયા પણ લગ્ન ના કરી શક્યા. બન્ને એ વિચાર્યું કે પોતે હવે ફરી થી પોતાનું કામ શુરુ કરી દેશે, પૈસા કમાશે અને ધામધૂમ થી લગ્ન કરશે.

અહી જેમ્મા એ પોતાના પોલ સાથે ના ફોટોસ સોસીયલ મીડિયા પર વાયરલ થયા છે. અને એક મેસેજ પણ આપ્યો છે. જેમ્માં નું કહેવું છે કે આ ઘટના બીજા કોઈ પણ સાથે બની શકે છે. જેવી રીતે તેમણે આ ઘટના ને નજરઅંદાજ કરી તેવી ભૂલ બીજી કોઈ પણ યુવતી નાં કરે. કેમ કે જરૂરી નથી કે તેનો જીવ જેમ્મા ની જેમ બચી જાય.

જેમ્મા  આ મેસેજ પર થી એવું કહેવા માગે છે કદાચ તેની આ વાત થી બીજા કોઈ પણ આ સમસ્યા નુ જલ્દી થી તારણ કાઢી શકે અને પોતાના જીવ ને બચાવી શકે.

Story Author: GujjuRocks Team

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here