10 તોલા ના શેવિંગ મશીન થી થાય છે શેવિંગ, દાઢી કરવા માટે લાઈનમાં લાગે છે લોકો…જાણો કેટલો ભાવ લે છે ?

0

અત્યાર સુધી તમે રાજા-મહારાજાઓ ના સોના-ચાંદી ના વાસણો વિશે સાંભળ્યું હશે, પણ એક એવો હેયર ડ્રેસિંગ સલૂન છે જ્યાં હજામત(દાઢી કરવા) માટે સોના ના રેઝર નો ઉપીયોગ કરવામાં આવે છે. પશ્ચિમી મહારાષ્ટ્ર ના સાંગલી શહેર માં એક એવો જ મેન્સ સલૂન પાર્લર છે જેનું નામ ‘ઉસ્તરા મેન્સ સ્ટુડિયો’ છે. આ સલૂન માં લોકો હજામત માટે વેઇટિંગ લિસ્ટ માં પોતાનું નામ નોંધાવે છે. આ સલૂન ના માલિક રામચંદ્ર દત્તાત્રેય કાશીદ એ પોતાના સલૂન માં એક અનોખો પ્રયોગ કર્યો છે, જે તેનું સોનાનું રેઝર(શેવિંગ મશીન) છે. આ મશીન 18 કૈરેટ ના સાડા દસ તોલા નું છે. તેને પુણે ના એક કારીગરે 20 દિવસો ની મહેનત પછી તૈયાર કર્યું છે. જેમાં સાડા ત્રણ લાખ રૂપિયા ખર્ચ થયા હતા.

જલ્દી જ ફેમસ થઇ ગયું પાર્લર:

રિપોર્ટ્સ ના આધારે આ પાર્લર પહેલાથી જ ખુબ જ ચાલતું હતું પણ લોકોને જયારે આ સલૂન ની ખાસિયત ની જાણ થઇ તો જોત-જોતામાં અહીં ભીડ ઉમટવા લાગી. પોતાના આ નવા પ્રયોગ પર રામચંદ્ર કાશીદ કહે છે, ”હું કંઈક અલગ કરવા માગતો હતો. કંઈક એવું કે જેનાથી લોકો મારું નામ લે, મારા પિતાનું નામ લે. માટે મેં આ આ વાત વિચારી કે પોતાના ગ્રાહકો ને કંઈક અલગ જ પ્રકારનું આપવામાં આવે. જો શેવિંગ સોનાથી બનેલા શેવિંગ મશીન થી થાય, તો લોકોની ઉત્સુકતા વધવાનું નક્કી જ છે. ગ્રાહકો જ નહિ પણ પણ તેઓના બાળકો અને સગા સંબંધી ઓ પણ આ સોના ના રેઝર ને જોવા માટે આવે છે”.પાંચ ગણો ચાર્જ:

હવે અહીં લોકો રોજના શેવિંગ માટેના 200 રૂપિયા આપે છે જે પહેલાના 40 રૂપિયા થી 5 ગણો વધારે છે. આ સિવાય લોકો પોતાના વારા માટે વેઇટિંગ લિસ્ટ માં નામ પણ નોંધાવે છે. રિપોર્ટ્સ ના આધારે રામચંદ્ર પોતાના આ વ્યવસાય થી 1.5 થી 2 લાખ રૂપિયા એક મહિનામાં કમાણી કરી લે છે.

Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here