10 રૂપિયાનો શેરડીનો રસ તરસ તો બુજાવે છે, પણ તમને આ નુક્શાનની નહિ ખબર હોય વાંચો આર્ટિકલ

0

રસ્તા પર મળી રહેલા 10 રૂપિયાના શેરડીનાં જ્યુસ તરસ છુપાવશે અને ફાયદેમંદ છે તો તમે ગલત વિચારી રહ્યા છો, તમે મોટા ખતરામાં છો, સંભાળી જાઓ. હકીકત એ છે કે શેરડીના રસ અને બરફનો પ્રભાવ બંને અલગ છે. જો તમે થોડી એવી સાવધાની લેશો તો બીમારીથી બચી શકશો. શેરડીનો રસ પીતા પહેલા જોઈએ લો કે તે કેવી રીતે બને છે. સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે ઘણીવાર શેરડીની સાફ સફાઈ કરવામાં નથી આવતી. જેને લીધે તેના પર કાળી ફૂગ લાગી જાતી હોય છે.
સાથે જ બની શકે કે જે શેરડીનો રસ તમે પી રહ્યા છો, તેના પરથી ખેતરની માટી હટાવી ન હોય. કે પછી લીંબુમાં ધબ્બા લાગેલા હોય કે પછી તેના બીજ પણ ન કાઢ્યા હોય. સાથે જ તમે ક્યારેય એ ચેક કર્યું છે કે જે હાથથી રસ નીકાળવામાં આવી રહ્યું છે તે સાફ છે કે નહિ. તેજ હાથથી શેરડી પકડેલી હોય છે, જનરેટર ચલાવામાં આવે છે મશીનને ફેરવવામાં આવે છે. હાથ ક્યારેય ધોવામાં આવતા નથી. બસ અહીંથી બીમારીનાં દરેક લક્ષણ શરુ થઇ જતા હોય છે.રીસર્ચ અનુસાર શેરડીમાં જો લાલીમાં હોય તો તેને નાં પીઓ. તેને શેરડીની રેડ રોટ ડીસીજ કહેવામાં આવે છે. આ એક પ્રકારની ફૂગ છે, જે શેરડીના રસને લાલ બનાવી દે છે. તેનાથી જ્યુસની મીઠાશ પણ ઓછી થઇ જાય છે. આ ફુગથી હેપેટાઈટીસ, ડાયરિયા, અને પેટની બીમારીઓ થાય છે. આવી જ રીતે શેરડીની માટીથી પણ પેટ સંબંધી બીમારીઓ થાય છે. આવી શેરડી સસ્તી મળે છે પણ સ્વાસ્થ્ય માટે નુકસાન દાયક માનવામાં આવે છે.

રીસર્ચ અનુસાર જો શેરડીનો રસ બનાવતી વખતે સાફ-સફાઈ રાખવામાં ન આવે તો જોન્ડીસ, હેપેટાઈટીસ, ટાઈફોઈડ, ડાયેરિયા જેવી બીમારીઓ પણ થાય છે. મોટાભાગે શેરડીનો રસ જ્યાંથી તમે લો છો ત્યાં તેની ગુણવતા પર ધ્યાન દેવામાં નથી આવતું.    પેટમાં દર્દ વગેરે જેવી સમસ્યા પણ થવા લાગે છે. શેરડીનો રસ પીતી વખતે દુકાનની સાફ સફાઈનું ધ્યાન રાખો. ઘણીવાર દુકાનમાં બોવ બધી માખીઓ હોય તો આવી જગ્યા પરથી રસ પીવાથી બચો. જો કે શેરડીનો રસ નીકાળવા માટે ખાસ પ્રકારની મશીનનો ઉપીયોગ કરવામાં આવતો હોય છે પણ જણાવી દઈએ કે તેને ચલાવવા માટે ખાસ પ્રકારના તેલનો ઉપીયોગ કરવામાં આવે છે. આ તેલનાં પેટમાં જવાથી તે આપણા શરીર પર ખરાબ અસર કર શકે છે.
લેખન સંકલન:ઉર્વશી પટેલ
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.