10, માર્ચ- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો આજે મિથુન રાશિના જાતકોને થશે વેપારમાં વૃદ્ધિ અને બીજા ઘણા લાભ !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
આજે પરિવાર સાથે સમય પસાર કરવાનો દિવસ છે. ઘણા સમયથી જે મિત્રોને મળવા માટે પ્લાન બનાવી રહ્યા છો તે આજે સફળ થશે. આજે સાંજના સમયે ઘર અને પરિવારના સભ્યોની જરૂરતની વસ્તુઓ ખરીદવા જવાનો પ્લાન બની શકે છે. વધારાનો અને ફાલતું વસ્તુઓ પાછળ ખર્ચ કરશો નહિ. ભવિષ્ય માટે આજથી જ બચત કરવાનું શરુ કરો. પ્રેમીઓ માટે આજનો દિવસ સારો છે. એકબીજાને સારી જગ્યાએ મળી શકશો અને એકબીજા સાથે સમય પસાર કરી શકશો. કપડા, રંગ-મંચ, કળા, સંગીત, નાટક, વાહન અને મોંઘી એન્ટીક વસ્તુઓના બિઝનેસમાં જે મિત્રો જોડાયેલ છે તેમને આજે ધનલાભ થશે. વિદેશથી તમારા પ્રિય પાત્ર તરફથી તમને સરપ્રાઈઝ મળશે. આજે આંખ, મોઢામાં અને પગ સંબંધિત કોઈ તકલીફ થઇ સહકે છે.
શુભ અંક : ૩
શુભ રંગ : સફેદ

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
આજે બહારના લોકોને તમારા જીવનમાં શું બની રહ્યું છે એ વાતો જાણવામાં વધુ રસ હશે. તમારા ઘરની વાતો કોઈ બહારના લોકોને જણાવવી નહિ તેનાથી તમારા પરિવારમાં નાના મોટા ઝઘડા થઇ શકે છે. પરિવારના વડીલને વચ્ચે રાખીને દરેક સમસ્યાનો અંત લાવો. આજે તમે જેટલું કામ ધાર્યું છે એટલું પૂરું કરવા માટે સવારથી જ મહેનત કરો તમારા કામ માં ઘણા ઈર્ષાળુ વ્યક્તિઓ અડચણ બનશે પણ તેમને ધ્યાનમાં ના લેતા તમારું દરેક કામ ઈમાનદારીથી પૂરું કરો. આજે તમારા મિત્રો જે મુશ્કેલીમાં હોય તેની મદદ અચૂક કરજો.
શુભ અંક : ૮
શુભ રંગ : લીલો

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
નોકરી કરતા મિત્રોને આજે એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટેના સ્ત્રોત મળશે, માનસિક ઊર્જા એક ઉચ્ચ લેવલ પર હશે. આજે સંતાન તરફથી સારા સમાચાર મળશે. વિદેશમાં ભણવા જવા મિત્રોને સાચું માર્ગદર્શન મળશે. આજે દાંપત્યજીવનમાં ચાલી રહેલ દરેક સમસ્યાનો અંત આવી જશે. જીવનસાથી સાથે આજે સારો સમય પસાર કરી શકશો. આજે સ્વાસ્થ્ય સારું રહેશે. ઘણા સમયથી પેન્ડીંગ ઘરનું કામ આજે રજાના દિવસે પૂર્ણ કરી શકશો. વિદ્યાથી મિત્રોને આજે ભણવામાં ધ્યાન આપવાની જરૂરત છે, આવનાર સમયમાં તમારી બહુ આકરી પરીક્ષા થવાની છે. ભાગીદારીમાં વેપાર કરતા મિત્રોને ધનલાભ થશે. આર્થિક પરીસ્થિતિ સુધરવાના યોગ છે. આજે નાનકડી મુસાફરીના પણ યોગ છે.
શુભ અંક : ૧
શુભ રંગ : નારંગી

4. કર્ક – ડ,હ (Cancer):
જો તમે ઈચ્છો છો કે તમારી અને તમારા પરિવારજનોની તબિયત સારી રહે તો તેના માટે શરૂઆત તમારે જ કરવાની છે. પરિવારમાં કોઈ ગંભીર બીમારી થવાના યોગ છે. યોગ્ય સલાહ અને કસરતથી તમે યોગ્ય રીતે જાળવણી કરી શકશો. આજે સાંજ તમારા લગ્નજીવનની યાદગાર સાંજ બની રહેશે. યોગ્ય રીતે કરેલી મહેનતનું ફળ તમને અચૂક મળશે. આજે કોઈ વારસાઈ મિલકત મળવાના યોગ બની રહ્યા છે. પૈસાને કારણે અટકી પડેલા કામ હવે પૂર્ણ કરી શકશો. જમીન અને પ્રોપર્ટીનું કામ કરી રહેલ મિત્રોને ધનલાભના યોગ છે. આર્થિક પરીસ્થિતિ મજબુત થશે.
શુભ અંક : ૪
શુભ રંગ : પીળો

5. સિંહ – મ,ટ (Lio):
પૈસા કમાવવા માટે આજે તમને અનેક રસ્તા મળશે. લાંબા સમયના રોકાણ માટે પ્લાન કરી રહ્યા છો તો આજે કોઈ નિષ્ણાત અને અનુભવી મિત્રોને મળીને તેમના વિચારો જાણો. વેપારી મિત્રોને પોતાના કામને લીધે પરિવારથી દૂર જવાનું થશે. પ્રેમીઓ માટે આજેનો દિવસ થોડી મુશ્કેલી થશે એકબીજા સાથે વાત કરવામાં અને મળવામાં થોડી મુશ્કેલી આવી શકે છે. બની શકે તો આજે બજેટ બહાર ખર્ચ કરવાનું ટાળવું, આજે કોઈને પૈસા આપવા અને કોઈની પાસેથી પૈસા લેવા માટે યોગ્ય દિવસ નથી. આજે વાહન ચલાવતા અને રસ્તો ઓળંગતા ખાસ તકેદારી રાખવી, અકસ્માત થવાના યોગ છે. વેપારી મિત્રોને તેમના ભાગીદારથી ધનલાભ થશે. આજે સાંજના સમયે પરિવાર સાથે વિતાવો અને એકબીજાના મનની વાત સાંભળીને સમસ્યાનું સમાધાન કરો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
ઘણા સમયથી તમે જે કામ અને પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા હતા તો એ આજે પૂર્ણ થશે. જે પણ કામ તમે આજે પૂરું કરવા માટે ધાર્યું હોય એ કામ આજે જ પૂરું કરો આવતીકાલ પર એ કામ છોડશો નહિ. આવતીકાલ તમારી માટે અનેક નવી તકો લઈને આવશે. સ્વાસ્થ્ય પર્ત્યે બેદરકારી તમને ભરી પડી શકે છે. લોકોની વાતોમાં આવીને કોઈપણ નિર્ણય ઉતાવળે લેતા નહિ. આજે સાંજનો સમય પરિવાર સાથે વિતાવો. મોટેથી બોલવામાં આવતું અસત્ય એ અસત્ય જ રહે છે આ એક વાત આજે તમારે યાદ રાખવાની છે કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો.
શુભ અંક : ૧
શુભ રંગ : કાળો

7. તુલા – ર,ત (Libra):
આજે આર્થિક પરીસ્થિતિમાં સુધારો થશે. ઘણા સમય પહેલા કોઈને ઉધાર આપેલ પૈસા પરત મળશે. આજે કોઈપણ કામ કરતા તકેદારી રાખજો, વાગવાના કે દાઝી જવાના યોગ છે. આજે પ્રેમ સંબંધ માટે સારો સમય છે. પ્રિયજન સાથે સારો સમય વિતાવી શકશો. એકબીજા સાથે મનપસંદ વાતો કરી શકશો, બહાર શાંત અને મનપસંદ જગ્યાએ ફરવા જઈ શકશો. વિદ્યાર્થી મિત્રોને ભણવામાં ધ્યાન આપવાની જરૂરત છે. આજે રજાના દિવસે અમુક મહત્વના કામ પૂર્ણ કરવા પ્રયત્ન કરશો પણ તેમાં જોઈએ એવું કામ નહિ થઇ શકે, નિરાશ થવું નહિ અને સતત પ્રયત્ન કરવાથી સફળતા મળશે, જીવનસાથી અને પરિવાર તરફથી સંપૂર્ણ સહકાર મળશે. નવો કોઈ વેપાર શરુ કરવા માંગો છો તો આજે પ્લાનિંગ કરી શકો છો.
શુભ અંક : ૮
શુભ રંગ : ગુલાબી

8. વૃષિક – ન,ય(Scorpio):
આજે જીવનસાથી તરફથી તમને સારા સમાચાર મળવાના યોગ છે. ઘરમાં કોઈપણ નાની વાત મોટા ઝઘડાનું સ્વરૂપ ના બની જાય એની તકેદારી તમારે રાખવાની છે. આજે થોડો ખર્ચ પણ વધી શકે છે. કોઈપણ નવા લોકો સાથે મળતા સમયે તમારા વાણી અને વર્તન પર કાબુ રાખો. જીવનસાથીના ઇશારાને બરોબર સમજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે થોડી તકેદારી રાખો. હંમેશા ખુશમિજાજ અને પોઝીટીવ રહો એ જ તમારે યાદ રાખવાનું છે. લગ્ન કરવા માંગતા મિત્રોની તેમના જીવનસાથી સાથે મુલાકાત થશે. પરિવાર સાથે આજે બહાર કોઈ નવા લોકોને મળવા માટે જઈ શકો છો. બહારનું અને ખુલ્લું ખાવાનું અવગણજો. સંતાન તરફથી સારો પ્રતિસાદ મળશે.
શુભ અંક : ૫
શુભ રંગ : લાલ

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
તમારામાં રહેલી નકારાત્મકતા તમને આગળ વધતા રોકે છે. તમે ઘણા સમયથી કરેલી મહેનતનું યોગ્ય ફળ મળતું નથી તો તમારે આજથી જ હકારાત્મક વલણ અપનાવવાનું છે. તમારા પરિવાર સાથે વાત કરો તેઓ આજે તમારી ખુબ મદદ કરી શકશે. કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.
શુભ અંક : ૮
શુભ રંગ : આસમાની

10. મકર – જ, ખ (Capricorn): .
પૈસા કમાવવા અને ભવિષ્ય માટે પૈસા બચાવવા માટે આજે પ્લાન કરી શકશો. જીવનસાથીની પણ વાત સાંભળો અને તેઓ શું સમજવા માંગે છે તે સમજો. જીવનસાથી સાથે લાંબા સમયથી બહાર ફરવા જવાનો કોઈ પ્લાન બનાવી રહ્યા છો તો આજે સફળ થશો. પાર્ટનર સાથે આજે સારો સમય પસાર કરી શકશો. વેપારી મિત્રોને આજે નુકશાન થઇ શકે છે. પૈસા ઇન્વેસ્ટના પ્લાન માટે પહેલા ભવિષ્યમાં થવાવાળા દરેક ફાયદા અને નુકશાનને ધ્યાનમાં રાખજો. વિદ્યાર્થીઓને આજે મિત્રોના સહકારથી કોઈ લાંબા સમયની સમસ્યાથી બહાર આવી શકશો. આજે જુના મિત્રોને પણ મળી શકો છો. ઘરની જરૂરી અને મનોરંજન માટે કોઈ સાધન ખરીદી શકો છો. એકંદરે આજનો દિવસ સામાન્ય છે.
શુભ અંક : ૭
શુભ રંગ : જાંબલી
11. કુંભ – ગ,શ,સ(Aquarius):
આજે ઘણા લોકોની ભીડ વચ્ચે તમને તમારી ઓળખ બધા સાથે કરાવવાની તક મળશે તો એ તકને જતી કરશો નહિ. આજે કોઈપણ કામ આવે તો તેને ઉત્સાહથી કરો તમારો એ સ્વભાવ જ તમને સફળતાના શિખરો સર કરાવશે. આજે તમારા માટે ખૂબ સારો દિવસ છે તો કોઈપણ પ્રકારની મૂંઝવણ હોય તો તમારા વડીલોની સલાહ લો અને આગળ વધો. આજે નાણાકીય ભીડ ઓછી થવાના યોગ છે તમારા પર ઈશ્વરના ચાર હાથ છે પણ ખરી સફળતા તમને મહેનત કરીને જ મળશે. આજે નોકરી બદલવા માટે પણ સારા યોગ છે.
શુભ અંક : ૯
શુભ રંગ : લીલો
12. મીન – દ,ચ,જ,થ(Pisces):
નોકરી અને વેપાર સિવાય એક્સ્ટ્રા ઇન્કમ વધારવા માટેના રસ્તા મળશે. મિત્રો અને સંબંધીઓ તરફથી ધનલાભ થશે. પારિવારિક જીવન માટે આજનો દિવસ ઉત્તમ છે. ઘરમાં રહેલ દરેક સદસ્યો આજે તમારાથી ખુશ હશે. પરિવાર સાથે આજે સાંજના સમયે બહાર જમવા માટે જઈ શકો છો. પ્રેમીઓનું જીવન પણ ખુશખુશાલ હશે. આજે તમારા પ્રિયજન તરફથી તમને મોંઘી ભેટ મળવાની સંભાવના છે. આજે થોડો માનસિક તણાવ પણ મહેસુસ થશે પણ પરિવારના સાથને કારણે મન હળવું રહેશે. વેપારી મિત્રો પોતાની દુકાન કે ઓફીસ બદલવા માંગે છે તો આજે સારો દિવસ છે. નોકરી કરતા મિત્રો આજે પોતાનું આવક વધારી શકશે. મિત્રો અને પરિવારજનોની મદદથી સમાજમાં તમને નામના મળશે. લોકોની ભીડમાં આજે તમને એક નવી ઓળખાણ મળશે.
શુભ અંક : ૨
શુભ રંગ : લાલ

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – પૈસા રોકાણ માટેની પણ ઘણી તક મળશે પણ તેમાં નફો અને નુકશાન બંને બાબતોની યોગ્ય ચકાસણી કરીને આગળ વધજો. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા વડીલોની અને ઉપરી અધિકારી જેને એ કામનો અનુભવ છે તેની સલાહ જરૂર લેજો. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો.

કૌટુંબિક-પારિવારિક: વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here