10 ખાસ વાતોમાં જાણો, સરદાર વલ્લભભાઈ પટેલ ના જીવનની ખાસ વાત વાંચો …

0

1. સરદાર પટેલ નો જન્મ 31 ઓક્ટોબર, 1875 ના ગુજરાત ના નડિયાદ શહેર માં થયો હતો. તે ખેડા જિલ્લા ના કરમસદ માં રહેનારા ઝવેર ભાઈ અને લાડબા પટેલ ના ચોથા સંતાન હતા. 1897 માં 22 વર્ષ ની ઉંમરમાં તેમણે મૈટ્રીક ની પરીક્ષા પાસ કરી હતી.

2. અન્યાય ના વિરુદ્ધ વિદ્રોહ તેનો સૌથી મોટો ગુણ હતો. નડિયાદ માં તેના સ્કૂલ ના અધ્યાપક પુસ્તકો નો વ્યાપાર કરતા હતા અને વિદ્યાર્થીઓ ને કહેતા હતા કે પુસ્તકો બહારથી ન ખરીદે પણ તેની પાસે થી જ ખરીદે. વલ્લભભાઈ એ તેનો વિરોધ કર્યો અને વિદ્યાર્થીઓ ને અધ્યાપકો પાસે થી પુસ્તકો ન ખરીદવા માટે પ્રેરીત કર્યા હતા. પરિણામ સ્વરૂપ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ માં સંઘર્ષ ચાલુ થયું. 6 દિવસ સુધી સ્કૂલ પણ બંધ રહી હતી. અંત માં અધ્યાપકો ના તરફ થી પુસ્તકો વહેંચવાની પ્રથા બંધ થઇ ગઈ.

3. સરદાર પટેલ વકીલ બનવા માગતા હતા અને પોતાના આ સપના ને પૂરું કરવા માટે તેને ઇંગ્લેન્ડ જાવું હતું પણ તેની પાસે પૂરતા આર્થિક સાધન ન હતા કે તે એક ભારતીય મહાવિદ્યાલય માં પ્રવેશ લઇ શકે. તે દિવસો માં એક ઉમ્મીદવાર વ્યક્તિગત રૂપથી અભ્યાસ કરીને વકીલ ની પરીક્ષા માં બેસી શકતા હતા. એવામાં સરદાર પટેલે પોતાના એક પરિચિત વકીલ થી પુસ્તકો ઉધાર લીધા અને ઘરે જ અભ્યાસ કરવાનું શરૂ કરી દીધું.

4. વલ્લભભાઈ ના લગ્ન ઝબેરબા સાથે થયા હતા. પટેલ માત્ર 33 વર્ષ ના હતા જયારે તેની પત્ની નું નિધન થઇ ગયું હતું.

5. સરદાર પટેલ 1913 માં વકીલાત કરીને ભારત પાછા આવ્યા અને અમદાવાદ માં પોતાની વકીલાત શરૂ કરી. જલ્દી જ તે લોકપ્રિય બની ગયા હતા. પોતાના મિત્રોના કહેવા પર પટેલે 1917 માં અમદાવાદ ના સૈનીટેશન કમિશ્નર નો ચુનાવ લડ્યો અને તે તેમાં જીતી પણ ગયા હતા.

6.સરદાર પટેલ ગાંધી જી ના પંચરણ સત્યાગ્રહ ની સફળતા થી ખુબ પ્રભાવિત હતા. 1918 માં ગુજરાત ના ખેડા ખંડ માં દુષ્કાળ આવ્યો. ખેડૂતોઓ એ કરવેરા થી રાહત ની માંગ કરી, પણ બ્રિટિશ સરકારે તેની વાત ન માની. ગાંધીજી એ ખેડૂતો નો મુદ્દો ઉઠાવ્યો પણ તે પોતાનો પૂરો સમય ખેડા માં અર્પિત કરી શકતા ન હતા માટે એક એવા વ્યક્તિ ની શોધ હતી જે તેની ગેરહાજરી માં આ સંઘર્ષ કરી શકે. તે સમયે સરદાર પટેલ સ્વેચ્છા એ આગળ આવ્યા અને સંઘર્ષ નું નેતૃત્વ કર્યું.

7. આ સિવાય, સરદાર પટેલ ની પાસે પોતાનું મકાન પણ ન હતું. તે અમદાવાસ માં ભાળા ના એક નાના એવા મકાનમાં રહેતા હતા.

8. ઇંગ્લેન્ડ માં વકીલાત નો અભ્યાસ કર્યા પછી પણ તેની મન પૈસા કમાવા તરફ ન હતું. તેનું જયારે નિધન થયું, ત્યારે તેના બેન્ક ખાતા માં માત્ર 260 રૂપિયા જ રહેલા હતા.

9. સરાદર પટેલ ના નિધન ના 41 વર્ષ પછી 1991 માં ભારત ના સર્વોચ્ચ રાષ્ટ્રીય સમ્માન ભારત રત્ન થી તેને સમ્માનિત કરવામાં આવ્યા હતા, આ એવોર્ડ તેના પૌત્ર વિપીનભાઈ પટેલ એ સ્વીકાર કર્યો હતો.

10. સરાદર વલ્લભભાઈ પટેલ ના નામ થી ઘણી સંસ્થાન પણ શરૂ કરવામાં આવી. તેમાંથી મેરઠ ના કૃષિ અને પ્રૌદ્યોગિકી, સરદાર વલ્લભભાઈ પટેલ વિશ્વવિદ્યાલય, સરદાર વલ્લભભાઈ રાષ્ટ્રીય પ્રૌદ્યોગિકી સંસ્થાન સુરત, સરદાર પટેલ વિશ્વવિદ્યાલય ગુજરાત, પ્રૌદ્યોગિકી સરદાર પટેલ સંસ્થાન, વસાડ, સરદાર પટેલ વિદ્યાલય નવી દિલ્લી વગેરે.

Author: GujjuRocks Team
સંકલન: વિનંતી પંડ્યા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here