10 કર્તવ્યોમાનો એક છે ઉપવાસ, જાણો ઉપવાસ કરવાના આ 10 ફાયદાઓ….

0

ઇન્સાનનાં 10 કર્તવ્યો માંથી એક છે ઉપવાસ.

હિંદુ ધર્મમાં સંધ્યોપાસન, તીર્થ, ઉત્સવ, સેવા, દાન, યજ્ઞ, સંસ્કાર, વેદ પાઠ, ધર્મ પ્રચાર અને ઉપવાસ સહીત 10 કર્તવ્યો માનવામાં આવ્યા છે. ઉપવાસ આ 10 કર્તવ્યોમાનો એક ખાસ કર્તવ્ય છે. કોઈ સંતાન પ્રાપ્તિ માટે ઉપવાસ કરે છે તો કોઈ સારો પતિ મેળવવા માટે. અમુક સારા ભવિષ્ય માટે ઉપવાસનો સહારો લેતા હોય છે. જો કે ઉપવાસ પરના આ દરેક દાવા સાચા છે કે નહિ તેના દાવો તો નથી કરી શકાતો. પણ હા વિજ્ઞાનનાં અનુસાર ઉપવાસના ઘણા ફાયદાઓ છે. રીસર્ચ માં પણ આ વાત સાબિત થઇ ગઈ છે. ઉપવાસના આ ફાયદા જાણ્યા બાદ તમે માત્ર ધાર્મિક દિવસોએ જ નહિ પણ સામાન્ય દિવસો પર પણ ઉપવાસ કરવાનું શરુ કરી દેશો. આવો તો જાણીએ ઉપવાસ સાથે જોડાયેલા તથ્યો.

1. ફેટ ઓછુ કરવામાં મળે છે મદદ:

જ્યારે તમે ઉપવાસ રાખો છો ત્યારે ફેટ બર્ન થવાની પ્રોસેસ જડપી બની જાતી હોય છે. જે તમારા શરીરમાં મોજુદ ફેટ ને ઘટાળવામાં મદદ કરે છે.

2. આવી રીતે ઘટે છે વજન:

આપણા શરીરમાં મોજુદ ફેટ સેલ્સ લેપ્ટીન નામના હોર્મોન સ્ત્રાવિત કરે છે. વ્રતના સમયે આપણા શરીરને ઓછી કેલેરી મળે છે જેને લીધે લેપ્ટીનની સક્રિયતા ઓછી થઇ જાય છે અને વજન ઘટવા લાગે છે.

3. વધે છે પ્રતિરોધક ક્ષમતા:

એક રીસર્ચ અનુસાર વ્રત કરવાથી તમારા શરીરમાં નવી પ્રતિરોધક કોશિકાઓ બને છે જેને લીધે તમારા શરીરની પ્રતિરોધક ક્ષમતા વધવા લાગે છે.

4. કેન્સરનાં દર્દીઓ માટે ફાયદેમંદ:

યુનીવર્સીટી ઓફ સાઉથ કેલીફોર્નીયાનાં વિશેષજ્ઞ અનુસાર કેન્સરનાં દર્દીઓ માટે ઉપવાસ રાખવા ખુબ ફાયદેમંદ છે. એવા દર્દીઓ કે જેઓ કીમોથેરાપી લઇ રહ્યા છે, તેઓને તે ખુબ જ લાભ પહોંચાડે છે.

5. પાચનક્રિયા સુધારે છે:

ઉપવાસ કરવાથી આપણા શરીરની અંદરની ગંદગી સાફ થઇ જાય છે અને પાચન ક્રિયા સારી રીતે થાય છે. ઉપવાસ કરવા માટે કોઈ મૌકાની વાટ જોવી ન જોઈએ.

6. દિમાગ રહે છે સ્વસ્થ:

ઉપવાસની અસર આપણા દિમાગ પર પણ પડે છે, જેનાથી દિમાગ સાથે જોડાયેલી પરેશાનીઓ પણ દુર થઇ જાય છે.

7. ડીપ્રેશન રહે છે ઓછુ:

ડીપ્રેશન આજના યુવાઓની બહુ મોટી સમસ્યા છે, પણ ઉપવાસ કરવાથી આ સમસ્યા પણ દુર થઇ જાય છે.

8. વધે છે ઉંમર:

ઉપવાસ આપણા શરીરને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે પણ આપણી ઉમરને પણ વધારે છે.

9. વધે છે મેટાબોલીક રેટ:

ઉપવાસ કરવાથી આપણા શરીરની મેટાબોલીક રેટ 3 થી 14 ટકા જેટલી વધી જાય છે. તેનાથી પાચનક્રિયા અને કેલેરી બર્ન થવામાં ખુબ ઓછો સમય લાગે છે.

10. થઇ જાય છે અલગ ખાવા-પીવાનો અહેસાસ:

ઉપવાસ કરવાથી ખાવા-પીવાનો અંદાજ પણ બદલાઈ જાય છે.

ઉપવાસ કર્યા બાદ આપણે આવશ્યક પોષક તત્વોનું સેવન કરવું પણ જરૂરી છે. નહિતર ઉપવાસ કરવો નુકસાનદાયક પણ થઇ શકે છે.

લેખન સંકલન : GujjuRocks Team
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આવી જ સ્વાસ્થ્યની ટીપ્સ/ફાયદેમંદ માહિતી વાંચવા માટે આપણું GujjuRocks પેઈજ લાઇક કરો અને જોડાઈ રહો

મિત્રો આ લેખ તમને કેવો લાગ્યો એ કોમેન્ટમાં જરૂર જણાવજો.. 🙏 અમે હજુ વધારે લેખ લાવી રહ્યા છીએ એટલે તમારા મંતવ્ય અમારા માટે અગત્યનાં છે!! જો તમે પણ કોઈ હદયસ્પર્શી લેખ/વાર્તા લખી હોય અને એ બધા લોકો સુધી પહોંચાડવા માંગતા હોય તો અમને આ ઇમેલ પર મોકલો
theGujjuRocks@gmail.com

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.