10 ફેબ્રુઆરી વસંત પંચમી તિથિ, શુભ મુહૂર્ત, પૂજા વિધિ તેમજ વિદ્યા પ્રાપ્તિ માટે આ ઉપાય કરો.

0

વસંત પંચમી શુભ મુહૂર્ત

2019માં વસંત પંચમી એટલે કે સરસ્વતીની પૂજા નો પર્વ 10 ફેબ્રુઆરી 2019 રવિવારના દિવસે મનાવવામાં આવશે.

આ દિવસે સરસ્વતીની પૂજા જાણો શુભ મુહૂર્ત સવારે 7: 15 થી 12:52 મિનિટ સુધી રહેશે.

પંચમી તિથિ 9 ફેબ્રુઆરી 2019 શનિવારે રાત્રે 12:25 મિનિટથી શરૂ થશે.

વસંત પંચમી પૂજા વિધિ:-

માન્યતા અનુસાર મા સરસ્વતીની સર્વ પ્રથમ પૂજા ભગવાન શ્રીકૃષ્ણ દ્વારા કરવામાં આવી હતી. એટલા માટે સરસ્વતીની પૂજા માટે વસંત પંચમીનો દિવસ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.

મહા મહિનાની શુક્લ પક્ષની વસંત પંચમી ના દિવસે સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને પીળા વસ્ત્ર ધારણ કરીને માં સરસ્વતીની પૂજા કરવી જોઈએ.

ત્યારબાદ કળશ સ્થાપના કરીને ભગવાન ગણેશજી તેમજ નવ ગ્રહોની પૂજા વિધિ કરવી. તેમજ મા સરસ્વતીનું ધ્યાનપૂર્વક આરાધના કરવી.

મા સરસ્વતીની પૂજા માટે સૌ પ્રથમ સ્નાન કરાવી તેમને શણગાર અને પુષ્પ અર્પણ કરવા જોઈએ. ત્યારબાદ દૂધથી બનેલી મીઠાઈનો ભોગ ચઢાવો.

ત્યાર પછી મા સરસ્વતીના મંત્રનો જપ કરો અને મા સરસ્વતી ને પ્રાર્થના કરી અને વિદ્યાનુ વરદાન માગવુ.

પૂજા પછી બધાને પ્રસાદ વિતરણ કરવું. સાથે સાથે વિદ્યા થી જોડાયેલી વસ્તુઓ ની પૂજા કરવાથી પણ સારું ફળ મળશે. કોઇ ગરીબ વ્યક્તિ કે વિદ્યાર્થીને પુસ્તકનું દાન કરવું જોઈએ..

વિદ્યા પ્રાપ્તિ માટે ના ઉપાયો:–

દેવી સરસ્વતી વિદ્યા ,બુદ્ધિ ,જ્ઞાન અને વાણીની દેવી છે.

માનવામાં આવે છે કે આ દિવસે મા સરસ્વતીનું પૂજન કરવાથી વિદ્યાર્થીઓને વિદ્યાનુ વરદાન મળે છે.

ઘણી બધી જગ્યાએ શિશુને આ દિવસે પહેલો અક્ષર લખવાનું શીખવાડવામાં આવે છે કારણ કે આ દિવસે વિદ્યાનું આરંભ કરવુ શુભ માનવામાં આવે છે.

જે વિદ્યાર્થીઓને વિદ્યા સંબંધિત કોઈપણ સમસ્યા હોય તેમ જ મહેનત પછી પણ ન હોય તો વસંત પંચમીના દિવસે આ ઉપાય અવશ્ય કરો જેનાથી તમને લાભ થશે.

વસંત પંચમી ના દિવસે સૌપ્રથમ સવારે વહેલા ઊઠીને સ્નાન કરીને મા સરસ્વતીની પૂજા અર્ચના કરવી તેમજ બધા દેવી-દેવતાઓ અને ગુરુજનો આશીર્વાદ લેવો.

વસંત પંચમીના દિવસે મા સરસ્વતીની કૃપા પ્રાપ્ત કરવા માટે પીળા વસ્ત્ર ધારણ કરવા.

મા સરસ્વતી ને ચંદનનું તિલક કરી પીળા ફૂલ અર્પિત કરવા.

જો સંભવ હો તો આ દિવસે જરૂર મંદ વ્યક્તિને વિદ્યા થી ર્જોડાયેલી વસ્તુઓ દાન કરવુ.

માની સ્તુતિ કરવી ત્યારબાદ સંગીતની આરાધના કરવી. વિદ્યા સાથે જોડાયેલી બધી જ વસ્તુ માં મા સરસ્વતીનો નિવાસ માનવામાં આવે છે એટલા માટે આ દિવસે તેની પૂજા કરવી.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here