આ છે 10 કરોડ નો પાડો ‘ભીમ’, દરેક મહિને માત્ર ખોરાક નો જ 1 લાખ રૂપિયાનો તો આવે છે ખર્ચો…રસપ્રદ લેખ

0

રાજસ્થાન ના ફેમસ પુષ્કર મેળા માં આ વખતે ‘ભીમ’ નામનો પાડો ચર્ચામાં આવ્યો છે. જેની કિંમત 10 કરોડ રૂપિયા આંકવામાં આવી છે. મુર્રા જાતિ નો આ પાડો 1200 કિલો નો છે. અને ઊંચાઈ 6 ફૂટ અને લંબાઈ 14 ફૂટ છે.
માત્ર 5 વર્ષ ની જ ઉમર માં તે અન્ય પાડાઓ થી કદ-કાઠી માં મોટો હતો. તેના દરેક મહિના ના ખોરાક નો ખર્ચો એક લાખ રૂપિયા આવે છે.તેને દરેક દિવસ એક કિલો ઘી, અળધો કિલો માખણ, 200 ગ્રામ મધ, 25 લીટર દૂધ અને એક કિલો કાજુ-બદામ ખવડાવવામાં આવે છે.
પાડા ના માલિક જવાહરલાલ જાંગિડ કહે છે કે ભીમ ની ડાઈટ ના સિવાય 1 કિલો સરસોં નું તેલ થી રોજ તેની માલિશ કરવામાં આવે છે. તેની દેખભાળ માટે 4 લોકોને લગાવામાં આવ્યા છે.કહેવામાં આવે છે કે આગળના દિવસોમાં ઉદયપુર જિલ્લા માં આયોજિત થયેલા એગ્રો ટેક કિસાન મેળા માં ભીમ એ સૌથી તાકાતવર પાડો હોવાનો ખિતાબ જીત્યો હતો.   જણાવી દઈએ કે ભીમ ના પહેલા સુલ્તાન અને યુવરાજ નામના પાડા ઓ પણ ચર્ચા માં આવ્યા હતા. જેની કિંમત પણ કરોડોમાં આંકવામાં આવી હતી.જવાહરલાલ પંડિત કહે છે કે તેની પાસે ઘણા લોકો આ પાડા ને ખરીદવા માટે આવે છે, પણ તે તેને વહેંચવા માંગતા નથી. તે તેના દ્વારા પાડાઓ ની જાતિ ને સુધારવા માગે છે.Author: GujjuRocks Team
સંકલન: કુલદીપસિંહ જાડેજા

દરરોજ આવી અનેક અવનવી વાતો વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here