આદુ ખાવા ના 10 ચમત્કારિક ફાયદાઓ– Ginger Health Benefits વાંચો અત્યારે જ અને અમલ કરો

0

આદુ એક પ્રાકૃતિક ઔષધિ છે જેને આખી દુનિયા ખાવા માં ઉપયોગ લે છે. ઘણી શોધો થી એ સાબિત થયું છે કે આદુ શરીર ના સ્વાસ્થ્ય માટે ફાયદેમંદ હોય છે અને ઘણી બીમારીઓ ને ઠીક કરવા માં મદદ કરે છે.

આદુ માં ગભરામણ રોકવા વાળી, અકળામણ રોકવા વાળી , એન્ટીફંગલ , એન્ટિસેપ્ટિક , એન્ટીબેક્ટેરિયા , એન્ટીવાયરલ અને ઉધરસ રોકવા વાળી પ્રોપટીઝ હોય છે.

સાથે જ આદુ માં વિટામિન A, C , E અને B કૉમ્પ્લેક્સ , મેગ્નેશિયમ , ફોસ્ફરસ , પોટેશિયમ , સિલિકોન , સોડિયમ , આયરન , ઝીંક , કેલ્શિયમ અને બીટા કૈરોટીન ભરપૂર માત્રા માં મળે છે.
આદુ તમને તાજા, સુકાયેલ , પાઉડર ના રૂપ માં કે તેલ ના રૂપ માં ઉપયોગ કરી શકો છો.

અહીંયા આદુ ના ટોપ 10 ફાયદા આપેલ છે.

1. પાચન સંબંધિત પરેશાનીઓ ને દૂર કરે છે

આદુ માં વાયુનાશી (carminative) ગુણ હોય છે જે પેટ ની ખરાબી , કબજિયાત અને એસીડીટી ને ઠીક કરવા માં મદદ કરે છે. સાથે જ , આ પેટ અને આંતરડા ની માંસપેશીઓ ને આરામ પ્રદાન કરે છે જેના થી પેટ ફુલવા ની સમસ્યા ઠીક થાય છે.

હેલ્થ એક્સપર્ટ નું તો એમ પણ કહેવું છે કે આદુ ઘણી પેટ ની બીમારીઓ જેવું કે આપચો અને પેટ દર્દ વગેરે ને ઠીક કરવા માં ઘણું મદદગાર થાય છે. સાથે જ આ પેટ માં બેક્ટેરિયા ઇન્ફેકશન ને કારણે થવા વાળી સમસ્યા જેવા કે ડાયરીયા વગેરે ને પણ ઠીક કરે છે.

તમારું પાચન ઠીક રાખવા માટે જમ્યા પછી થોડા આદુ નું સેવન કરો. ફૂડ પોઝનિંગ થવા પર પણ આદુ નું સેવન કરવા થી લાભ થાય છે.

2. શરદી અને ફ્લૂ ને થતા રોકે છે.

આદુ શરીર ની રોગ પ્રતિકારક ક્ષમતા ને વધારે છે જેના થી શરદી , ઉધરસ, ગળા માં ખરાશ , ફલૂ અગેરે થવા ની સંભાવના ઘણી ઓછી થઈ જાય છે. સાથે જ આદુ માં એન્ટીવાયરલ , એન્ટીટોકીસ્ક અને એન્ટી ફન્ગલ પ્રોપટીઝ ભરપૂર હોય છે. આ શરીર ની ગરમી ને બહાર કાઢી ને તાવ થી બચાવે છે.

નિયમિત રૂપ થી આદુ નું સેવન કરો. એ શરીર ને પ્રાકૃતિક રીતે detoxifyકરવા માં મદદ કરશે ,જેના થી તમારી બીમારી જલ્દી ઠીક થઈ જશે.

3. મોર્નિંગ સિકનેસ ને ઠીક કરે છે.

ગર્ભવતી મહિલાઓ , જે વધુ પડતી મોર્નિંગ સિકનેસ ની શિકાર હોય છે , એ આદુ દ્વારા આ સમસ્યા થી છુટકારો મેળવી શકે છે. મોર્નિંગ સિકનેસ ના ઈલાજ માં આદુ વિટામિન B6 તરીકે કામ કરે છે. વિટામિન B6 ને પ્રેગ્નેન્સી માં થવા વાળી મોર્નિંગ સિકનેસ અને ગભરામણ માં ઘણું ફાયદેમંદ મનાય છે.

જ્યારે તમને મોર્નિંગ સિકનેસ , મોશન સિકનેસ કે ગભરામણ ની સમસ્યા હોય તો એક આદુ ના ટુકડા ને ચાવી ને ખાઓ. જો તમને એનો સ્વાદ પસંદ નથી તો એના સપ્લીમેન્ટ્સ લો.

4. ગાંઠ ના દર્દ ને ઓછું કરવા માં મદદ કરે છે.

આદુ માં સ્ટ્રોંગ એન્ટી ઇંફ્લેમેટ્રી પ્રોપટીઝ હોય છે જે ગાંઠ કે ઓસીટયોઅર્થરાઈઝ ને કારણે થવા વાળા સાંધા ના દુખાવા ને ઓછું કરવા માં મદદ કરે છે.
દુખાવો ઠીક કરવા માટે સાંધા ઉપર આદુ ની પેસ્ટ ને હળદર સાથે લગાવો. એવું દિવસ માં બે વખત કરો. સાથે જ , તમારા ભોજન માં કાચા કે પાકેલ આદુ ને ઉમેરો.

5. કેન્સર થી બચાવે છે. (Prevents Cancer)

અંડાશયી કેન્સર (ovarian cancer) હોય કે પેટ નું કેન્સર , આદુ બધા માટે લાભકારી થાય છે . 2007 માં BMC Complementary and Alternative Medicine એ એની રિસર્ચ દ્વારા કયું કે આદુ નો પાઉડર અંડાશયી કેન્સર સેલ્સ ની ડેથ રેટ ને વધારે છે.

University of Minnesota માં થયેલ એક સ્ટડી ને અનુસાર આદુ કોલોરેકટલ કેન્સર સેલ્સ ના ગ્રોથ ને ઓછું કરે છે જેનાથી પેટ ના કેન્સર ને થતા રોકવા માં ઘણી સહાયતા મળે છે. આદુ માં અન્ય પ્રકાર ના કેન્સર સેલ્સ જેવા કે ફેફડા ,બ્રેસ્ટ ,સ્કિન પ્રોસ્ટેટ અને અગનાશય ની સાથે ઝઘડવા ની કાબીલીયત હોય છે.

6. માસિક દર્દ ને ઓછું કરવા માં મદદ કરે છે.(Reduces Menstrual Pain)

આદુ માં એન્ટી ઇંફ્લેમેટ્રી પ્રોપટીઝ હોય છે અને એ એક પ્રાકૃતિક દર્દ નિવારક હોય છે , એટલા માટે એને માસિક ધર્મ ના દર્દ ને ઓછું કરવા માટે ઉપયોગ કરી શકાય છે.

જે મહિલાઓ ને માસિક ધર્મ દરમિયાન દુખાવો થયા છે , એ આરામ મેળવવા માટે આદુ ના પાઉડર કે આદુ ના કેપસુલ નું સેવ કરે. તમે આદુ ની ચા નું સેવન પણ કરી શકો છો. એનાથી દુખાવા માં તુરંત રાહત મળશે અને માસિક ધર્મ ની શરૂઆત મથવા વાળા માંસપેશીઓ ની એંઠમ માંથી આરામ મળશે.

7. માઈગ્રેન નો ઈલાજ કરે છે.(Treats Migraines)

શોધ થી એ ખબર પડી છે કે આદુ રક્ત વાહીકાઓ માં prostaglandins ના દ્વારા થવા વાળા દુખાવા અને ઈંફ્લેમેશન ને રોકવા માં મદદ કરે છે. એટલા માટે માઈગ્રેન ના ઈલાજ માં ઘણું લાભકારી મનાય છે.

માઈગ્રેન અટેક વખતે એક કપ આદુ ની ચા નું સેવન કરો. એના થી અતિશય દુખાવો , ચક્કર અને ગભરામણ ઠીક થઈ જશે.

8. ઉધરસ ને ઠીક કરે છે.

આદુ એક પ્રાકૃતિક એનલજેસીક અને પેઇનકિલર છે , એટલા માટે ઉધરસ કે ગળા માં થવા વાળી ખાંસી અને બળતરા ને ઠીક કરવા માં મદદગાર થાય છે. ખાસકરીને જ્યારે એ શરદી ને કારણ થયુહોય. આદુ ફેફડા ને બલગમ (mucus) દૂર કરવા માં મદદ કરે છે, ફેફડા માં બલગમ જામવા ને કારણે ઉધરસ થાય છે.

જ્યારે તમને ઉધરસ થાય તો આદુ ના ટુકડા ને ચાવી ને ખાઓ કે પછી એના જ્યુસ નું સેવન કરો. તમે આદુ ના તેલ થી તમારી છાતી અને પીઠ ઉપર માલિશ પણ કરી શકો છો , એવું કરવા થી ઉધરસ વધુ ઝડપી ઠીક થઈ જશે.

9. હૃદય ને સ્વસ્થ રાખવા માં મદદ કરે છે. (Promotes Heart Health)

આદુ નું નિયમિત સેવન કરવા થી હૃદય સ્વસ્થ રહે છે. આ કોલેસ્ટ્રોલ ના લેવલ ને ઓછું કરે છે , બ્લડપ્રેશર ને ઠીક કરે છે અને લોહી ને જામતા રોકે છે. એટલા માટે આદુ ઘણી ગંભીર બીમારીઓ થવા ની સંભાવના ને ઓછી કરે છે.

આદુ માં વધુ માત્રા માં પોટેશિયમ હોય છે જે હાર્ટ ના હેલ્થ ને પ્રમોટ કરે છે. સાથે જ , એમાં મેગ્નેશિયમ હોય છે જે હૃદય , રક્ત વાહીકાઓ અને મૂત્ર માર્ગ ને પ્રોટેક્ટ કરે છે.

એટલા માટે તમારા હૃદય ના સ્વાસ્થ્ય ને ઠીક રાખવા માટે નિયમિત રૂપે આદુ નું સેવન કરો.

10. ડાયાબીટીસ ને નિયંત્રિત કરે છે. (Controls Diabetes)

આદુ બ્લડ ના શુગર ના લેવલ ને ઓછું રાખવા માં મદદ કરે છે . સાથે જ , આ ઇનસુલીન અને અન્ય ડાયાબીટીસ ની મેડીસીન ના પ્રભાવ ને વધારે છે. એક્સપર્ટ ને અનુસાર ડાયાબીટીસ ને કંટ્રોલ કરવા માટે રોજ સવારે એક ગ્લાસ ગરમ પાણી માં એક ચમચી આદુ ના જ્યુસ ને ઉમેરી અને સેવન કરો.

ડાયાબીટીસ ને કારણે શરીર માં થવા વાળા ઘણા દુષ્પ્રભાવો અને હેલ્થ પ્રોબ્લેસ ને પણ આદુ ઠીક કરે છે. ઉદાહરણ , આદુ નું નિયમિત સેવન કરતું રહેવા થી પેશાબ માં પ્રોટીન ની બરબાદી ઓછી થાય છે અને વધુ પાણી પીવા ની અને વારે વારે પેશાબ જવા ની આદત પણ કંટ્રોલ માં રહે છે. આદુ ડાયાબિટીસ ને કારણે નવર્સ ને ડેમેજ થતા રોકે છે અને બ્લડ માં ફેટ લેવલ ને પણ ઓછું કરે છે.

નોટ – જો તમે હાર્ટ કે હાઈ બ્લડશુગર ની મેડીસીન્સ નું સેવન કરો છો તો આદુ નું સેવન કરતા પેહલા ડોકટર ની સલાહ લો.

Author: GujjuRocks Team
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ .

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here