એ 10 અભિનેત્રીઓ જેમને એના થી નાની ઉંમર ના છોકરાઓ સાથે કર્યા લગ્ન.વાંચો આર્ટિકલ

0

ન ઉંમર ની સીમા હોય, ના જન્મો ના બંધન હોય.

જી હા કોઈ કહે છે કે જ્યારે તમે પ્રેમ માં પડો છો ત્યારે ઉંમર ની કોઈ સીમા નથી રહેતી , કે છોકરા ની ઉંમર છોકરી ની ઉંમર થી વધારે હોવી જોઈએ.પણ હવે ધીરે ધીરે આ ટ્રેંડ પણ બદલાતો જાય છે. કે પછી એમ કહીએ કે આપણા બૉલીવુડ એ ઘણા સમય પેહલા આ ટ્રેંડ ને બદલી નાખ્યો હતો. બૉલીવુડ માં ઘણા એવા કપલ છે , જેમાં છોકરીઓ ની ઉંમર છોકરા ની ઉંમર થી વધુ હોય છે. બૉલીવુડ માં ઘણી એવી અભિનેત્રીઓ છે , જેમને એનાથી નાની ઉંમર ના છોકરાઓ સાથે લગ્ન કર્યા છે.આવો જાણીએ આવા 10 કપલ્સ ની વિશે.

1. નમ્રતા શિરોડકર અને મહેશ બાબુ

સાલ 1993 ની મિસ ઇન્ડિયા અને બૉલીવુડ ની એક્ટ્રેસ નમ્રતા શિરોડકર એ સાઉથ ના સુપરસ્ટાર મહેશબાબુ સાથે લગ્ન કર્યા. એમના લગ્ન સાલ 2005 માં થયા હતા. એમની મુલાકાત 2000 માં એક ફિલ્મ ની શૂટિંગ વખતે થઈ હતી. નમ્રતા શિરોડકર એના પતિ મહેશબાબુ થી 2 વર્ષ મોટી છે. આ કપલ ના 2 બાળકો પણ છે.

2. અમૃતા સિંહ અને સૈફ અલી ખાન.

એના જમાના ની મશહૂર એક્ટ્રેસ રહી ચુકેલી અમૃતા સિંહ ના લગ્ન એકટર સૈફ અલી ખાન સાથે થયા હતા. અમૃતા સિંહ એના પતિ સૈફ અલી ખાન થી 12 વર્ષ મોટી છે. જો કે લગ્ન ના 13 વર્ષો પછી 2004 માં બંને અલગ થઈ ગયા. જેના પછી સૈફ અલી ખાન એ એક્ટ્રેસ કરીના કપૂર સાથે લગ્ન કરી લીધા. અમૃતા અને સૈફ ના બે બાળકો છે.

3. અર્ચના પૂરન સિંહ અને પરમીત સેઠી

ફિલ્મ અને ટીવી એક્ટ્રેસ અર્ચના પુરન સિંહ એની કોમેડી માટે જાણીતી છે . અર્ચના એ એના થી સાત વર્ષ નાના પરમીત સેઠી સાથે લગ્ન કર્યા. લગ્ન પેહલા 4 વર્ષ બંને લીવ-ઇન-રિલેશનશિપ માં રહ્યા હતા. અર્ચના અને પરમીત ના લગ્ન ને 20 વર્ષો થી પણ વધુ સમય થઈ ચૂક્યો છે. આ કપલ ને બે છોકરાઓ છે.

4. જરીના વહાબ અને આદિત્ય પંચોલી

એકટર અને મોડલ રહી ચૂકેલ જરીના વહાબ એના પતિ આદિત્ય પંચોલી થી 6 વર્ષ મોટી છે. બંને ની મુલાકાત ફિલ્મ ‘કલંક કા ટીકા’ ના સેટ પર થઈ હતી. જેના પછી બંને એ એક-બીજા સાથે લગ્ન કરી લીધા. જરીના અને આદિત્ય ના પણ બે બાળકો છે. એક છોકરો સૂરજ પંચોલી અને એક છોકરી જેનું નામ છે સના પંચોલી.

5. ફરાહ ખાન અને શિરીષ કુંદર

ફિલ્મ ડાયરેક્ટ અને કોરિયોગ્રાફર ફરાહ ખાન એ ફિલ્મ ડાયરેકટર અને એડિટર શિરીષ કુંદર સાથે 2004 માં લગ્ન કર્યા . બંને ની મુલાકાત ફિલ્મ “મૈં હું ના” ના સેટ પર થઈ હતી. ફરાહ ખાન એ એના પતિ શિરીષ થી 6 વર્ષ મોટી છે. બંને ના ત્રણ બાળકો પણ છે.

6. મેહર જેસીયા અને અર્જુન રામપાલ

સુપર મોડલ મેહર જેસીયા ના પતિ છે બૉલીવુડ એકટર અર્જુન રામપાલ. એમના લગ્ન સાલ 1998 માં થયા હતા. અર્જુન એની પત્ની મહેર થી 2 વર્ષ નાના છે. આ કપલ ને બે છોકરીઓ છે.

7. શિલ્પા શેટ્ટી અને રાજ કુંદ્રા

ફેમસ એક્ટ્રેસ અને મોડલ શિલ્પા શેટ્ટી એ સાલ 2009 માં બિઝનેસમેન રાજ કુંદ્રા સાથે લગ્ન કર્યા. શિલ્પા એના પતિ રાજ કુંદ્રા થી 3 મહિના મોટી છે. શિલ્પા અને રાજ નો એક દીકરો પણ છે.

8. ઐશ્ર્વર્યા રાય અને અભિષેક બચ્ચન

બૉલીવુડ ના બેસ્ટ કપલ કહેવાતા ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન ના લગ્ન સાલ 2007 માં થયા હતા. મિસ ઇન્ડિયા અને મિસ વર્લ્ડ નો ખિતાબ એના નામ પર કરી ચૂકેલ ઐશ્વર્યા રાય બચ્ચન એના પતિ અભિષેક બચ્ચન થી 2 વર્ષ મોટી છે. અભિષેક અને ઐશ્વર્યા ની પણ એક દીકરી છે. જેનું નામ આરાધ્ય છે.

9.બિપાશા બસુ અને કરણ સિંહ ગ્રોવર

બૉલીવુડ એક્ટ્રેસ અને મોડલ બિપાશા બસુ એ અભિનેતા કરણ સિંહ ગ્રોવર સાથે લગ્ન કર્યા છે. બંને ની મુલાકાત ફિલ્મ “અલોન” ની શૂટિંગ વખતે થઈ હતી. જેના પછી બંને એક-બીજા ને ડેટ કરવા લાગ્યા અને પછી સાલ 2016 માં બંને એ લગ્ન કરી લીધા. બિપાશા બસુ એના પતિ કરણ સિંહ ગ્રોવર થી લગભગ 3 વર્ષ મોટી છે.

10. નરગીસ અને સુનિલ દત્ત

એના જમાના ની મશહૂર એક્ટ્રેસ રહી ચૂકેલા નરગીસ એ અભિનેતા સુનિલ દત્ત સાથે લગ્ન કર્યા. નરગીસ અને સુનિલ દત્ત એ ફિલ્મ “મધર ઇન્ડિયા” માં મા – દીકરા ની ભૂમિકા નિભાવી હતી. નરગીસ એના પતિ સુનિલ દત્ત થી 1 વર્ષ મોટી છે.

Author: GujjuRocks Team
બોલીવુડની પળેપળની હલચલ અને સેલિબ્રિટીઓના સમાચાર તથા વાઈરલ ન્યુઝ વાંચવા માટે આપણું પેજ “GujjuRocks – ગુજ્જુરોક્સ” લાઈક કરવાનું ભૂલતા નહિ ..

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here