ખુશખબરી: 1 નવેમ્બરથી બની રહ્યા છે ધનવર્ષા થવાના યોગ, વાંચો કોની પર થશે માતા લક્ષ્મીની કૃપા…

0

વ્યક્તિના જીવ્વનમાં રાશી એ બહુ મહત્વની હોય છે રાશિના આધારે જ આપને વ્યક્તિના આવનારા સમય વિષે જાણી શકીએ છીએ. જો કોઈ ગ્રહમાં પરિવર્તન થાય છે તો તેની સીધી અસર એ ૧૨ રાશિઓ પર પડે છે. જો ગ્રહોની દશા સારી હોય તો જે તે રાશિના જાતકને ઘણો ફાયદો થાય છે અને જો ગ્રહોની દશા યોગ્ય ના હોય તો જે તે રાશિના જાતકને અનેક મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર ૧લી નવેમ્બરથી એવો મહાસંયોગ બની રહ્યો છે કે અમુક રાશિના જાતકોની કિસ્મત ખુલી જશે તેમની પર માતા લક્ષ્મી એ મહેરબાન થશે આવો તમને જણાવી દઈએ કઈ રાશિ છે જેમની પર થશે માતા લક્ષ્મીની કૃપા.

મેષ રાશિના જાતકો માટે ૧લી નવેમ્બરથી સારો સમય શરુ થવાનો છે. આ રાશિના જાતકોને આવનારા સમયમાં મિત્રો અને ભાઈઓથી સારો સહકાર મળશે. જો તમે કોઈ નવું કામ કરવાની શરૂઆત કરવા માંગો છો તો તે કામ હવે શરુ કરી શકો છો. ધન અને સંપત્તિમાં અનેકગણો વધારો થશે. જો તમે દલાલીનું કામ કરી રહ્યા છો તો તેમાં પણ તમને અનેક લાભો મળશે. આવનારો સમય તમે તમારા પરિવાર અને મિત્રો સાથે હસતા હસતા વિતાવી શકશો. નોકરી કરતા મિત્રોને પણ પ્રમોશન મળવાના યોગ બની રહ્યા છે. તમે કોઈપણ કામ કરશો તેમાં તમારા જીવનસાથીનો પણ સારો સહકાર મળશે.

મિથુન રાશિના જાતકો માટે ૧લી નવેમ્બરથી શુભ સમય શરુ થવાનો છે. તમારી ઉપર ધનની દેવી માતા લક્ષ્મીના ચાર હાથ હશે. કોઈપણ નવા કામ માટે કે નવી અને જરૂરી બિઝનેસ ડીલ માટે આવનારો સમય અદ્ભુત છે. આવનારા સમયમાં તમારી દરેક તકલીફો દુર થઇ જશે. ઘણીબધી મુશ્કેલીઓ આજસુધી જે કામમાં આવી રહી હતી એ હવે પૂર્ણ થશે અને તમને એ કામમાં સફળતા મળશે. તમે જે કામ વિચારી રાખ્યા છે એમાં તમને સફળતા મળશે પણ કોઈપણ કામની બહુ ઉતાવળ કરશો નહિ. જે મિત્રો નોકરી બદલવા માંગે છે તેમની માટે અનેક નવી તકો ઉભી થશે અને તેમાં તમને સફળતા પણ મળશે જ. લક્ષ્મી દેવીની કૃપાથી તમારી આર્થિક સ્થિતિ મજબુત બનશે.

કન્યા રાશિના જાતકોને ૧લી નવેમ્બરથી માતા લક્ષ્મીની અઢળક કૃપા પ્રાપ્ત થશે. તમે આવનારા સમય માટે કોઈ પ્લાન બનાવી શકો છો જેમાં તમને ઘણો ફાયદો થશે. તમને જીવનસાથી તરફથી પણ અનેક ફાયદાઓ મળશે બની શકે તો અમુક ખાસ નિર્ણયોમાં તેમનું શું મંતવ્ય છે એ જરૂર જાણજો. આ સમય દરમિયાન તમને એવા વિચારો આવશે જેને અમલમાં મુકવાથી ભવિષ્યમાં અનેક ફાયદા થશે. માતા લક્ષ્મીની કૃપાથી તમારી દરેક સમસ્યાનો અંત આવી જશે. આવનારો સમય તમારી અને તમારા સંતાનોની માટે તેમના સ્વાસ્થ્ય માટે સારો રહેશે.

તુલા રાશિના જાતકો માટે આવનારો સમય બહુ સારો રહેવાનો છે લક્ષ્મીજીની કૃપાથી આર્થિક પરીસ્થિતિ સધ્ધર થશે. આ સમય દરમિયાન તમે કામમાં મન લગાવી શકશો અને તેના કારણે તમને ધનલાભ થશે. નવા શરુ કરેલા કામમાં તમને સફળતા જરૂર મળશે. તમારા વિચારે શરુ થયેલા નવા કામમાં તમને ભવિષ્યમાં અનેક ફાયદાઓ મળશે. આવનારા સમયમાં જીવનમાં ઘણા બધા પરિવર્તન આવશે જે તમારી માટે ફાયદાકારક રહેશે. તમને તમારા જીવનસાથી તરફથી કોઈ ભેટ મળી શકે છે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા ઘર અને પરિવારમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધશે.

ધન રાશિના જાતકો માટે આ ૧લી નવેમ્બરથી શરુ થશે એ સમય એ આનંદદાયક રહેશે. માતા લક્ષ્મીની કૃપાથી તમારા દરેક આર્થિક સંકટ દુર થશે. તમારા પરણિત જીવનમાં ઘણીબધી ખુશીઓ આવશે. નોકરી કરતા મિત્રો અને વેપારી મિત્રો માટે પણ આવનારો સમય બહુ જ સારો રહેશે તમારી દરેક મુશ્કેલ પરીસ્થિતિનો અંત આવી જશે. માતા લક્ષ્મીની કૃપાથી તમને જીવનમાં બહુ જ આગળ વધી શકશો. બસ તમારે ફક્ત આ સમયમાં તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવાનું છે.

કુંભ રાશિના જાતકો માટે ૧લી નવેમ્બરથી મહાલક્ષ્મી માતાની કૃપા દ્રષ્ટી પ્રાપ્ત થશે. તમારા દ્વારા કરવામાં આવેલ કામમાં તમને સફળતા મળશે. તમને તમારી કરેલ મહેનતનું સારું પરિણામ મળશે. નોકરી કરતા મિત્રો માટે પ્રમોશનના યોગ બની રહ્યા છે. વેપાર કરતા મિત્રો માટે તેમના ક્ષેત્રમાં તમને ઘણી સફળતા મળશે. સફળતામાં આવનાર દરેક મુશ્કેલીઓનો અંત આવશે. તમે વિચારેલ દરેક કામ એ પૂર્ણ થશે આવનારા સમયમાં માતા લક્ષ્મીની કૃપાથી તમારા પર રહેલ દરેક આર્થિક સંકટ દુર થશે.

આવો તમને જણાવીએ કે બાકીની રાશિઓને શું અસર થશે.

વૃષભ રાશિના જાતકો માટે આવનારા સમયમાં દરેક કામ એ થોડી સાવધાનીથી કરવાની જરૂરત છે. તમારા મનમાં આવતા નકારાત્મક વિચારોને તમારે બહાર નથી આવવા દેવાના તેની અસર એ તમારા કામ પર પડશે. કોઈપણ મહત્વના નિર્ણયને બહુ જ સમજી અને વિચારીને લેજો. તમારા સ્વભાવને પણ તમારે બદલવાની જરૂરત છે. તમારી વાણી પર કંટ્રોલ કરજો. ક્યારે કોની સાથે કેવીરીતે વાત કરવી એ તમારે સમજી વિચારીને લેવાનો છે.

કર્ક રાશિના જાતકો માટે આવનારો સમય એ બધા કામ તમારે સમજી અને વિચારીને કરવાના છે. જો તમે કોઈને પ્રેમ કરી રહ્યા છો તો થોડા સાવધાન રહેજો. તમારી બંનેની વચ્ચે કોઈ નાની નાની વાતે ઝઘડા થઇ શકે છે. નોકરી કરતા મિત્રોએ પોતાનું દરેક કામ એ બહુ જ સાવધાની થી અને વધારે મહેનતથી કરવાનું છે. તમારા વિચારેલા કામ પૂર્ણ ના થાય તો તમારે ડગવાનું નથી. તમે ફરીથી જયારે એ કામ કરો ત્યારે તમારે ભૂલથી પણ પહેલા કરેલી ભૂલો નથી કરવાની. આવનારા સમયમાં તમારી બેદરકારી એ તમારા માટે મુશ્કેલી સર્જી શકે છે.

સિંહ રાશિના જાતકો માટે આવનારા સમયમાં થોડી મુશ્કેલી આવી શકે છે. તમે વિચારેલા કાર્ય પૂર્ણ થશે નહિ જેના કારણે તમે ચિંતામાં મુકાઈ શકો છો. પૈસાને સંબંધિત કોઈ તકલીફ કે પરેશાની હોય તો થોડી સાવધાની પૂર્વક અને સમજદારીથી નિર્ણય લેજો. કોઈપણ પ્રકારની લોભામણી સ્કીમ કે પ્લાનમાં પૈસા રોકશો નહિ. તમારા પૈસા ડૂબવાના યોગ છે. તમારે આ સમય દરમિયાન તમે જે બોલી રહ્યા છો કે કોઈ કામ કરી રહ્યા છો તો સાવચેત રહેજો. તમારી વાણી અને વર્તનથી કોઈને તકલીફ ના થાય તેનું ખાસ ધ્યાન રાખજો.

વૃષિક રાશિના જાતકોને આવનારા સમયમાં અનેક મહત્વના નિર્ણય લેવા પડશે. તમારા લીધેલા નિર્ણયના કારણે તમને નુકશાન પણ થઇ શકે છે. આવનારા સમયમાં તમારાથી અનેક નાહકના ખર્ચ થશે તો કોઈપણ પ્રકારના નિર્ણય કરો ત્યારે તેનાથી તમને કેટલો ફાયદો કે કેટલું નુકશાન થવાનું છે એ પણ ચકાસી લેજો. કોઈપણ પ્રકારની મુશ્કેલીમાં નિર્ણય બહુ સમજી વિચારીને લેજો.

મકર રાશિના જાતકોએ આવનારા સમયમાં બહુ જ સાવધાન રહેવાની જરૂરત છે. કોઈ તમારા સારા સ્વભાવનો ફાયદો ઉઠાવી શકે છે. અને તેના કારણે તમારે અનેક મુસીબતોનો સામનો કરવો પડશે. બધા લોકોનું વિચારવાના કારણે તમને માનસિક તણાવ લાગી શકે છે. તમારે જૂની વાતો ને હવે ભૂલી જવી પડશે જ્યાં સુધી તમે એ વાતો યાદ રાખશો ત્યાં સુધી તમે એ સમયમાં જ અટકેલા રહેશો. તો આગળ વધવું હોય તો એ વાતો ભૂલો અને મહેનત કરો. વેપારી મિત્રો જો કોઈ નવો પ્રોજેક્ટ શરુ કરવા માંગતા હોવ તો થોડા સમય પછી નિર્ણય કરજો. તમારા માટે આવનારો સમય થકવી દેવાવાળો રહેશે.

મીન રાશિના જાતકોને કઈક નવું કરવા જતા થોડી મુશ્કેલીઓ આવશે. માનસિક પ્રેશરના કારણે તમારું મન કામમાં લાગશે નહિ. આ રાશિના જાતકોએ નોકરી કે બિઝનેસમાં કોઈપણ પ્રકારનો ઉતાવળે નિર્ણય લેવાનો નથી. જો કોઈ નિર્ણય તમે લેશો તો એ તમને ઘણી મુશ્કેલીમાં મૂકી દેશે. તમે સતત સારી મહેનત કરી રહ્યા છો પણ સફળતા નથી મળતી તો ડરવાની કે ડગવાની જરૂરત નથી આ સમય પણ ચાલ્યો જશે. સ્વાસ્થ્યની દ્રષ્ટીએ આવનારો સમય યોગ્ય રહેશે. ખાવા પીવામાં થોડી તકેદારી રાખવી.

Author: GujjuRocks Team
દરરોજ આવી જ્યોતિષ સંબંધિત માહિતી વાંચવા ફક્ત GujjuRocks પેજ પર.

લાખો ગુજરાતીઓનું લોકલાડીલું ફેસબુક પેઈજ લાઇક કર્યું ?

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર Share કરજો..!!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here