1 મહિનામાં વજન ઓછું થતું દેખાશે, પાતળા થવા રોજ કરો મધ+તજનો આ 1 પ્રયોગ – ગેરંટી ફાયદો મળશે

તજ અને મધ બંને શ્રેષ્ઠ ઔષધીઓ માનવામાં આવે છે. 1 ચમચી તજ પાઉડરમાં 1 ચમચી મધ મિક્ષ કરીને ખાવાથી ઝડપથી વજન ઓછું કરી શકાય છે. તેમાં કેટલાક એવા ન્યૂટ્રિઅન્ટ્સ હોય છે જે ફેટ બર્નિંગ પ્રોસેસને તેજ બનાવે છે અને બીમારીઓથી પણ બચાવે છે. તેના ફાયદાઓને કારણે 2000 વર્ષોથી તેનો ઉપયોગ આયુર્વેદિક અને યૂનાની દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે. લખનઉની ડાયટિશિયન સુરભિ જૈન જણાવી રહ્યાં છે આ મિશ્રણ લેવાના 10 ફાયદા અને તેની રીત. 1 મહિનો રોજ આ પ્રયોગ કરવાથી તમને વજન ઓછું થતું દેખાશે સાથે કેટલાક અન્ય ફાયદાઓ પણ મળશે.

1 મહિનામાં પાતળા થાવા માટે કરો આ ઉપાય:

1. 2 મોટી ચમચી તજના પાઉડરમાં 1 ચમચી મધ મિક્ષ કરી સહેજ ગરમ કરી લો

2. હવે આ મિશ્રણને ઠંડું થાવા દો પછી તેના બે ભાગ કરી લો.

3. આ મિશ્રણનો એક ભાગ સવારે નાસ્તા પહેલા અને બીજો ભાગ રાતે સુતા પહેલા ખાઓ.

જાણો મધ અને તજ સાથે લેવાથી થતા ફાયદા:

1. આ મિશ્રણ લેવાથી બોડીમાં ફેટ ઓગળવાની પ્રોસેસ જડપથી બને છે અને તે વજન ઓછું કરવામાં ઈફેક્ટીવ છે.

2. અમેરિકન જર્નલ ઓફ ચાઈનિઝ મેડીસીનની રીસર્ચ પ્રમાણે મધમાં તજનો પાઉડર મિક્ષ કરી ખાવાથી બોડીની ઈમ્યુનીટી વધે છે અને તે શરદી-ખાંસી, ઇન્ફેકશન થી બચાવે છે.

3. ઈરાન જર્નલ ઓફ મેડીકલ સાયન્સની સ્ટડી મુજબ આ મિશ્રણમાં એન્ટીબેક્ટેરીયલ પ્રોપર્ટીઝ હોય છે. તેને ખાવાથી સ્કીન પ્રોબ્લેમ્સ  જેમ કે પીમ્પ્લ્સ દુર થાય છે.

4. આ મિશ્રણ ખાવાથી બોડીમાં બ્લડસ્યુગર લેવલ નોર્મલ રહે છે. જે ડાયાબીટીસ થી બચાવવામાં ઈફેક્ટીવ છે.

5. આ મિશ્રણમાં રહેલું ફાઈબર ડાઈજેશન ઠીક રાખે છે. જેનાથી પેટ સબંધી સમસ્યાઓ દુર રહે છે.

6. આમાંથી કેલ્શ્યમ સારી માત્રામાં મળી રહે છે. જેનાથી હાડકાઓ હેલ્ધી રાખવામાં મદદ મળે છે.

7. આ મિશ્રણમાંથી આયર્ન વધુ માત્રામાં મળે છે.જે એનીમિયાથી બચાવે છે.

Courtesy: DivyaBhaskar

17 લાખ ગુજરાતીને ગમ્યું છે આ પેઈજ..!! શું તમે ગુજરાતનું લોકલાડીલું આપણું ફેસબુક પેઈજ લાઈક કર્યું ?
દોસ્તો, આ પોસ્ટ ગમી હોય તો તમારા મિત્રો ને પણ શેર કરી મોકલજો.. જય જય ગરવી ગુજરાત!