જાણવા જેવું: 1 લીટરમાં કેટલું માઈલેજ આપે છે હવાઈ જહાજ, શું તમે જાણો છો?

0

શું તમે જાણો છો કે એક હવાઈ જહાજ કેટલું માઈલેજ આપે છે? આજે અમે આ બાબત વિશેની જ જાણકારી અમે તમને આપીશું.

દુનિયાભરમાં ઘણા એવાલોકો મળી જાશે જે આજ સુધી હવાઈ જહાજમાં બેઠા નહિ હોય. એવામાં તેઓના માટે એ જાણવું તો ખુબ દૂરની વાત છે કે હવાઈ જહાજ એક કિમી ચાલવામાં કેટલું ઇંધણ ઉપીયોગમાં લે છે.

આ બાબત વિશે તો કદાચ જ તે લોકો જાણતા હશે જે પ્લેનમાં સફર કરી ચુક્યા છે. જો કે આવા સવાલો તો સામાન્ય લોકોના મનમાં પણ ભાગ્યે જ ઉઠતા હશે. માટે આ સવાલનો જવાબ ખુબ ઓછા લોકો જાણતા હશે.

ભારી ભરકમ હવાઈ જહાજ એક કિમી ચાલવામાં કેટલુ ઇંધણ ઉપીગમાં લે છે, તે જાણીને તમે ચોક્કસ ચોંકી જ જશો.

રીપોર્ટની જાણકારી અનુસાર હવાઈ જહાજ પ્રતિ સેકંડમાં લગભગ 4 લીટર ઇંધણ ખર્ચ કરે છે. વાત કરીએ બોઇંગ 747 ની તો તે એક મીનીટમાં યાત્રા નાં સમયે 240 લીટર ઇંધણ ખર્ચ કરે છે. 

ચોંકી ગયા ને…કેમ કે તમે અત્યાર સુધી માત્ર મોટરસાઈકલ કે કાર ની માઈલેજ ની જ વાત સાંભળી હશે. જેમાં તમને એક લીટરમાં 30 થી 80 કિમી ની યાત્રા કરી શકાય છે.

એક રીપોર્ટના આધારે બોઇંગ 747 જેવા વિમાનો 1 લીટરમાં કેટલું ચાલે છે તો તેનો જવાબ 0.8 કિમી જે સાંભળવામાં ખુબ જ ઓછુ લાગતું હશે, આ વિમાન 12 કલાકના સફર દૌરાન 172,800 લીટર ઇંધણ ખર્ચ કરે છે.
સાથે જ એક બોઇંગની વેબ સાઈટના આંકડા બતાવે છે કે બોઇંગ 747 વિમાનમાં 1 ગૈલન ઇંધણ(4 લીટર) પ્રત્યેક સેકંડ માં હોય છે. આ વિમાનમાં 10 કલાકની ઉડાન દૌરાન, તે 36,000 ગૈલન(150,000 લીટર) ઇંધણનો ઉપીયોગ થાય છે. બોઇંગ 747 પ્લેનમાં લગભગ 5 ગૈલન ઈંઘણ પ્રતિ મિલ(12 લીટર પ્રતિ કિલોમીટર) વપરાય છે.

જો બોઇંગ 747 એક કિમી માં 12 લીટર ઇંધણ ખર્ચ કરે છે, તો તેનો મતલબ છે કે તે 500 યાત્રીઓ ને 12 લીટર ઇંધણ માં લગભગ 1 કિમી ની સફર કરાવે છે. તેના આધારે આ વિમાન એક કિમી માં પ્રતિ વ્યક્તિ પર માત્ર 0.024 લીટર ઇંધણ જ ખર્ચ કરે છે.

અનુમાન લગાવામાં આવે તો બોઇંગ 747 પોતાના 100 કિમીના સફર નાં દૌરાન પ્રતિવ્યક્તિ પર 2.4 લીટર ઇંધણ જ ખર્ચ કરી રહ્યું છે. જે તમારી કાર કરતા પણ ઓછુ છે. એક કાર લગભગ 100 કિમી માં 4 લીટર ઇંધણ ખર્ચ કરે છે. જો કારમાં 4 વ્યક્તિ સફર કરી રહ્યા છે તો કાર બેહતર છે પણ એક વ્યક્તિ કારમાં સફર કરી રહ્યો છે તો બોઇંગ 747 કારથી પણ બેહતર છે.

પછી તેમાં સ્પીડ નાં પણ ઘણા ફાયદા છે. હવે તમે આ તુલનાથી આસાનીથી સમજી શકશો કે કાર વધુ ફાયદેમંદ છે કે હવાઈ જહાજ.

લેખન સંકલન: રીના ઠક્કર
તમે આ લેખ ‘GujjuRocks‘ ના સહયોગ થી વાંચી રહ્યા છો. આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.