ખુશખબરી : સરકારની નવી પહેલ, હવે માત્ર 1 કલાક માં બનીને મળી જાશે ‘લર્નિંગ ડ્રાંઇવિંગ લાઇસેંસ’….

0

જો ડ્રાંઇવિંગ લાઇસેંસ બનાવવા માટે તમે પણ આરટીઓ ઓફિસ કે ઑથોરિટી ના ચક્કર લગાવીને થાકી ગયા છો તો આ જાણકારી તમારા માટે જ છે. દિલ્લી સરકારે લોકોની સુવિધાઓને ધ્યાનમાં રાખતા એક બ્લુ પ્રિન્ટ તૈયાર કર્યું છે. જો બધુ જ પ્લાનિંગ ના હિસાબે થયું તો તમને અમુક જ કલાકમાં લર્નિંગ ડ્રાંઇવિંગ લાઇસેંસ બનીને મળી જાશે. સરકાર ના તરફથી આ સ્ટેપ લર્નિંગ લાઇસેંસ ની વધતી જતી ભીડ ને જોઈને લેવામાં આવી રહ્યું છે.ટચ સ્ક્રીન પર આપવાની રહેશે ટેસ્ટ:

નવી યોજના ના અનુસાર આગળના વર્ષથી ટ્રાન્સપોર્ટ ઓફિસ માં કામ કરવાનું આસાન રહેશે અને લોકોને મોટર લાઇસેસિંગ ઓફિસ (MLO) માં લાંબી લાઈન લગાવવી નહિ પડે. એમાંએલો ઓફિસ માં આગળના વર્ષથી ટોકન સિસ્ટમ લાગુ કરવામાં આવશે. લર્નિંગ લાઇસેંસ બનાવવા માટે તમારે હેલ્પ ડેસ્ક થી ટોકન લેવાનું રહેશે. જેના પછી બતાવામાં આવેલા કાઉંન્ટર પર પહોંચવાનું રહેશે. લર્નિંગ લાઇસેંસ માટે ટચ સ્ક્રીન પર ટેસ્ટ આપવાનું રહેશે.

કુલ ચાર ભાષાઓ માં હશે ટેસ્ટ:

હાલ આ ટેસ્ટ હિન્દી અને ઈંગ્લીશ માં લેવામાં આવે છે પણ હવેથી પંજાબી અને ઉર્દુ માં પણ લેવા માં આવશે. લર્નિંગ લાઇસેંસ ટેસ્ટ પાસ કરનારાઓ ને લાઇસેંસ હાથોહાથ આપી દેવામાં આવશે. તમને જણાવી દઈએ કે હાલ એમએલઓ  ઓફિસ માં લાઇસેંસ અને આરસી સાથે જોડાયેલા કામ દિલ્લી ઇન્ટીગ્રેટેડ મલ્ટી-મૉડલ ટ્રાન્જીટ સિસ્ટમ જોવે છે. આવનારા સમયમાં આ બધું નવી એજન્સી ને આપવાની તૈયારી કરવામાં આવી રહી છે. ટેન્ડર ફાઇનલ થયા પછી એપ્રિલ થી નવી સિસ્ટમ લાગુ થઇ શકે છે.

આવી હશે સિસ્ટમ:

રિપોર્ટ ના અનુસાર હાલ જે બ્લુ પ્રિંન્ટ તૈયાર કરવામાં આવી છે, તેના અનુસાર ટચ સ્ક્રીન કિયોસ્ક ના માધ્યમથી લર્નિંગ લાઇસેંસ માટે ટેસ્ટ હશે. ટોકન લીધા પછી એમએલઓ ઓફિસ માં લાગેલી મોટી મોટી ટીવી સ્ક્રીન પર તમને વેઇટિંગ ટાઈમ જોવા મળશે. ટેસ્ટ પછી તમને હાથો હાથ જ લર્નિંગ ડ્રાંઇવિંગ લાઇસેંસ મળી જાશે.

કોમ્પ્યુટર પર 10 મિનિટ ની ટેસ્ટ:

હાલ દિલ્લી માં લર્નિંગ લાઇસેંસ બનાવવા માટે કોમ્પ્યુટર પર 10 મિનિટ નો ટેસ્ટ હોય છે. ઘણીવાર આવેદન કરનારા કોમ્પ્યુટર ચલાવવું નથી જાણતા તો તેઓ ટેસ્ટ નથી કરી શકતા. તેઓને ધ્યાનમાં લેતા એટીએમ જેવા ટચસ્ક્રીન પર ટેસ્ટ લેવાની યોજના ની તૈયારી કરવામાં આવી રહી છે. હાલના સમયમાં દિલ્લી માં દરેક વર્ષ 5 લાખ લર્નિંગ લાઇસેંસ તૈયાર કરવામાં આવે છે.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here