1, ફેબ્રુઆરી- ૨૦૧૯: આજના રાશિફળ સાથે વાંચો તમારું સ્વાસ્થ્ય, જોબ અને અંગત જીવન , આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમને અચૂક ટેગ કરજો !!

0

1. મેષ – અ,લ,ઈ (Aries):
પૈસા કમાવવા માટે આજનો દિવસ ઘણો સારો છે. આજે પૈસાને કારણે અટકેલું કામ પૂર્ણ થશે. આજે કરેલ રોકાણથી તમને ભવિષ્યમાં સારો ફાયદો મળશે. આજે પરિવાર પૈસા ખર્ચ થશે. બહારનું ખાવામાં અને ખુલ્લું જમવાનું ખાવું નહિ, તબિયત બગડવાના યોગ છે. આજે સ્વાસ્થ્યની વિશેષ કાળજી રાખો. વાતે વાતે ગુસ્સો કરવાવાળા મિત્રોને આજે ઓફિસમાં સાવચેત રહેવાની જરૂરત છે તમારી કહેલ વાતથી કોઈ તમારાથી નારાજ થઇ શકે છે. આજે વિદ્યાર્થી મિત્રો માટે સારો દિવસ છે. જે મિત્રો બહાર એટલે કે વિદેશમાં ભણવા જવા માંગે છે તેમની માટે આજે સારા સમાચાર આવશે. નોકરી અને વેપાર કરતા મિત્રોને મુસાફરી કરવાના યોગ છે. આજે વેપારી મિત્રોના અટકી ગયેલ પૈસા પરત મળશે.
શુભ અંક : ૩
શુભ રંગ : ગુલાબી

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):
પરિવાર અને સમાજમાં આજે તમારું માન અને સન્માન થશે. આજે તમારી મુલાકાત એ કેટલાક ઉચ્ચ અધિકારીઓ સાથે થશે. જે મિત્રોના લગ્નજીવનમાં કોઈ મતભેદ ચાલી રહ્યા છે તો તેનો અંત આવશે. આજે એક અનોખી તાજગી અને આત્મવિશ્વાસની અનુભૂતિ તમે તમારી અંદર કરી શકશો. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. નોકરી બદલવા માંગતા વ્યક્તિઓ માટે આજનો સમય સૌથી બેસ્ટ છે. આજે પૈસા ઇન્વેસ્ટ કરવા માંગો છો તો સોના ચાંદી અને મકાન જમીનમાં પૈસા રોકી શકો છો. આજે મિત્રો અને પરિવાર તરફથી તમને સહકાર મળશે. ઘરમાં સારા સમાચાર આવવાના યોગ છે.
શુભ અંક : ૪
શુભ રંગ : આસમાની

3. મિથુન – ક,છ,ઘ (Gemini):
આજે તમારા ભવિષ્યને સુરક્ષિત કરવાની એક સુંદર તક તમારી સામે આવશે તો સૌથી પહેલા એ બાબતની સંપૂર્ણ ચકાસણી કરો અને રોકાણ કરો. રોકાણ કરતા પહેલા તમારા વડીલો અને ઉપરી અધિકારી મિત્રોની સલાહ અચૂક લેજો. આજે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાન રહેશો તો કોઈપણ પ્રકારની તકલીફ થશે નહિ. લગ્નઈચ્છુક મિત્રોની મુલાકાત આજે એક પ્રેમાળ વ્યક્તિ સાથે થશે તો તેને ઈમ્પ્રેસ કરવા માટે કોઈપણ જાતનો વધારે પડતો દેખાડો કરશો નહિ તમારો સ્વભાવ જ તમારી ઇમ્પ્રેશન જમાવશે. આજે કોઈ ખુશીના સમાચાર પણ મળવાની શક્યતાઓ રહેલી છે. પરિવાર સાથે એ ખુશીને વહેચો, આજનો પૂરો દિવસ આનંદમાં વ્યતીત થશે.
શુભ અંક : ૪
શુભ રંગ : જાંબલી

4. કર્ક – ડ,હ (Cancer):
આજનો દિવસ વેપારી મિત્રો માટે બહુ ખાસ બની રહેશે. આજે તેઓને તેમનો વેપાર વધારવા માટેની તકો મળશે. નોકરી કરતા મિત્રો માટે પણ આજનો દિવસ સારો છે જો તમારું પ્રમોશન અટકી ગયું છે તો આજે તમને પ્રમોશન મળવાના યોગ છે. તમારું કામ તમારે સાચી રીતે અને ઈમાનદારીથી કરવાનું છે. આજે જીવનસાથી તમને સરપ્રાઈઝ ગીફ્ટ આપવાની તૈયારી કરી રહ્યા છે. વિદ્યાર્થી મિત્રોને ભણવામાં અનેક મુશ્કેલીઓ આવશે. આજે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે. કોઈપણ પ્રકારના રોકટોક વગર તમારું ભોજન કરો. કોઈને ઉધાર આપેલ પૈસા આજે તમને પરત મળશે. એકંદરે રોજ કરતા આજનો દિવસ સામાન્ય રહેશે.
શુભ અંક : ૬
શુભ રંગ : લાલ

5. સિંહ – મ,ટ (Lio):
આજે અચાનક ધનલાભ થવાના યોગ છે. આજે નવું ઘર કે નવી જગ્યા ખરીદવાનું બની શકે છે. આજે પરિવારમાં કોઈ નાની વાતે મતભેદ થઇ શકે છે. આજે જીવનસાથી સાથે સંબંધ સારા રહેશે. આજે તમારે કોઈપણ જાણીતા કે અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરતા સમયે તમારી વાણી અને વર્તન પર કાબુ કરવાની જરૂરત છે. તમારા ભવિષ્યના કોઈપણ પ્લાનની વાત આજે કોઈ વિશ્વાસપાત્ર વ્યક્તિ સિવાય કોઈની સાથે કરતા નહિ. વેપારી મિત્રો માટે પણ આજનો સમય ઉત્તમ છે. તમારા કોમ્પીટીશનમાં રહેલ વેપારી એ તમારા કામમાં અડચણ ઉભી થશે પણ તમે તેમાંથી સરળતાથી બહાર આવી શકશો.
શુભ અંક : ૧
શુભ રંગ : કેસરી

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):
પ્રેમી મિત્રો માટે આજનો દિવસ ઘણો સારો છે. જો તમે તમારા પ્રિયપાત્રને પ્રપોઝ કરવાનું વિચારી રહ્યા છો તો કોઈ નાનકડી ભેટ સાથે તમારા મનની વાત તેમને જણાવી દો જવાબ પોઝીટીવ જ મળશે. લગ્ન કરવા માંગતા મિત્રોને આજે સારા ઘરમાંથી માંગા આવશે. ઘણા સમય પહેલા કરેલ રોકાણથી તમને આજે સારો ફાયદો મળશે. જો તમે શેર માર્કેટમાં પૈસા રોકવા માટે વિચારી રહ્યા છો તો પહેલા કોઈ અનુભવી અને નિષ્ણાત વ્યક્તિની સલાહ જરૂરથી લેજો. તમારા નજીકના કોઈ સંબંધી તમારી પાસે પૈસા ઉધાર માંગવા માટે આવી શકે છે. આજે નોકરી કરતા મિત્રોને ઓફિસમાં થોડી બેચેની જેવું જણાશે. સાંજના સમયે તબિયત બગડવાના યોગ છે. પ્રમોશન માટે આજે યોગ્ય સમય છે. તમારા ઉપરી અધિકારી સાથે દિલ ખોલીને વાત કરો.
શુભ અંક : ૫
શુભ રંગ : વાદળી

7. તુલા – ર,ત (Libra):
ભવિષ્ય માટે બચત કરવા માંગતા વ્યક્તિ માટે આજે સારી સ્કીમ મળશે. તમારા સંતાનો તરફથી તમને સારા સમાચાર મળશે. પરિવારમાં ફરથી ખુશીઓ આવશે, બધાને એકસાથે જોડી રાખવા માટે કોઈ નાનકડા ધાર્મિક કાર્યની ગોઠવણ કરો. નોકરી કરતા મિત્રોને પગાર વધારો અને પ્રમોશનના યોગ છે. વેપારી મિત્રોને પણ પોતાના લીધેલા નિર્ણયથી સારો ફાયદો મળશે. આજે તમને ચામડીની કોઈ એલર્જી થઇ શકે છે ખાવામાં વિશેષ કાળજી રાખવી. તમારા જીવનસાથી તરફથી તમને સંપૂર્ણ સહયોગ મળશે. મોસાળ પક્ષ તરફથી તમને ધનલાભ થશે. વેપારને લાગતા કોઈ મહત્વના પરિવર્તન કરવા માંગો છો તો તે સફળતાથી કરી શકશો.
શુભ અંક : ૭
શુભ રંગ : આસમાની

8. વૃષિક – ન,ય(Scorpio):
આજે લાંબી મુસાફરી કરવાનો યોગ છે જેના લીધે તમે આજે ખૂબ થાક મહેસુસ કરશો. મુસાફરીના કારણે તમારા જીવનસાથી સાથે દુરી વધી જશે જેનાથી તમે થોડા દુઃખી થશો. નવરાશના સમયમાં કોઈપણ જાતના ટાઇમપાસ કર્યા વગર એ સમયનો સદુપયોગ કરજો. આજે તમારા હાથ નીચે કામ કરતા દરેક લોકો તરફથી તમને ખૂબ માન અને સન્માન મળશે. જેના કારણે તમારા આખા દિવસનો થાક ઉતરી જશે અને તમારી સાંજ ખુશનુમા જશે. તમે ઘરે પરત ફરતા તમારા પાર્ટનર માટે કોઈ સારી ભેટ લઇ જાવ. આજે ગૃહિણીઓ માટે પણ સારો દિવસ છે આજે તમને તમારા પ્રિય વ્યક્તિ સાથે સારો સમય પસાર કરી શકશો.
શુભ અંક : ૯
શુભ રંગ : પીળો

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):
આજે ઘરમાં તમારી વાણી અને વર્તન પર ધ્યાન આપજો. તમારા વર્તનથી તમારા ભાઈ કે બહેનને ખોટું લાગી શકે છે. પિતાની તબિયત પર ખાસ ધ્યાન આપવું. પતિ અને પત્ની વચ્ચે પ્રેમ વધશે. જે પણ મિત્રો લાંબા સમય માટે પૈસા ઇન્વેસ્ટ કરવા માંગે છે તેમના માટે આજે સારો સમય છે. નોકરી કરતા મિત્રો પર આજે કામનો ભાર વધારે હશે. ઉપરી અધિકારીના પ્રેસરને કારણે તમારે સમય કરતા વહેલા કામ પૂર્ણ કરવાનું રહેશે. આજે તમારા સમાજમાં તમારી નામના થશે. સંતાનોના સારા રીઝલ્ટથી ઘરમાં ખુશીનું વાતાવરણ હશે. આજે વિદ્યાર્થી મિત્રો માટે પણ સારો સમય છે, તમે વિચારેલ દરેક કામ સમયસર પૂર્ણ કરી શકશો.
શુભ અંક : ૬
શુભ રંગ : રાખોડી

10. મકર – જ, ખ (Capricorn): .
જે મિત્રો સંતાનપ્રાપ્તિની ઈચ્છા રાખી રહ્યા છે તેમણે પત્નીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. આજે રસ્તો ઓળંગતા તકેદારી રાખજો. જે મિત્રો નોકરી કરે છે તેમને ઓફિસમાં કોઈપણ જાતની સિક્રેટ વાતો કરવી નહિ તમે મુશ્કેલીમાં મુકાઈ શકો તેવા યોગ બની રહ્યા છે. આજે સોના અને ચાંદીમાં રોકાણ માટે સારો દિવસ છે. આજે બાળકોની તબિયત બગડી શકે છે તેમનું પુરતું ધ્યાન રાખો. સફળ થવા માટે કોઈ વ્યક્તિનો સીડીની જેમ ઉપયોગ કરશો નહિ એ તમારા ભવિષ્ય માટે યોગ્ય નથી.
શુભ અંક : ૬
શુભ રંગ : લીલો

11. કુંભ – ગ,શ,સ(Aquarius):
પરિવારની ખુશીઓ માટે આજનો દિવસ બહુ સારો છે. લગ્નજીવનમાં ચાલી રહેલ દરેક તકલીફનો આજે અંત આવશે. પ્રેમીઓ માટે પણ આજનો સમય સારો છે, સાથે મળીને ઈમાનદારીથી અને પ્રેમથી બધી સમસ્યા દૂર કરી શકશો. આજે સ્વાસ્થ્ય પણ સારું રહેશે. યોગ અને ધ્યાન શરુ કરવા માટે આજનો દિવસ યોગ્ય છે. આજે જે પણ નવું કામ તમે શરુ કરશો તેમાં તમને સફળતા જરૂર મળશે. તમારા મિત્રો તમને સહકાર આપશે. વિદેશથી તમારી માટે સરપ્રાઈઝ આવી રહ્યું છે. લોટરી અને શેર માર્કેટમાં રોકેલ પૈસાથી સારું વળતર મેળવી શકશો. તમારી મહેનત અને લગનથી તમે નોકરીમાં અને વેપારમાં સૌથી સારો દેખાવ કરી શકશો. તમારા સંતાનોને આજે તમારી સલાહની જરૂરત છે તેમને સારો અને સાચો માર્ગ બતાવજો.
શુભ અંક : ૪
શુભ રંગ : સોનેરી

12. મીન – દ,ચ,જ,થ(Pisces):
તમારામાં રહેલી નકારાત્મકતા તમને આગળ વધતા રોકે છે. તમે ઘણા સમયથી કરેલી મહેનતનું યોગ્ય ફળ મળતું નથી તો તમારે આજથી જ હકારાત્મક વલણ અપનાવવાનું છે. તમારા પરિવાર સાથે વાત કરો તેઓ આજે તમારી ખુબ મદદ કરી શકશે. કોઈપણ પરિવારજનો સાથે કે મિત્રો સાથે વાત કરો તો વાણી અને વર્તનમાં થોડી સાવધાની રાખજો. નાની નાની રમૂજમાં માટે કોઈને ઉતારી પડવાની જો આદત છે તો એ આજથી બદલી દો. આજે જો ઘરમાં કોઈપણ વાતને લઈને વિવાદ થાય તો તેને વડીલોની સલાહ લઈને સુલજાવી દો. આજે તમારા જીવનસાથીની તબિયત નરમ ગરમ રહેશે. મન હળવું કરવા માંગો છો તો જુના મિત્રોને ફોન કરીને કે મળીને વાતો કરો.
શુભ અંક : ૧
શુભ રંગ : કેસરી

આજે જે મિત્રોનો જન્મ દિવસ છે તેમની માટે ખાસ.

જે મિત્રોનો આજે જન્મદિવસ છે તેમને પહેલા તો ઘણીબધી શુભેચ્છાઓ, ઈશ્વર તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવાની તમને શક્તિ આપે એવા આશીર્વાદ. હવે વાંચો આજથી તમારે આ વર્ષે શું કરવાનું છે અને શું નથી કરવાનું કઈ વાતોનું ધ્યાન રાખશો કે જેથી આ આખું વર્ષ તમારું સુખદ બની શકે.

સ્વાસ્થ્ય – બહુ લાંબી મુસાફરી અને એમાં પણ ટ્રેનમાં મુસાફરીને ટાળવી. મુસાફરીના થાકને કારણે તમને નાની મોટી તકલીફ થઇ શકે છે. મુસાફરી કરવાની આવે તો યોગ્ય દવાઓ અને બધો સમાન સાચવી રાખજો. ચોરીના કારણે નુકશાન થવાની સંભાવના છે.

નોકરી-ધંધો – પૈસા રોકાણ માટેની પણ ઘણી તક મળશે પણ તેમાં નફો અને નુકશાન બંને બાબતોની યોગ્ય ચકાસણી કરીને આગળ વધજો. કોઈપણ રોકાણ કરતા પહેલા તમારા વડીલોની અને ઉપરી અધિકારી જેને એ કામનો અનુભવ છે તેની સલાહ જરૂર લેજો. જો તમે ઈચ્છો છો કે ઓફિસમાં બધા તમારાથી ખુશ રહે અને તમારું દરેક કામ સરળતાથી થાય તો તમારે દરેક મિત્રોને સાચવવા પડશે ભૂલથી પણ કોઈનું અપમાન કે મનદુઃખ ના થાય એની તકેદારી રાખજો.

કૌટુંબિક-પારિવારિક: વર્ષનો અંતિમ ભાગ તમારા માટે શુભ સાબિત થશે. ઘરમાં નાનકડી પૂજા તમને અને તમારા પરિવારજનોને વધુ નજીક લાવશે જો લાંબા સમયથી કોઈ સાથે બોલચાલ બંધ હોય તો આ વર્ષે સામે ચાલીને માફી માંગી લેવી અને સંબંધો સુધારી લેવા.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks

લેખ ગમ્યો હોય તો મિત્રો સાથે શેયર કરજો. 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરી જોડાઓ. ➡
Disclaimer: The views and opinions expressed in article/website are those of the authors and do not necessarily reflect the official policy or position of GujjuRocks. Any content provided by our bloggers or authors are of their opinion, and are not intended to malign any religion, ethic group, club, organization, company, individual or anyone or anything.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here