તમારું સિમ કાર્ડ જ તમને બનાવી દેશે ગરીબ, આ બિઝનેસમેન એ 1.86 કરોડ રૂપિયા ખોયા…તમે આવી ભૂલ ન કરતા જાણો પુરી વિગત

0

મુંબઈ ના એક બિઝનેસ મૈન એ અમુક સમય પહેલા જ મોડી રાતે આવેલા 6 મિસ્ડ કોલ્સ ના ચક્કર માં પડીને 1.86 કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા. એવામા તમે વિચારશો કે મિસ્ડ કોલથી કોઈની સાથે આવું કઈ રીતે બને? તેનું મોટું કારણ છે કે દેશભરમાં થતા બૈન્કીંગ ફ્રોડ જેને ‘સિમ સ્વૈપ’ કહેવામાં આવે છે. કલકતા, બેંગ્લોર, મુંબઈ અને દિલ્લી માં સિમ સ્વૈપ ના આવા ઘણા મામલાઓ દર્જ કરાવેલા છે. જો તમે વિચારતા હોવ કે આવી જપેટ માં માત્ર અભણ લોકો જ આવી શકે છે, તો તમે ખોટું વિચારી રહ્યા છો.ટેકનોલોજીના જાણકાર ઘણા નૌજવાનો પણ આ સિમ સ્વૈપ નો શિકાર થતા જોવા મળે છે. એવામાં અમે તમને જણાવીશું કે સિમ સ્વૈપ શું છે અને કેવી રીતે તેનાથી બચવું જોઈએ, જેની જપેટ માં આવીને મુંબઈ ના એક વેપારી એ પોતાના 1.86 કરોડ રૂપિયા ગુમાવી દીધા હતા.જો કે સિમ સ્વૈપ કોઈ નવી ટેક્નોલોજી નથી. પણ તેનો ઉપીયોગ ઘણા સમયથી થઇ રહ્યો છે. જો તમે ક્યારેય પણ 2 જી, 3 જી કે પછી 4 જી સિમ કાર્ડ લીધું છે તો તેમાં તમે ઘણીવાર સિમ ની અદલા બદલી પણ કરી હશે. તમારો નંબર તે જ રહ્યો હશે. આ નંબર સિમ સ્વૈપ ના લીધે જ રહે છે, તેની ટેક્નિક નો ઉપીયોગ કરીને તમને નૈનો સિમ કાર્ડ પણ આપવામાં આવે છે.સિમ સ્વૈપ થી બચવા માટે તમારા સિમ કાર્ડ ની પાછળ આપવામાં આવેલા 20 અંકો ના નંબર ને કોઈની પણ સાથે શેયર ના કરો. અપરાધી તમારી પાસેથી સિમ કાર્ડ નો આજ નંબર માંગશે. પોલીસ ને જાણ થઇ કે આ ઘટનામાં આરોપી ને પાસે પહેલાથી જ પીડિતનો યુનિક સિમ નંબર હતો.સિમ સ્વૈપ ના દ્વારા અપરાધી તમારી બૈન્કીંગ આઈડી અને પાસવર્ડ ને પણ જાણી શકે છે. તમારા બેન્ક થી પૈસા ગાયબ કરવા માટે અપરાધીને માત્ર ઓટીપી(OTP)  ની જ જરૂર રહે છે, જે તમારા નંબર પર આવશે.પીડિત ની જાણકારી મેળવવા માટે અપરાધિ પહેલા તો એક નકલી વેબસાઈટ બનાવે છે. જેના પર યુઝર ના પર્સનલ બૈન્કીંગ ની ડિટેઇલ પણ મેળવી લે છે. જેના પછી અપરાધી તમારો યુનિક મોબાઈલ નંબર મેળવી લે છે. મોબાઈલ નંબર ક્લોન કર્યા પછી આ અપરાધી એ બિઝનેસ મૈન ના બેન્ક ના એકાઉન્ટ થી બધા જ પૈસા લઇ લીધા અને પીડિતના હાથે માત્ર 20 લાખ રૂપિયા જ લાગ્યા હતા.

Author: GujjuRocks Team
સંકલન: ગોપી વ્યાસ

પળેપળની ન્યુઝ વાંચવા માટે જોડાઈ રહો આપણાં GujjuRocks – ગુજ્જુરોક્સ પેજ પર.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here