ધ્યાન કરવાથી મળતા આ અદ્દભુત ફાયદા વિશે જાણો, અનેક સમસ્યાઓને કરે છે દૂર, જાણો વિગતે…

0

ધ્યાન કે (મેડીટેશન) એક એવી માનસીક અવસ્થા છે જેમા વ્યક્તી તેના મગજ મન ને એકાગ્ર ચીત કરવા ની કોશીશ કરે છે. ઘણી માન્યતા ના રૂપ મા પ્રાચીન કાળ થી ધ્યાન કરવા નો અભ્યાસ કરવા મા આવે છે. ધ્યાન આમ તો એક માનસીક અવસ્થા છે પણ આને આમ રીતે એક અભ્યાસ ના રૂપ મા પણ જણાય છે.મિત્રો, આમ જોવો તો ધ્યાન ના ફાયદા એટલા અને અગણીત છે. જે એક અનુભવ છે જેને વર્ણવી શકાય નહી. પણ અહી તેના વ્યવારીક ફાયદા વિશે જાણીશુ. આ લેખ થી તમને ધ્યાન વિશે ના ધણા ફાયદા જાણી શકાશે. અહી બતાવેલ આ ફાયદા ને વૈજ્ઞાનીક અધ્યનો થી પ્રમાણીત કરેલા છે.
1. ધ્યાન ના ફાયદા તનાવ ને દુર કરવા માટે:વધારે મા વધારે લોકો તનાવ ને ઓછો કરવા માટે ધ્યાન કરવા નો પ્રયાસ કરે છે. એક અધ્યયન મા ખ્યાલ આવ્યો છે કે જેમા વ્યસ્ક પણ શામેલ હતા કે ધ્યાન કરવા થી એનો તનાવ ઓછો થયો છે. ધ્યાન કરવા થી તનાવ સંબધી સ્થિતિ મા સુધાર થાય છે. કોઈ ધાવ કે દુર્ધટના ને કારણે થતા તનાવ મા પણ ધ્યાન થી રાહત થાય છે.
ધ્યાન કરવા થી વાતે વાતે ચીંતા કરવા નુ ઓછુ થઈ જાય છે.

તનાવ જેટલો ઓછો થાશે તેટલી ચીંતા પણ ઓછી થાશે. ધ્યાન કરવા થી ચીંતા થી થવા વાળા રોગો ને પણ ઠીક કરી શકાય છે. જેમકે ફોબીયા (કોઈ ચીજ નો ડર), સામાજીક ચીંતા, વહેમ પેદા કરવા વાળા વિચાર, જનુની વ્યવહાર, વગેરે. ધણા અધ્યનો અનુસાર વિભીન્ન પ્રકાર ની ધ્યાન તકનીક ને અપનાવા થી ચીંતા ઓછી કરવા મા ફાયદો થાય છે. ધ્યાન કરવા થી ઓફીસ કે વ્યવસાયીક જીવન મા કામ ને કારણે થતી ચીંતા ને નિયંત્રીત કરવા મા પણ મદદ મળે છે.2. ધ્યાન ભાવનાત્મક સ્વાસ્થય ને વધારે છે.:
અમુક પ્રકાર ના ધ્યાન કરવા થી તમારો સ્વયં પ્રત્યે નો નજરીયો બદલે છે. અને જીવન પ્રતી દ્રષ્ટીકોણ પણ બદલાય છે અને સકારાત્મક થાય છે. એક અધ્યન અનુસાર જે લોકો વીપશ્યના ધ્યાન કરે છે એ લોકો ની તુલના મા જે લોકો ધ્યાન નથી કરતા તેના મસ્તીષ્ક ની ગતીવિધી તેના નીયંત્રણ મા હોય છે. અર્થાત એનો મગજ એના નીયંત્રણ મા હોય છે. જે લોકો ધ્યાન કરે છે એની વિચાર ધારા મા બદલાવ જોઈ શકાય છે. હવે પહેલા થી વધારે સકારાત્મક વિચારી શકે છે.

3. ધ્યાન સ્વ જાગ્રુક્તા ને વધારે છે:
અમુક પ્રકાર ના ધ્યાન થી તમને પોતાને સમજવા ને મદદ મળે છે. જેના થી તમે મુશ્કેલી અને વિપરીત પરીસ્થીતી મા પોતાના પર નીયંત્રણ રાખી શકો છો. ઉદાહરણ તરીકે સ્વયંમ આંકલન ધ્યાન નો ઉદેશ્ય પોતાને વધારે સમજવા મા મદદ રુપ થાય છે. અને એની મદદ થી આસપાસ ના લોકો સાથે જોડાવા ની સહાયતા થાય છે.4. ધ્યાન ના ફાયદા એકાગ્રતા વધારવા માટે:
કેંન્દ્રીત ધ્યાન કરવા થી એકાગ્રતા મા વધારો થાય છે. ધ્યાન કેંન્દ્રીત કરવા મા જે શક્તી અને ધૈર્ય ની જરૂર હોય છે આ ધ્યાન તેને વધારે છે. ઉદાહરણ તરીકે આઠ અઠવાડીયા માટે વીપસ્યના ધ્યાન ના પ્રભાવો ને જાણવા મા આવ્યુ કે આ ધ્યાન મા ભાગ લેવા વાળા લોકો ની ધ્યાન કરવા ની ક્ષમતા મા વધારો થયો છે. એ લોકો ને થોડા સમય સુધી ધ્યાન કરવા થી પણ એવા લોકો ને ફાયદો થયો છે.5. ધ્યાન થી ભુલવા ની સમસ્યા ને ઓછી કરે છે:
એકાગ્રતા મા સુધાર થવા થી તમારી ભુલવા ની સમસ્યા મા પણ ફાયદો થાશે. એકાગ્રતા મા સુધાર કરવા માટે તમારે નીયમીત અને મન ને સાફ રાખી ને ધ્યાન કરવુ પડશે. આના થી મોટી ઉમર મા ભુલ થવાની સમસ્યા અને ડીમેશીયા કે મનોભ્રમ થી છુટકારો મળે છે. અધ્યનો અનુસાર ઘણા પ્રકાર ના ધ્યાન થી વ્રુધ્ધ લોકો મા એકાગ્રતા, યાદદાસ્ત અને મગજ ની ગતીવીધી મા ઝ્ડપ જોવા મળી છે.6. ધ્યાન તમને ખરાબ આદતો છોડવા મા મદદ કરે છે:
ધ્યાન ના માધ્યમ થી તમારુ માનસીક અનુશાસન વધે છે. જેના થી તમારુ સ્વયં પર નીયંત્રણ વધે છે. જેથી તમારી સમસ્યા શુ છે તે જાણવા મા પણ આસાની થાય છે. આને લીધે તમારી બીજી વસ્તુ ઉપર નીર્ભર રહેવા ની આદત પુરી થઈ જાય છે. માનસીક રીતે તમે વીકસીત થઈ શકો છો. તમારો આત્મ વિશ્વાસ અને ટ્રીગર્સ વધે છે જેથી તમે નશા ની આદત ને છોડવા માટે મદદ મળે છે.

Author: GujjuRocks Team (માધવી આશરા ‘ખત્રી’)
રોજ રોજ આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી વાંચવા માટે લાઈક કરો આપણું ગુજ્જુરોક્સ પેજ . “ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

આ લેખ ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે જરૂર શેયર કરજો.! 21 લાખ ગુજરાતીઓને ગમ્યું ગુજ્જુરોક્સનું ફેસબુક પેઈજ,તમે પણ લાઈક કરો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here